સમગ્ર રાજ્યમાં ‘ મેરી મીટ્ટી, મેરા દેશ ‘ કાર્યક્રમની જીલ્લા, તાલુકા તેમજ ગ્રામ્ય કક્ષાએ ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે જામનગર શહેરમાં ‘મેરી મીટ્ટી, મેરા દેશ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સાંસદ, ધારાસભ્ય અને મેયર વચ્ચે મામલો બિચકતા ઉગ્ર બોલાચાલી થવા પામી હતી. ત્યારે જાહેર કાર્યક્રમમાં ત્રણેય મહિલાઓ વચ્ચે તું…તું..મૈ…મૈ.. સર્જાતા સમગ્ર મામલો ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો.
જામનગરમાં કાર્યક્રમમાં થયેલ બોલાચાલીનો મામલો ગાંધીનગર કમલમ ખાતે પહોંચતા મોવડી મંડળ પોતાનાં સંપર્ક સૂત્રથી સમગ્ર મામલાની તપાસમાં લાગી ગયું હતું. જામનગરમાં રિવાબા અને પૂનમ માડમ તેમજ મેયર વચ્ચેની તીખી બોલાચાલીની ઘટનાની પ્રદેશ અધ્યક્ષે નોંધ લીધી. સુરતમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની પ્રેસકોન્ફરન્સ યોજાઇ. જેમાં રિવાબા અને પૂનમ માડમની રકઝક વિશે તેમને પુછાતાં તેમણે જણાવ્યું કે સમગ્ર મામલે તેઓ માહિતી મેળવી રહ્યા છે.
જે બાદ આ અંગે પ્રદેશ સંગઠન સાથે વિમર્શ કરવામાં આવશે. મહત્વનું છેકે ચપ્પલ ઉતારવા જેવી બાબતે સાંસદ પૂનમ માડમના નિવેદન બાદ રિવાબા જાડેજા સાંસદ પૂનમ માડમ અને મેયર બીનાબેન પર ગુસ્સે થયા હતા. જેનો વીડિયો વાયરલ થતાં સમગ્ર પ્રદેશના રાજકારણમાં આ અંગે ચર્ચા શરૂ થઇ હતી.
જામનગરમાં ધારાસભ્ય-મેયર વચ્ચે થયેલ બોલાચાલી બાદ કોંગ્રેસનાં પ્રવક્તા ર્ડા. મનિષ દોશીએ પ્રતિક્રિયા આપી હતી. કોંગ્રેસ પ્રવક્તાએ જણાવ્યું હતું કે જામનગરનાં જનપ્રતિનિધિ જનતાનો ભરોસો તોડી રહ્યા છે. જામનગરની ઘટનાં વર્ચસ્વ સ્થાપિત કરવાની લડાઈ હોય તેવું લાહે છે. જામનગરની જનતાનાં પ્રશ્નોની લડાઈ નથી લડતા.
જામનગરમાં ધારાસભ્ય-મેયર વચ્ચે થયેલ બોલાચાલી મામલે મેયરને પૂછતા બીનાબેન કોઠારીએ આ બાબતે કહ્યું હતું કે, આ અમારો ભાજપનો પારિવારિક મામલો છે. હું આ અંગે કોઈ કોમેન્ટ નહી કરૂ.