જાફરાબાદ તાલુકાના હેમાળ ગામ નજીક ભાજપ અગ્રણી જુગાર રમતા ઝડપાતા રાજકારણ ગરમાયું છે. અમરેલી જીઁની ટીમ લોકલ ક્રાઇમ બ્રાન્ચએ મોડી રાતે વાડી વિસ્તારમાં દરોડો પાડ્યો હતો. જેમાં જિલ્લા પંચાયતના મહિલા સદસ્યના પતિ દેવજી પડસાળા સહિત ૬ જેટલા ઈસમો જુગાર રમતા ઝડપાયા હતા. આ ઉપરાંત ૨ ઈસમો પોલીસ રેડ દરમિયાન નાસી છૂટ્યા હતા. જાફરાબાદ તાલુકાના ભાજપ અગ્રણી અને જીલ્લા પંચાયતના મહિલા સદસ્યના પતિ જુગાર રમતા ઝડપાતા ખળભળાટ મચ્યો છે. કાર, બાઇક મળી રૂ.૫,૨૦,૪૩૦નો મુદામાલ પોલીસે કબજે કર્યો છે. અમરેલી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમએ જુગાર રમતા ઝડપી પાડી જુગાર ધારા હેઠળ નાગેશ્રી પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધ્યો છે. તમને જણાવી દઈએ કે, સૌરાષ્ટ્ર વિસ્તારમાં શ્રાવણ મહિનામાં જુગાર રમવાના બનાવો આ પહેલા પણ સામે આવી ચૂક્યા છે. જન્માષ્ટમીના તહેવારો પર મોટી સંખ્યામાં લોકો સૌરાષ્ટ્રમાં જુગાર રમે છે. આ મામલે પોલીસે ઘણીવાર કામગીરી કરી જુગારીઓને ઝડપી પણ પાડ્યા છે.