ભારતીય અવકાશ સંશોધન દ્વારા મોકલવામાં આવેલ ચંદ્રયાન-૩ બે દિવસ પછી એટલે કે ૨૩ ઓગસ્ટે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ કરશે. મજાની વાત એ છે કે માણસ સતત ચંદ્રની નજીક જવાનો પ્રયત્ન કરતો રહે છે. તે જ સમયે, ચંદ્ર દર વર્ષે ધીમે ધીમે પૃથ્વીથી દૂર જઈ રહ્યો છે. ચંદ્ર પૃથ્વીથી દૂર જવાની પ્રક્રિયા લાખો વર્ષોથી ચાલી રહી છે. જાેકે, ખગોળશાસ્ત્રીઓને લગભગ ૬૦ વર્ષ પહેલા આ વિશે માહિતી મળી હતી. હવે વૈજ્ઞાનિકોએ ચંદ્રને દૂર કરવાની ગતિ અને તેની અસરનો અંદાજ લીધો છે. ખગોળશાસ્ત્રીઓના મતે, ચંદ્ર દર વર્ષે પૃથ્વીથી લગભગ ૩.૮ સેમી દૂર જઈ રહ્યો છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, તેનું કારણ…
Author: Shukhabar Desk
રાષ્ટ્રીય રાજધાનીમાં હળવા વરસાદ સાથે વીજળી પડવાની સંભાવના છે. આ સિવાય ૨૩ ઓગસ્ટ બુધવારે પણ ભારે વરસાદની સંભાવના છે. ૨૪ ઓગસ્ટ, ગુરુવારથી હવામાન સાફ થવાની ધારણા છે, જેના કારણે તાપમાનમાં વધારો થઈ શકે છે. તેમજ મંગળવારે દિલ્હીનું મહત્તમ તાપમાન ૩૬ ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન ૨૭ ડિગ્રી સેલ્સિયસ રહેવાની ધારણા છે. મધ્યપ્રદેશમાં પણ ૧૫ ઓગસ્ટથી વરસાદની મોસમ શરૂ થઈ ગઈ છે. ચોમાસું ફરી એકવાર સક્રિય થવાને કારણે, મંગળવાર, ૨૨ ઓગસ્ટના રોજ રાજ્યના ઘણા જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની અપેક્ષા છે. છત્તીસગઢમાં પણ વરસાદની સંભાવના છે. મંગળવાર, ૨૨ ઓગસ્ટના રોજ રાજસ્થાનના કેટલાક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની અપેક્ષા છે. રાજ્યના જાેધપુર, બિકાનેર, ઝાલાવાડ,…
ક્વોલિટી એજ્યુકેશન માટે ભારતથી કેનેડા જઈ રહેલા યુવાનોની સંખ્યા દર વર્ષે વધતી જાય છે. કેનેડા અત્યારે ભારતીય સ્ટુડન્ટ્સ માટે એક ફેવરિટ દેશ બની ગયો છે. પરંતુ તેના કારણે સ્થિતિ એવી સર્જાઈ છે કે કેનેડામાં પણ તકલીફો વધી રહી છે. ભારતથી કેનેડા ગયેલા યુવાનોને જાેબ મળવી તો મુશ્કેલ છે જ, સાથે સાથે હવે હાઉસિંગની પણ અછત પેદા થઈ છે. એક રીતે જાેવામાં આવે તો કેનેડામાં અત્યારે હાઉસિંગ ક્રાઈસિસ ચાલે છે અને તેના માટે વિદેશી સ્ટુડન્ટ્સની વધતી સંખ્યાને જવાબદાર ગણવામાં આવે છે. તેના કારણે કેનેડાએ સ્ટુડન્ટ વિઝાની સંખ્યા ઘટાડવા વિચારણા શરૂ કરી છે જેથી બહારના વિદ્યાર્થીઓની સંખ્યા ઘટાડી શકાય. કેનેડામાં સ્ટુડન્ટ્સના કારણે…
અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચની ટીમે ૨૫ લાખની ખંડણી અને અપહરણ કરવાના કેસમાં મહેસાણાના ૨ શખસની ધરપકડ કરી છે. બંને આરોપીઓએ પોલીસની ખોટી ઓળખ આપી મહેસાણાના વ્યક્તિનું અપહરણ કરી પરિવાર પાસે ૨૫ લાખ રૂપિયાની ખંડણી માંગી હતી. ત્યારબાદ આ મામલે વડનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. જાેકે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે માત્ર ૨૬ દિવસમાં આ ગુનાનો ભેદ ઉકેલી બંને આરોપીને દબોચી લીધા છે. ગત ૨૫ જુલાઈના રોજ જગદિશ કાન્તીજી ઠાકોર (રહે.સબલપુર, તા.વડનગર, જી.મહેસાણા) નું ૨ શખસો દ્વારા અપહરણ કરવામાં આવ્યું છે. જગદિશભાઈને તેમના ગામની બહારથી જ બંને શખસોએ પોલીસની ખોટી ઓળખ આપી સ્કોર્પીયો ગાડી નં.જીજે૭ એઆર ૭૬૩૧માં ઉઠાવી જઈ અપહરણ કરી લીધું…
કેનેડાના બ્રિટિશ કોલમ્બિયા પ્રાંતના જંગલોમાં લાગેલી આગ વિકરાળ સ્વરુપ ધારણ કરી રહી છે.તેના પર હજી સુધી કાબૂ મેળવી શકાયો નથી.ઝડપથી ફેલાઈ રહેલી આગ પર કાબૂ મેળવવા માટે કેનેડાની સરકારે સેનાને તૈનાત કરવાનો ર્નિણય લીધો છે. આ આગના કારણે અત્યાર સુધી બ્રિટિશ કોલમ્બિયા પ્રાંતમાંથી ૩૫૦૦૦થી વધારે લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની ફરજ પડી છે.બીજી તરફ આ રાજ્યની સરકારે ઈમરજ્ન્સી લાગુ કરી દીધી છે.જેના કારણે બચાવ કામગીરી કરી રહેલા અધિકારીઓને આગ પર નિયંત્રણ મેળવવા માટે વધારે અધિકારો મળ્યા છે. કેનેડાના વાનકુવરથી ૨૦૦ કિલોમીટર દુર આવેલા શહેર કેલોવનામાં સૌથી પહેલા આગ લાગી હતી.એ પછી આગ અલગ અલગ જગ્યાએ ફેલાતી ગઈ હતી અને બ્રિટિશ કોલમ્બિયા…
પાકિસ્તાનમાં કાર્યકારી સરકારના રાજમાં એક પછી એક ધરપકડો થઈ રહી છે. પાકિસ્તાનના પૂર્વ વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશી ગઈકાલથી જેલમાં છે.સાથે સાથે પૂર્વ માનવાધિકાર મંત્રી શિરિન મઝારીએ પોતાની પુત્રીનુ પોલીસે અપહરણ કર્યુ હોવાનો આરોપ છે. હવે પાકિસ્તાનમાં લઘુમતીમાં આવતા અહેમદિયા સમુદાયના ૬ લોકોની એટલા માટે ધરપકડ કરવામાં આવી છે કે તેમણે પોતાને મુસ્લિમ ગણાવ્યા હતા.પાકિસ્તાને ૧૮૭૪માં એક કાયદો બનાવીને અહેમદિયા સમુદાયને બિન મુસ્લિમ જાહેર કરી દીધો હતો. આ કાયદાની જાેગવાઈ પ્રમાણે અહેમદિયા સમુદાયના લોકો જાે પોતાને મુસ્લિમ ગણાવે તો તેમને ત્રણ વર્ષની કેદ અને દંડની જાેગવાઈ છે. બીજી તરફ અહેમદિયા સમુદાયના સંગઠન જમાત એ અહેમદિયાએ ૬ લોકોની ધરપકડનો વિરોધ કરીને…
ઈટાલીના ચાર ટુરિસ્ટે અલ્બેનિયામાં પોતાના દેશની આબરુના ધજાગરા કર્યા છે. આ ટુરિસ્ટ એક રેસ્ટોન્ટમાં જમવા ગયા હતા અને બિલ ચુકવ્યા વગર જ રવાના થઈ ગયા હતા. આ મામલો સ્થાનિક સ્તરે ભારે ચર્ચાનો વિષય બન્યા બાદ આલ્બેનિયાની સરકારે ઈટાલીની સરકાર સમક્ષ ફરિયાદ કરી હતી. ઈટાલીના પીએમ જ્યોર્જિયા મેલોની સુધી આ વાત પહોચી હતી. એ પછી તેમણે આલ્બેનિયા સ્થિત ઈટાલીની એમ્બેસીને ચાર પર્યટકોનુ બિલ ભરવા માટે આદેશ આપ્યો હતો અને આ પર્યટકોને બેવકૂફ પણ ગણાવ્યા હતા. ઈટાલીના પીએમના આદેશની આખી દુનિયામાં ચર્ચા થઈ રહી છે. આ પહેલા અલ્બેનિયાના પીએમ એ ડી રામાએ પોતાની ઈટાલીની મુલાકાત દરમિયાન ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની સાથે કરેલી…
ક્યારેક શરદ પવારના નજીકના રહેવા દિલીપ વલસે પાટિલે તેમના એક નિવેદનમાં કંઈક એવું કહ્યું કે જેનાથી શરદ પવારના સમર્થકો નારાજ થઈ શકે છે. ખરેખર દિલીપ વલસે પાટિલે શરદ પવારના રાજકીય કદ સામે સવાલો ઊઠાવ્યા હતા અને કટાક્ષ કરતાં કહ્યું કે શરદ પવાર ક્યારેય પોતાના જાેરે રાજ્યમાં સરકાર બનાવી શક્યા નથી. પાટિલે એમ પણ કહ્યું કે રાજ્યના રાજકારણમાં ટૂંક સમયમાં ભૂકંપ આવશે. અહેવાલ અનુસાર પૂણે જિલ્લામાં પોતાના મતવિસ્તાર અંબેગામના માચરમાં આયોજિત એક કાર્યક્રમમાં પાટિલે કહ્યું કે અમને હંમેશા એવું કહેવાતું હતું કે પવાર સાહેબ દેશના સૌથી મોટા નેતા છે પણ બીજી બાજુ તેમના નેતૃત્વમાં પાર્ટીએ ક્યારેય મહારાષ્ટ્રમાં પોતાના જાેરે સત્તા નથી…
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ભારત દ્વારા કેટલીક અમેરિકન પ્રોડક્ટ્સ પર ઊંચા ટેક્સનો મુદ્દો ઉઠાવ્યો છે. તેમણે ધમકી આપી છે કે જાે તેઓ આવતા વર્ષે સત્તામાં પાછા આવશે તો ભારત પર ટેક્સ લગાવશે. ઉલ્લેખનીય છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકેના તેમના પ્રથમ કાર્યકાળ દરમિયાન ટ્રમ્પે ભારતને ટેરિફ કિંગ ગણાવ્યું હતું. મે ૨૦૧૯માં, ભારતની જનરલાઇઝ્ડ સિસ્ટમ ઓફ પ્રેફરન્સીસને ભારતે યુનાઇટેડ સ્ટેટ્સને તેના બજારોમાં સમાન અને વાજબી પ્રવેશ ન આપવાનું કારણ આપીને સમાપ્ત કરવામાં આવ્યું હતું. ટ્રમ્પે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, તેમણે ભારતમાં ટેક્સના દરમાં ધરખમ ઘટાડો કર્યો છે, જ્યારે ભારત અહીં ખૂબ ઊંચા ટેક્સ લાદે છે. તેમણે કહ્યું કે,…
ભારતના યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ એટલે કે યુપીઆઈનો ઉપયોગ વિશ્વના તમામ દેશોમાં થઈ રહ્યો છે. ભારત સરકાર પણ યુપીઆઈને તેની સૌથી મોટી ઉપલબ્ધિઓમાંની એક માને છે. ભારતનો યુપીઆઈપસંદ કરનારાઓની લિસ્ટમાં જર્મની પણ સામેલ થઈ ગયું છે. જી૨૦ સમિટમાં ભાગ લેવા આવેલા જર્મનીના ડિજિટલ અને ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર વોલ્કર વિસિંગે તેને ભારતની સફળતા ગણાવી છે. જર્મનીના યુનિયન ડિજિટલ અને ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર વોલ્કર વિસિંગે યુપીઆઈનો ઉપયોગ કરીને પેમેન્ટની સરળતાનો અનુભવ કર્યો અને તેઓ તેના ફેન બની ગયા હતા. વોલ્કર વિસિંગે ૧૯ ઓગસ્ટે બેંગલુરુમાં જી૨૦ ડિજિટલ મંત્રીઓની બેઠકમાં હાજરી આપી હતી અને ગઈકાલે બેંગલુરુની શેરીઓમાં ફરવા નીકળ્યા હતા. અહીં તેમણે શાકમાર્કેટમાંથી શાકભાજી ખરીદ્યા અને તેના…