Author: Shukhabar Desk

બોટાદનાં ખોડિયાનગર ખાતે રહેતા યુવકને છેલ્લા ઘણા સમયથી ભૂવો માનસિક ત્રાસ આપતો હતો. ભૂવાથી કંટાળી યુવકે આખરે ઝેરી દવા પી આપઘાતનો પ્રયત્ન કર્યો હતો. ઝેરી દવા પીધા બાદ યુવક ઢળી પડ્યો હતો. આ અંગેની જાણ આજુબાજુનાં લોકોને થતા તાત્કાલિક યુવકને સારવાર અર્થે બોટાદની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. આ મામલે બોટાદ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.યુવકનાં લગ્ન ન થતા હોઈ યુવક લગ્ન થાય તેની વિધિ કરાવવા માટે ભૂવા પાસે ગયો હતો. બેલા ગામનાં પરષોત્તમ વાંઝડીયા નામનાં ભૂવા પર યુવકે આરોપ મુક્યો છે કે, ભૂવાએ તાંત્રિક વિધિના નામે યુવક પાસેથી રૂપિયા ૧૦ લાખ પડાવ્યા હતા. ભૂવો યુવક પાસે વધુ…

Read More

નાના બાળકોને બગીચમાં વિવિધ ગેમ રમવી ખુબ જ ગમે છે. ખાસ કરીને હિંસતા ખાવાનું હોય કે પછી લપચવાનું હોય. જાે કે, આવી એક્ટિવીટી ક્યારેક જાેખમી પણ સાબિત થયા છે. આવી જ દુર્ઘટનાનો શિકાર બન્યો છે ગોંડલનો બાળક. રાજકોટ જિલ્લાના ગોંડલના એસ.આર.પી. સામે બગીચામાં હીંચકામાંથી પટકાતા પાંચ વર્ષના માસુમ બાળકનું કરૂણ મોત થતા અરેરાટી મચી ગઈ છે. આ ઘટના અંગે સામે આવેલી વિગતો અનુસાર ગઈકાલે સાંજે છ વાગ્યાની આસપાસ બગીચામાં હીંચકા ખાવા ગયો હતો. હીંચકા ખાતા સમયે નિચે પટકાંતા માથામાં ગંભીર ઈજા પહોંચી હતી.બનાવની જાણ થતાં દોડી આવેલ પરીવારજનોએ બાળકને પ્રથમ ગોંડલ અને ત્યાર બાદ રાજકોટ ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જાે…

Read More

મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા ખાતે આવેલ લુણાવાડા ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સમાંથી બે સગીરાઓનું અપહરણ થયાની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે. આ બાબતે લુણાવાડા ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ મહીસાગરના પ્રોબેશન ઓફિસર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે. લુણાવાડા પોલીસ મથકમાં બે સગીરાઓના અપહરણ અંગે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે. લુણાવાડા શહેરમાં આવેલ ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સમાંથી બે સગીરાઓનું અપહરણ થયું હોય તે અંગે ફરિયાદ નોંધાઈ હતી. લલચાવી ફોસલાવી અને અજાણ્યા ઇસમે અપહરણ કર્યા અંગે લુણાવાડા ચિલ્ડ્રન ફોર ગર્લ્સ મહીસાગરના પ્રોબેશન ઓફિસર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી. તો ચિલ્ડ્રન હોમ એ એક સોસાયટીની અંદરના વિસ્તારમાં આવેલ અહીંયા અલગ…

Read More

સાબરકાંઠાના હિંમતનગરના ગ્રામ્ય વિસ્તારમાંતો સ્થાનિકો દીપડાના આતંકથી પરેશાન છે, ત્યાં હવે છેલ્લા એક સપ્તાહથી હિંમતનગર શહેરના કેટલાક વિસ્તારોમાં ફફડાટ વ્યાપ્યો છે. હિંમતનગર શહેરમાંથી પસાર થતી હાથમતી નદી કાંઠા વિસ્તારના શહેરી રહેણાંક વિસ્તારમાં દીપડો ફરતો હોવાની ચર્ચાને લઈ વિસ્તારમાં લોકોમાં ભય વ્યાપ્યો છે. ગત સપ્તાહે પોલીસ હેડક્વાર્ટરમાં એક ઘોડાના ચહેરાના ભાગે ઈજા પહોંચવાને લઈ ફફડાટ વધ્યો છે. હિંમતનગર શહેરમાં દીપડાને લઈ છેલ્લા એક સપ્તાહથી ફફડાટ વ્યાપ્યો છે. આ દરમિયાન એક તસ્વીર પણ વાયરલ થઈ હતી અને પોલીસ હેડ ક્વાર્ટરમાં રહેલ એક ઘોડાને પણ મોંઢાના ભાગે ઈજા પહોંચી હતી. શહેરી વિસ્તારમાં આ પ્રકારની ઘટના જાેવા મળવાને લઈ દીપડો હોવાની આશંકાએ વિસ્તારમાં ફફડાટ…

Read More

આણંદમાં નિવૃત્ત થવાની ઉંમરે શિક્ષકે ૧૧ વર્ષની વિદ્યાર્થિની સાથે અશ્લીલતા કરી. આ ઘટના આણંદની સેન્ટ મેરી સ્કૂલની છે. જ્યાં અનિલ નામના શિક્ષકે વિદ્યાર્થિનીના હાથ પર બચકાં ભર્યા હતા. છેલ્લા બે દિવસથી શિક્ષણ જગતને શર્મસાર કરનારી ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે ફરી આવી ઘટના આણંદમાંથી પણ સામે આવી છે. જ્યાં નિવૃત્ત થવાની ઉંમરે આવેલા શિક્ષકે (Teacher) ૧૧ વર્ષની વિદ્યાર્થિની સાથે અશ્લીલતા કરી. આ ઘટના આણંદની સેન્ટ મેરી સ્કૂલની છે. જ્યાં અનિલ નામના શિક્ષકે વિદ્યાર્થિનીના હાથ પર બચકાં ભર્યા હતા. આ કેસમાં શિક્ષકની અટકાયત કરવામાં આવી છે.ધોરણ ૫ની વિદ્યાર્થિનીની પરીક્ષામાં ઓછા માર્ક્‌સ આવ્યા હતા. વિદ્યાર્થિનીએ વાલીને ફરિયાદ ન કરવા શિક્ષકને વિનંતી…

Read More

પ્રાથમિક શાળાઓની શિક્ષક ભરતીને લઈ મોટા ફેરફાર આવી શકવાની સંભાવનાઓ વર્તાવા લાગી છે. સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવેલી અરજીને લઈ ર્નિણય આવ્યો છે. જેમાં ૨૦૧૮માં NCTE દ્વારા લેવામાં આવેલ ર્નિણયને રદ કરવામાં આવ્યો છે. પ્રાથમિક શાળાઓની શિક્ષક ભરતીને લઈ મોટા ફેરફાર આવી શકવાની સંભાવનાઓ વર્તાવા લાગી છે. સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવેલી અરજીને લઈ ર્નિણય આવ્યો છે. જેમાં ૨૦૧૮માં NCTE દ્વારા લેવામાં આવેલ ર્નિણયને રદ કરવામાં આવ્યો છે. જેને લઈ હવે પ્રાથમિક શાળાઓમાં NCTE શિક્ષકોની જ ભરતી થઈ શકશે. આમ હવે પ્રાથમિક શાળાઓમા PTC કરેલ ઉમેદવારોને ભરતીમાં શિક્ષક તરીકે લેવામાં નહીં આવી શકે એવો મોટો ફેરફાર થઈ શકે છે. B.Ed કરેલ અને…

Read More

સુરતમાં જન્મદિવસની ઉજવણી લોહિયાળ બની છે. બર્થ ડે પાર્ટીમાં ગયેલા યુવકની ચપ્પુના ઘા ઝીકી હત્યા કરી દેવાતા આ ઘટનામાં પોલીસે આરોપીની અટક કરી તપાસ હાથ ધરી છે. હત્યા કરનાર યુવકની પ્રેમિકા સાથે મૃતકની મિત્રતા હોવાથી તેની હત્યા કરાઈ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. સુરત શહેરમાં વધુ એક હત્યાના બનાવને લઈને ચકચાર મચી જવા પામી હતી. સુરત ખાતે નાનપુરા વિસ્તારમાં મોડી રાત્રે આ હત્યા ને અંજામ આપવામાં આવી હતી. ઉમરા વિસ્તારમાં રહેતો પાર્થ ઉર્ફે બાદલ રમેશભાઈ આહીરકર ચીકનની લારી ચલાવવી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. રાત્રીના સમયે આ ઈસમ નાનપુરા સ્થિત પટેલ ચેમ્બર્સ નજીક જન્મ દિવસની પાર્ટીમાં ગયો હતો જ્યાં અમરોલી…

Read More

રાજકોટમાં ફરી શિક્ષણના ધામમાં નશાનો ખેલ સામે આવ્યો છે. સૌરાષ્ટ્ર યુનિ.ના કેમ્પસમાં દારૂની બોટલો કેવી રીતે આવી તેને લઈને પણ ચર્ચા ઉઠી છે. યુનિ.માં પ્રવેશના સમયે કોઈ યોગ્ય ચેકિંગ નહીં થતી હોવાના પણ આક્ષેપ લગાવાયા છે.રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેમ્પસમાંથી દારૂની બોટલ મળી આવી છે. કેમ્પસમાં વિદેશી દારૂની ખાલી બોટલો મળી આવતા ચકચાર મચી છે. શિક્ષણના ધામમાં દારૂની બોટલ મળવી એ ચોક્કસ પણે નિંદનીય છે. યુનિવર્સિટીના સંસ્કૃત ભવનના પાછળના ભાગમાં દારૂની બોટલો મળી આવી છે.આ અગાઉ પણ શિક્ષણના ધામમાં આવા પ્રકારના કૃત્યો સામે આવ્યા છે. આ તરફ અમદાવાદમાં પણ દ્ગજીેંૈં દ્વારા ગુજરાત યુનિવર્સિટીની આસપાસ દારૂ અને ગાંજાે મળતો હોવાના આક્ષેપ સાથે…

Read More

વડોદરાના પાદરા તાલુકામાં શાળાના આચાર્ય દ્વારા વિદ્યાર્થીનીઓને અશ્લિલ વિડીયો બતાવવાની ઘટના સામે આવી હતી. ઘટના અંગે પોલીસે પોસ્કો એક્ટ મુજબ ફરિયાદ નોંધીને કાર્યવાહી શરુ કરી હતી. આ દરમિયાન જિલ્લા શિક્ષણાધીકારી દ્વારા આચાર્યને સસ્પેન્ડ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. પાદરાની અભોર પ્રાથમિક શાળાના આચાર્યને સસ્પેન્ડ કરવાનો આદેશ કરાયો છે.વિદ્યાર્થીઓને શૌચાલયમાં બોલાવીને તેમને મોબાઈલ ફોનમાં પોર્ન વીડિયો બતાવવાનો પ્રયાસ આચાર્ય મહેન્દ્ર જાદવે કર્યો હતો.આ અંગેના આક્ષેપો બાદ મામલો મંગળવારે વડુ પોલીસ મથકે પહોંચ્યો હતો. જ્યાં વડુ પોલીસે ઘટના અંગે તપાસ શરુ કરી હતી. મંગળવારે ગ્રામજનોએ એકઠા થઈને આચાર્યની હરકત સામે હોબાળો મચાવ્યો હતો અને ગ્રામજનો પોલીસ મથકે પહોંચ્યા હતા.

Read More

અમદાવાદમાંથી ફરી એકવાર અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. શહેરના ચમનપુરા વિસ્તારમાં લોકો સામે રોફ જમાવવા માટે લાલા સોપારી ગેંગના શખ્સોએ ઘાતક હથિયારો સાથે વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે. અસમાજિક તત્વોએ લોકોમાં ધાક જમાવવા માટે વીડિયો બનાવ્યો હોય તેવું સાફ જાેવા મળી રહ્યું છે. આ વીડિયો પોસ્ટ કરતાની સાથે જ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. પોલીસ આવા લુખ્ખા તત્વો સામે દાખલારૂપ કાર્યવાહી ક્યારે કરશે તે એક મોટો સવાલ લોકોમાં ઉઠ્‌યો છે. શહેરના ચમનપુરા વિસ્તારમાં લાલા સોપારી ગેગના શખ્સોએ ધારદાર હથિયારો સાથે વીડિયો બનાવીને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. આ વીડિયોમાં ૨૦થી વધુ યુવકો જાેવા મળી…

Read More