આણંદમાં નિવૃત્ત થવાની ઉંમરે શિક્ષકે ૧૧ વર્ષની વિદ્યાર્થિની સાથે અશ્લીલતા કરી. આ ઘટના આણંદની સેન્ટ મેરી સ્કૂલની છે. જ્યાં અનિલ નામના શિક્ષકે વિદ્યાર્થિનીના હાથ પર બચકાં ભર્યા હતા.
છેલ્લા બે દિવસથી શિક્ષણ જગતને શર્મસાર કરનારી ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે ફરી આવી ઘટના આણંદમાંથી પણ સામે આવી છે. જ્યાં નિવૃત્ત થવાની ઉંમરે આવેલા શિક્ષકે (Teacher) ૧૧ વર્ષની વિદ્યાર્થિની સાથે અશ્લીલતા કરી. આ ઘટના આણંદની સેન્ટ મેરી સ્કૂલની છે. જ્યાં અનિલ નામના શિક્ષકે વિદ્યાર્થિનીના હાથ પર બચકાં ભર્યા હતા. આ કેસમાં શિક્ષકની અટકાયત કરવામાં આવી છે.ધોરણ ૫ની વિદ્યાર્થિનીની પરીક્ષામાં ઓછા માર્ક્સ આવ્યા હતા. વિદ્યાર્થિનીએ વાલીને ફરિયાદ ન કરવા શિક્ષકને વિનંતી કરી હતી, ત્યારે આ વિનંતીનો ફાયદો ઉઠાવતા શિક્ષકે તેની જાતિય સતામણી કરી.
માતાએ વિદ્યાર્થિનીની હાથ પર બચકાંનો ઘા જાેતા પૂછપરછ કરી, ત્યારે આખીય ઘટનાનો ભાંડો ફૂટ્યો. વાલીઓએ સ્કૂલમાં આ મામલે હોબાળો મચાવ્યો હતો. આરોપી શિક્ષકની પોલીસે અટકાયત પણ કરી. જાે કે વાલીનો આરોપ છે કે તેમની વાત માનવા શાળા સત્તાધીશો તૈયાર નથી.વિદ્યાનગર પોલીસે આરોપી શિક્ષક અનિલની અટકાયત કરી લીધી છે. જાે કે શિક્ષકની આ હરકતથી વાલીઓમાં ભારે આક્રોશ છે. બીજી તરફ સ્કૂલ મેનેજમેન્ટે પણ તપાસ બાદ પગલાં ભરવાની બાંહેધરી આપી છે.