મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં આજે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપની તીવ્રતા ૩.૪ની હતી. જેની જાણકારી નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (એનસીએસ) એ આપી છે. જાેકે, હજું સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી મળ્યા.
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા પ્રમાણે મહારાષ્ટ્રના કોલ્હાપુર જિલ્લામાં આજે સવારે ૩.૪ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જણાવ્યું કે, ભૂકંપના આ આંચકા ભારતીય માનક સમય પર ૦૬ઃ૪૫ વાગ્યે અનુભવાયા હતા.
આ ભૂકંપ ૫ કિમીની ઊંડાઈ પર આવ્યો હતો. જાેકે હાલમાં કોઈ પણ જાનહાનિ કે, સંપત્તિના નુકશાનનો કોઈ અહેવાલ નથી. કોલ્હાપુર મુંબઈથી લગભગ ૩૭૫ કિમી દૂર પશ્ચિમી મહારાષ્ટ્રમાં સ્થિત છે. મેઘાયલ અને બાંગ્લાદેશના ઉત્તરી વિસ્તારમાં સોમવારે સાંજે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપની તીવ્રતા ૫.૪ નોંધાઈ હતી. આ માહિતી અધિકારીઓએ આપી હતી.