શૈક્ષણિક સંકલન સમિતિનો આરોપ છે કે તત્કાલિન શિક્ષણ મંત્રીએ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષકોની કાયમી ભરતી કરવા, બિન શૈક્ષણિક કર્મચારીઓ પટાવાળા અને ક્લાર્કની ભરતી કરવા સહિતની માંગણીઓ સ્વીકારી લેવામાં આવી હતી પરંતુ જે-તે સમયે ખાતરી બાદ હવે તેનો અમલ કરવામાં આવી રહ્યો નથી. જેના કારણે છેલ્લા બે મહિનાથી શિક્ષકો વિરોધ નોંધાવી રહ્યા છે.ઉલ્લેખનીય છે કે ગુજરાતમા રાજ્ય સરકાર દ્વારા પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયક હેઠળ ૨૬,૫૦૦ શિક્ષકોની કરાર આધારિત નિમણૂક કરવામાં આવશે. પ્રાથમિક શાળા માટે ૧૫,૦૦૦ અને માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળા માટે ૧૧,૫૦૦ જ્ઞાન સહાયકની ભરતી કરવામાં આવશે. સાથે જ રાજ્ય સરકાર ખેલ સહાયક યોજના અંતર્ગત…
Author: Shukhabar Desk
ભાવનગર શહેર અને જિલ્લામાં રખડતા ઢોરનો ત્રાસ યતાવત છે. રખડાતા ઢોરે અનેક લોકો જીવ લીધો હોવા છતા તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે. આજે એક જ દિવસમાં રખડતા ઢોરે બે લોકોનો ભોગ લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ભાવનગરઃ શહેર અને જિલ્લામાં રખડતા ઢોરનો ત્રાસ યતાવત છે. રખડાતા ઢોરે અનેક લોકો જીવ લીધો હોવા છતા તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે. આજે એક જ દિવસમાં રખડતા ઢોરે બે લોકોનો ભોગ લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. આ મામલે લોકોમાં ભારે રોષ જાેવા મળી રહ્યો છે અને તંત્રની કાર્યવાહી સામે સવાલો ઉઠી રહ્યા છે. ભાવનગર…
સુરતમાં ૨૨ વર્ષીય યુવતીને પ્રેમ લગ્ન કરીને પસ્તાવવાનો વારો આવ્યો છે. લગ્નના ત્રણ મહિના બાદ પરિણીતાને શારીરિક માનસિક ત્રાસ આપવામાં આવતો હતો અને મારઝૂડ કરવામાં આવતી હતી. આ ઉપરાંત પરિણીતાના વાળ કાપી નાખવામાં આવ્યા હતા અને જાનથી મારી નાખીને માં બાપના ઘરે ફેંકી દેવાની ધમકીઓ આપવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ સમગ્ર મામલે પરિણીતાએ કતારગામ પોલીસ મથકમાં પતિ, સાસુ અને નણંદ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.સુરતમાં રહેતી ૨૨ વર્ષીય યુવતીએ વર્ષ ૨૦૨૧માં કતારગામ વિસ્તારમાં રહેતા વિવેક કાચરિયાની સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. લગ્નગાળા દરમ્યાન તેઓને સંતાનમાં ૧ વર્ષની દીકરી પણ છે. પ્રેમ લગ્ન કરનાર પરિણીતાને ઢોર માર મારવામાં…
છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં નાની ઉંમરના વ્યક્તિમાં હાર્ટ એટેકના બનાવો વધ્યા છે. લગ્નમાં નાચતી વખતે, ક્રિકેટ રમતી વખતે, વાહન ચલાવતી વખતે કે પછી જીમમાં કસરત કરતી વખતે હાર્ટ એટેક આવવાની સાથે જ સ્થળ પર જ મૃત્યુના કિસ્સાઓ દિવસેને દિવસે સામે આવી રહ્યા છે. ત્યારે વડોદરાની સ્જી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વધુ એક વિદ્યાર્થીનું હાર્ટ એટેકથી મોત થયું છે. સ્જી યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીમાં અભ્યાસ કરતા પાટણના વિદ્યાર્થીનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું છે. મળતી માહિતી અનુસાર સ્જીેંના સાયન્સ ફેકલ્ટીમાં ઝુઓલોજીમાં અભ્યાસ કરતો દીપ ચૌધરી નામનો વિદ્યાર્થી બોયઝ હોસ્ટેલમાં મિત્રો સાથે વાત કરતા કરતા અચાનક ઢળી પડ્યો હતો. જે બાદ તેના મિત્રો તેને સયાજી…
સમગ્ર રાજ્યમાં ‘ મેરી મીટ્ટી, મેરા દેશ ‘ કાર્યક્રમની જીલ્લા, તાલુકા તેમજ ગ્રામ્ય કક્ષાએ ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે જામનગર શહેરમાં ‘મેરી મીટ્ટી, મેરા દેશ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સાંસદ, ધારાસભ્ય અને મેયર વચ્ચે મામલો બિચકતા ઉગ્ર બોલાચાલી થવા પામી હતી. ત્યારે જાહેર કાર્યક્રમમાં ત્રણેય મહિલાઓ વચ્ચે તું…તું..મૈ…મૈ.. સર્જાતા સમગ્ર મામલો ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો. જામનગરમાં કાર્યક્રમમાં થયેલ બોલાચાલીનો મામલો ગાંધીનગર કમલમ ખાતે પહોંચતા મોવડી મંડળ પોતાનાં સંપર્ક સૂત્રથી સમગ્ર મામલાની તપાસમાં લાગી ગયું હતું. જામનગરમાં રિવાબા અને પૂનમ માડમ તેમજ મેયર વચ્ચેની તીખી બોલાચાલીની ઘટનાની પ્રદેશ અધ્યક્ષે નોંધ લીધી. સુરતમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.…
અમદાવાદનાં ઈસ્કોન બ્રિજ અકસ્માતમાં ૯ લોકોનાં મોત બાદ વડોદરા મહાનગર પાલિકા હરતકમાં આવી છે. મ્યુનિસપલ કમિશ્નર દ્વારા વડોદરા શહેરનાં ૧૦ ફ્લાયઓવર બ્રિજ પર CCTV લગાવવાનો મહત્વનો ર્નિણય લીધો છે. સૌ પ્રથમ શહેરનાં ૧૦ બ્રિજ પર CCTV લગાવાશે. શહેરનાં ૧૦ બ્રિજ પર પોલ લગાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. તેમજ દરેક પોલ પર ૪ સીસીટીવી લગાવવામાં આવશે. પ્રથમ તબક્કામાં ૭૫ થી વધુ કેમેરા ફ્લાયઓવર બ્રિજ પર લગાવાશે. આ બાબતે વડોદરા મ્યુનિ. કમિશ્નર દિલીપ રાણાએ જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટ શહેરીજનોની સુરક્ષાની દ્રષ્ટિએ મહત્વનો પ્રોજેક્ટ છે. ૧૦ ફ્લાય ઓવર પર ૭૫ થી વધુ કેમેરા મુકાશે. સીસીટીવી કેમેરા લગાવવાથી ગુનાહિત પ્રવૃતિઓ અટકાવી…
એશિયા કપ ૨૦૨૩ માટે ભારતીય ક્રિકેટ ટીમની પસંદગી ચાલી રહી છે. વન-ડે વર્લ્ડ કપ પહેલા એશિયા કપ એક મોટી ટુર્નામેન્ટ છે અને ટીમ ઈન્ડિયા હજુ સુધી સ્થિર ટીમ તૈયાર કરી શકી નથી. પ્લેઈંગ ઈલેવન હોય કે કોમ્બિનેશન, ભારતીય ટીમ દરેક સ્તરે સંઘર્ષ કરી રહી છે. સુકાની રોહિત શર્મા સાથે કોણ ઓપનિંગ કરશે તે સૌથી મોટો સવાલ છે. ઈશાન કિશન અને શુભમન ગિલ આ રોલ માટે પ્રબળ દાવેદાર છે. આ દરમિયાન ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કોચ રવિ શાસ્ત્રીએ આગામી એશિયા કપ ૨૦૨૩ અને ૈંઝ્રઝ્ર મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ પર મોટું નિવેદન આપ્યું છે. રવિ શાસ્ત્રીએ સ્પષ્ટ કહ્યું કે શિખર ધવનને તે…
ભારતનું મહત્વાકાંક્ષી મૂન મિશન ચંદ્રયાન-૩ આજે પોતાના એક મહત્વના તબક્કામાં પહોંચી ગયું છે. અંતરિક્ષ યાનથી લેન્ડર વિક્રમ સફળતાપૂર્વક અલગ થઈ ગયું છે. ઈસરોના જણાવ્યા પ્રમાણે હવે ૨૩ ઓગ્સટે સાંજે ૫.૪૫ પર લેન્ડરનું ચંદ્રની સપાટી પર લેન્ડિંગ કરાવવાનો પ્રયાસ કરવામાં આવશે. આ પહેલા ચંદ્રયાન-૩એ પાંચમી અને અંતિમ કક્ષામાં સફળતાપૂર્વક પ્રવેશ કર્યો હતો. લેન્ડિંગ બાદ લેન્ડરમાંથી છ પૈડાનું રોવર બહાર નીકળશે જે એક ચંદ્ર દિવસ એટલે કે ધરતીના ૧૪ દિવસ ત્યાં પ્રયોગ કરશે. આ સાથે એક રસપ્રદ વાત એ છે કે વિશ્વની નજર તે વાત પર ટકેલી છે કે ભારતનું ચંદ્રયાન-૩ અને રશિયાનું લૂના-૨૫માંથી કોનું મિશન ચંદ્ર પર પ્રથમ લેન્ડિંગ કરશે. પ્રોપલ્શનથી…
ભરૂચ શહેરના નર્મદા એપાર્ટમેન્ટ વિસ્તારમાં વહેલી સવારે જર્જરિત ઇમારત ધરાશાયી થતા નિંદ્રાધીન પરિવાર કાટમાળમાં દબાયો હતો. સ્થાનિકોએ પાલિકા ફાયરબ્રિગેડની મદદથી પરિવારજનોને બહાર કાઢ્યા હતા. જે પૈકી એકનું મોત નીપજ્યું હતું. ઉલ્લેખનીય છે કે નર્મદા એપાર્ટમેન્ટની બિલ્ડીંગ જર્જરિત હોવાનો વિવાદ લાંબા સમયથી ચાલી રહ્યો છે. ભરૂચ નગરપાલિકા એક સત્તવાર યાદી જાહેર કરી દરવર્ષે જર્જરિત ઇમારતના માલિકોને પોતાનું મકાન ખાલી કરી ઉતારી લેવા નોટિસ આપે છે. આ નોટીસ બાદ પાલિકા પોતાની જવાબદારી પૂર્ણ થવાનો સંતોષ માની લે છે. મકાનમાલિકો પણ તંત્રની કોઈ કડક કાર્યવાહી થતી ન હોવાથી વાતને ગંભીરતાથી લેતા નથી જેના આજની ઘટના જેવા માઠા પરિણામ સામે આવે છે. વહેલી સવારે…
કહેવાય છેકે, બધા ભગવાન અને દેવી-દેવતાઓમાં મહાદેવ સૌથી દયાળુ અને ભોળા છે. તેથી તેમને ભોળાનાથ પણ કહેવામાં આવે છે. શિવ શંભુ તેમની પાસે આવનારા ભક્તોના તમામ દુખડા હરી લે છે. અને દરેકના મનની મનોકામના પુરી કરે છે. આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો હતો. પવિત્ર શ્રાવણ મહિનાની શરૂઆત થતા જ શિવાલયો હર હર મહાદેવના નાદથી ગૂંજી ઉઠ્યા હતા. શિવ મંદિરોમાં પૂજા અર્ચના કરવામાં આવી રહી છે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં શ્રાવણ માસમાં માનવ મહેરામણ ઉમટ્યું હતું. સોમનાથ મહાદેવના દર્શન કરવાથી પાપનો નાશ થાય છે. સોમનાથ મંદિરે વહેલી સવારે ૪ વાગ્યાથી શ્રદ્ધાળુઓ દર્શન માટે આવી પહોંચ્યા હતા. અમદાવાદમાં આવેલ શિવ મંદિરમાં પણ…