પોતાની ઓળખ યુકેના હાર્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે આપનારા એક ગઠિયાએ ગુજરાતની ૨૨ જેટલી ભણેલી-ગણેલી અને સારા ઘરની મહિલાઓને પોતાની પ્રેમજાળમાં ફસાવીને તેમની પાસેથી સાડા ચાર કરોડ રૂપિયા જેટલી મસમોટી રકમ પડાવી હોવાની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અમદાવાદની એક મહિલા ડોક્ટર પણ આ ઠગનો શિકાર બની હતી, જેની પાસેથી તેણે ૧૮ લાખ રૂપિયા પડાવ્યા હતા. આ મહિલા ડોક્ટરને એમ હતું કે તે પોતાના સંપર્કમાં આવેલા યુકેના ડોક્ટર સાથે પરણીને ત્યાં સેટલ થઈ જશે, પરંતુ આ ગઠિયાને ટૂકડે-ટૂકડે ૧૮ લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા બાદ તેની સાથે સંપર્ક કપાઈ જતાં મહિલાને પોતે છેતરાઈ હોવાનો અહેસાસ થયો હતો. આ મામલે તેણે પોલીસનો સંપર્ક…
Author: Shukhabar Desk
ઈન્દોરમાં પાળતું કૂતરાને લઈને બે વ્યક્તિઓ વચ્ચે થયેલી તકરારે જાણે હિંસક રૂપ ધારણ કર્યું હોય તેમ બે લોકોએ જીવ ગુમાવવા પડ્યા છે. પોલીસે જણાવ્યું છે કે ઈન્દોરમાં ગુરૂવારે આ ઘટના બની હતી. જેમાં રાજપાલ સિંહ રાજાવત નામના એક વ્યક્તિએ પોતાના ઘરની બાલ્કનીમાંથી ઓપન ફાયરિંગ કર્યું હતું જેમાં બે લોકોના મોત થયા હતા અને છ લોકોને ઈજા થઈ હતી. રાજપાલ સિંહ રાજાવાત સિક્યોરિટી ગાર્ડ તરીકે નોકરી કરે છે અને પોતાના પાળતું કૂતરાને લઈને થયેલી તકકારમાં તેણે બે લોકોને ઠાર માર્યા છે. રાજાવત અને તેમના ૩૫ વર્ષીય પાડોશી વિમલ અચાલા ગુરૂવારે રાત્રે ૧૧ વાગ્યાની આસપાસ ક્રિષ્નાબાગ કોલોનીમાં એક સાંકડી લેન પરથી પોત-પોતાના…
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાંથી તાજેતરમાં ડિમર્જ થયેલી કંપની જિયો ફાઈનાન્શિયલ સર્વિસિસના શેર ૨૧ ઓગસ્ટે શેરબજારમાં લિસ્ટ થવાના છે. જે શેરધારકો પાસે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેર છે તેમને ૧ઃ૧ના રેશિયોમાં જિયો ફાઈનાન્શિયલ સર્વિસિસના શેર મળ્યા છે અને ગયા અઠવાડિયે જ તેમના ડિમેટ એકાઉન્ટમાં શેર જમા થઈ ગયા છે. એટલે કે ૨૦ જુલાઈની રેકોર્ડ ડેટ પર જે લોકો પાસે રિલાયન્સ ઈન્ડ.ના શેર હતા તેમને તેટલી જ સંખ્યામાં JFSL શેર મળશે. BSE એ જણાવ્યું કે ૧૦ ટ્રેડિંગ દિવસ સુધી આ શેર ટ્રેડ-ફોર-ટ્રેડ સેગમેન્ટમાં હશે અને સોમવારે JIOFIN ના સિમ્બોલ સાથે તેમાં ટ્રેડિંગ શરૂ થઈ જશે. રેકોર્ડ ડેટ પર સ્પેશિયલ પ્રાઈસ ડિસ્કવરી સેશન યોજાયું હતું જેમાં આ…
છેલ્લા ૧૦૦ વર્ષમાં સૌથી ઓછો વરસાદ ઓગસ્ટ ૨૦૨૩માં જાેવા મળી શકે છે. અલ નીનોની અસરને કારણે દેશના ઘણા રાજ્યોમાં ચોમાસાના વરસાદમાં ભારે ઉણપ જાેવા મળી રહી છે. રોયટર્સે તેના અહેવાલમાં હવામાન વિભાગના બે અધિકારીઓને ટાંકીને જણાવ્યું છે કે ૧૯૦૧ પછી દેશમાં ઓગસ્ટ ૨૦૨૩માં સૌથી ઓછો વરસાદ થવાની ધારણા છે. વરસાદના અભાવે ખાદ્યપદાર્થોના ફુગાવામાં ઉછાળો જાેવા મળી શકે છે. કારણ કે વરસાદના અભાવે ખરીફ પાકોના ઉત્પાદનને અસર થવાની સંભાવના છે. આ ખરીફ સિઝનમાં ચોખાથી લઈને સોયાબીનના ઉત્પાદનમાં ઘટાડો થઈ શકે છે. ઓછો વરસાદ આવતા રવી સિઝનમાં ઉગાડવામાં આવતા પાકના ઉત્પાદનને અસર કરી શકે છે, જેમાં ઘઉં અને સરસવનો સમાવેશ થાય છે.…
બળાત્કાર પીડિતાની ગર્ભપાતની માંગણી કરતી તેણીની અરજીને 12 દિવસ માટે ટાળવા બદલ સુપ્રીમ કોર્ટે શનિવારે ગુજરાત હાઈકોર્ટની ભારે ઝાટકણી કાઢી હતી અને કહ્યું હતું કે આવા મામલાઓનો ઝડપથી નિકાલ થવો જોઈએ, શિથિલતા નહીં. ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી મોકૂફ રાખવાનો આદેશ 17 ઓગસ્ટે પસાર કરવામાં આવ્યો હતો. જસ્ટિસ બી વી નાગરત્ન અને જસ્ટિસ ઉજ્જલ ભુઈયાની બેંચે, ગુજરાતના એક કેસમાં ‘વિશેષ સુનાવણી’ હાથ ધરતી વખતે, ભરૂચ સ્થિત મેડિકલ બોર્ડ તરફથી ગર્ભને સમાપ્ત કરવાની સંભાવનાને સુનિશ્ચિત કરવા માટે નવો રિપોર્ટ તૈયાર કરવાનો નિર્દેશ આપ્યો હતો. સોમવારે આગામી સુનાવણી બેન્ચે કહ્યું કે તે સોમવારે આગામી સુનાવણીમાં આ અંગે વિચારણા કરશે. પીડિતાના વકીલે ખંડપીઠ સમક્ષ રજૂઆત…
સોશિયલ મીડિયા પર અભદ્ર પોસ્ટના મામલાની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કડકાઈ દાખવી છે. શુક્રવારે સુપ્રીમ કોર્ટે કહ્યું કે આવી પોસ્ટ પર આરોપીઓને સજા કરવી જરૂરી છે. આવા કિસ્સાઓમાં, ફક્ત માફી માંગવાથી ફાયદો થશે નહીં. આવા લોકો ફોજદારી કાર્યવાહીમાંથી છટકી શકતા નથી. જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ પ્રશાંત કુમારની બેન્ચે સોશિયલ મીડિયા પર અભદ્ર પોસ્ટને લઈને દાખલ કરવામાં આવેલી અરજીની સુનાવણી દરમિયાન આ વાત કહી. કોર્ટે સાંભળ્યું કે તમિલ ફિલ્મ અભિનેતા અને ભાજપના ભૂતપૂર્વ ધારાસભ્ય 72 વર્ષીય એસ.વે શેખર (72)એ મહિલા પત્રકારો વિશે સોશિયલ મીડિયા પર અભદ્ર પોસ્ટ લખી હતી. આ પછી તેની સામે કેસ નોંધવામાં આવ્યો હતો. પૂર્વ ધારાસભ્ય વતી…
રાજકોટમાં બંગાળી સમાજ માટે વિવાદિત ટિપ્પણી અને વીડિયો વાયરલથી ગુજરાતમાં રહેતા બંગાળીમાં ભયનો માહોલ છવાયો છે, ત્યારે સુરતમાં પણ ૭૦ હજાર જેટલા બંગાળી વસે છે. વીડિયોને લઇ તેમના પરિવારમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ઘટનાને લઇ સુરતમાં રહેતા અને જ્વેલર્સ મેકિંગનું કામ કરતા બંગાળીઓએ આજે સુરત GJEPC ખાતે બેઠક બોલાવી હતી અને ત્યાં ઘટનાને લઇ ચર્ચા કરવામાં આવી હતી. હવે બંગાળી સમાજ દ્વારા પોલીસને પણ રજુઆત કરવામાં આવશે. રાજકોટમાં હાલ છ્જી એ બંગાળ કેટલાક આંતકવાદીને ઝડપી પાડ્યા હતા. ત્યારબાદ મામલો ગરમાયો હતો. આ ઘટનાનો લાભ લઈ કેટલાક ટીખરખોરોએ સમાજમાં અરાજકતા ફેલાવવા એક વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. જેમાં…
સીસીટીવી, સ્પાઈ કેમેરા જેવી આધુનિક ટેકનલોજીથી આજના સમયના અનેક લાભ છે, પરંતુ જ્યારે આવી ટેકનોલોજી શેતાની માનસિકતા વાળા ગુનેગાર ના હાથમાં આવે છે ત્યારે તે સમાજમાં ચારે તરફ અસુરક્ષાની પરિસ્થિતિ ઊભી કરે છે. આવો જ એક કિસ્સો સામે આવ્યો છે ગીર સોમનાથના વેરાવળમાંથી જ્યાં એક મહિલાના પોતાની માલિકીના ઘરમાં તેના પાડોશીએ લગાવેલ ગુપ્ત સ્પાય કેમેરા મળી આવતા સમગ્ર પરિવાર ચિંતામાં મુકાઈ અને પોલીસ સ્ટેશને દોડી ગયો હતો હોટલ કે બહારના સ્થળો પર આ પ્રકારના સ્પાય કેમેરા મળી આવવાની ઘટના આપણે સૌએ સાંભળી છે પણ… પોતાની માલિકીના ઘરના બાથરૂમમાં સ્પાઇ કેમેરા હોવાનો ખ્યાલ તો કોઈને સપનામાં પણ ન આવે… ગીર સોમનાથના…
જાફરાબાદ તાલુકાના હેમાળ ગામ નજીક ભાજપ અગ્રણી જુગાર રમતા ઝડપાતા રાજકારણ ગરમાયું છે. અમરેલી જીઁની ટીમ લોકલ ક્રાઇમ બ્રાન્ચએ મોડી રાતે વાડી વિસ્તારમાં દરોડો પાડ્યો હતો. જેમાં જિલ્લા પંચાયતના મહિલા સદસ્યના પતિ દેવજી પડસાળા સહિત ૬ જેટલા ઈસમો જુગાર રમતા ઝડપાયા હતા. આ ઉપરાંત ૨ ઈસમો પોલીસ રેડ દરમિયાન નાસી છૂટ્યા હતા. જાફરાબાદ તાલુકાના ભાજપ અગ્રણી અને જીલ્લા પંચાયતના મહિલા સદસ્યના પતિ જુગાર રમતા ઝડપાતા ખળભળાટ મચ્યો છે. કાર, બાઇક મળી રૂ.૫,૨૦,૪૩૦નો મુદામાલ પોલીસે કબજે કર્યો છે. અમરેલી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમએ જુગાર રમતા ઝડપી પાડી જુગાર ધારા હેઠળ નાગેશ્રી પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધ્યો છે. તમને જણાવી દઈએ કે, સૌરાષ્ટ્ર…
વરાછા વિસ્તારમાં આ ઘટના સામે આવી છે. જ્યાં એક કરિયાણાના દુકાનદાર ને ચપ્પુ બતાવીને તેલના ડબ્બાની લૂંટ કરાઈ હતી. બાળક અને મહિલા ગ્રાહકોની હાજરીમાં જ દુકાનદાર પર અણીદાર ચપ્પા વડે હુમલો કરવાનો પ્રયાસ પણ આવ્યો હતો. સુરત શહેરમાં ચપ્પાની અણીએ તેલના ડબ્બાનૂ લૂંટ કરાઈ હોવાની ઘટના સામે આવી છે. વધતી મોંઘવારી હવે ચોરોના માથે પણ હાવી થઈ હોય એવી આ ઘટના સામે આવી છે. આમ તો હાલમાં ટામેટાની લૂંટના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે, ત્યાં હવે તેલના ડબ્બા દુકાનમાં ઘૂસીને લૂંટી ગયા હતા. સુરત શહેરમાં આવેલા વરાછા વિસ્તારમાં આ ઘટના સામે આવી છે. જ્યાં દુકાનનુ શટર લુંટારુએ બંધ કરીને ધમકીઓ…