Author: Shukhabar Desk

અમેરિકાના વ્હાઈટ હાઈસ ખાતે બે ભારતીય અમેરિકન વૈજ્ઞાનિકોને રાષ્ટ્રપતિ જાે બાયડેન દ્વારા નેશનલ ટેક્નોલોજી એન્ડ ઈનોવેશન મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા. નેશનલ મેડલ ઓફ સાયન્સ એ રાષ્ટ્રનું સર્વોચ્ચ વૈજ્ઞાનિક સન્માન છે. અમેરિકિ રાષ્ટ્રપતિ જાે બાયડેને ગઈકાલે વ્હાઈટ હાઉસ માં બે ભારતીય અમેરિકન વૈજ્ઞાનિક અશોક ગાડગીલ અને સુબ્રા સુરેશ ને નેશનલ મેડલ ઓફ ટેકનોલોજી એન્ડ ઈનોવેશન અને નેશનલ મેડલ ઓફ સાયન્સ એનાયત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે આ વૈજ્ઞાનિકોએ જીવનરક્ષક તબીબી સારવારને સક્ષમ કરવા, એપીયોઈડ રોગચાળા સામે લડવામાં મદદ કરવા અને ખાદ્ય સુરક્ષામાં સુધારો કરવા વગેરે સહિત ઘણી શોધ કરી છે. નેશનલ મેડલ ઓફ સાયન્સ એ રાષ્ટ્રનું સર્વોચ્ચ વૈજ્ઞાનિક સન્માન છે,…

Read More

લાઈક્સની કુટેવ પાડી બાળકો અને કિશોરોનું માનસિક સ્વાસ્થ્ય ખરાબ કરવાના આરોપ હેઠળ મેટા પ્લેટફોર્મ તથા તેના હેઠળ આવતા ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ સામે અમેરિકાના લગભગ ૩૩ રાજ્યોએ કેસ દાખલ કર્યો છે. અહેવાલ અનુસાર માર્ક ઝુકરબર્ગની માલિકી હેઠળની આ કંપની સામે કેલિફોર્નિયાની ઉત્તર જિલ્લા કોર્ટમાં કેસ દાખલ કરનારાઓમાં કેલિફોર્નિયા, ન્યુયોર્ક, કોલારાડો જેવા રાજ્યો પણ સામેલ છે. આરોપ છે કે તેણે જાણીજાેઈને એવા ફીચર્સ તૈયાર કર્યા છે જેનાથી બાળકોને લાઈક્સની કુટેવ પડે. તેનાથી તેમનો આત્મવિશ્વાસ ઘટી રહ્યો છે. આ મામલે જુદા જુદા રાજ્યોના એટોર્ની જનરલના નેતૃત્વમાં તપાસ કરાયા બાદ દાખલ કરાયો હતો. કેસમાં એવું પણ કહેવાયું છે કે કંપની ૧૩ વર્ષથી નાની વયના…

Read More

સાઉથ આફ્રિકાએ ગઈકાલે વન-ડે વર્લ્ડ કપ ૨૦૨૩ની ૨૩મી મેચમાં બાંગ્લાદેશને ૧૪૯ રનના અંતરથી હરાવ્યું હતું. સાઉથ આફ્રિકા માટે ક્વિટન ડી કોકે શાનદાર ૧૭૪ રનની ઇનિંગ રમી હતી. આ સદી ફટકારતા સાથે જ ક્વિંટન ડી કોકે ૧૬ વર્ષ જૂનો રેકોર્ડ તોડી દીધો હતો. તે વિકેટકીપર બેટ્‌સમેન તરીકે વર્લ્ડકપમાં સૌથી મોટી ઇનિંગ રમનાર પ્રથમ ખેલાડી બની ગયો છે. તેણે ઓસ્ટ્રેલિયાના પૂર્વ વિકેટકીપર બેટ્‌સમેન એડમ ગિલક્રિસ્ટને પાછળ છોડી દીધો છે. એડમ ગિલક્રિસ્ટે વન-ડે વર્લ્ડ કપ ૨૦૦૭માં ૧૪૯ રનની ઇનિંગ રમી હતી. ક્વિંટન ડી કોકે ગઈકાલે શ્રીલંકા સામે ૧૭૪ રન બનાવીને આ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. વન-ડે વર્લ્ડ કપ ૨૦૨૩માં ડી કોકની…

Read More

ઉત્તર પ્રદેશના કાનપુરની એક સરકારી હોસ્પિટલમાં ૧૪ બાળકોને સંક્રમિત લોહી ચઢાવી દેવામાં આવ્યું હતું. ત્યારબાદ આ બાળકોને એચઆઈવીએઈડ્‌સ, હેપેટાઈટિસ બીઅને સીજેવી બીમારીઓ થઈ ગઈ છે. આ મુદ્દે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કેન્દ્ર અને યુપી સરકાર પર નિશાન સાધતા કહ્યું કે, ડબલ એન્જિનની સરકારે આરોગ્ય વ્યવસ્થાને પણ ડબલ બીમાર કરી નાખી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સપર તેમણ લખ્યું કે, ડબલ એન્જિનની સરકારે આરોગ્ય વ્યવસ્થાને પણ ડબલ બીમાર કરી નાખી છે. યુપીના કાનપુરમાં એક સરકારી હોસ્પિટલમાં થેલેસેમિયાના ૧૪ બાળકોને સંક્રમિત લોહી ચઢાવી દીધુ હતું. જેના કારણે બાળકોને એચઆઈવીએઈડ્‌સ, હેપેટાઈટિસ બીઅને સીજેવી ચિંતાજનક બીમારીઓ થઈ ગઈ છે. આ ગંભીર બેદરકારી શરમજનક છે. કોંગ્રેસ…

Read More

આગામી નવેમ્બર ડિસેમ્બરમાં ૫ રાજ્યોમાં લોકસભાની સેમિફાઈનલ કહેવાતી વિધાનસભા ચૂંટણીઓ યોજાવાની છે, જેનું હાલ ધમધોકાટ પ્રચાર અભિયાન ચાલી રહ્યું છે. આ ચૂંટણીઓ પૂર્ણ થયા બાદ ૨૦૨૪માં લોકસભા ચૂંટણીઓ યોજાવાની છે, જે માટે મોટાભાગના પક્ષોએ અત્યારથી જ યોજનાઓ ઘડવાની શરૂ કરી દીધી છે. તો કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પણ ચૂંટણીઓ પહેલા ખુબ જ સક્રિય જાેવા મળી રહ્યા છે. દરમિયાન રાહુલ અને જમ્મુ-કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિક મુલાકાત થઈ હતી, જેમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. બંને વચ્ચે ૨૮ મિનિટ સુધી થયેલી વાતચીત દરમિયાન મોદી સરકારનો પણ ઉલ્લેખ કરાયો હતો. કોંગ્રસ નેતા રાહુલ ગાંધીએ જમ્મુ-કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિક સાથે…

Read More

નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (એનસીઈઆરટી)ના પુસ્તકોમાં હવે ઈન્ડિયાનું નામ બદલીને ‘ભારત’ કરવામાં આવશે. એનસીઈઆરટીદ્વારા રચાયેલી સમિતિએ સર્વાનુમતે ર્નિણય લીધો છે. આ માટે એનસીઈઆરટીએ ૧૯ સભ્યોની રાષ્ટ્રીય અભ્યાસક્રમ અને અધ્યાપન સામગ્રી સમિતિ (એનએસટીસી)ની રચના કરવામાં આવી હતી. વિપક્ષી ગઠબંધને તેનું નામ બદલીને ઈન્ડિયારાખ્યા બાદ આ મુદ્દે સતત ચર્ચા ચાલી રહી છે. હવે સમાચાર છે કે ટૂંક સમયમાં એનસીઈઆરટીપુસ્તકોમાં દરેક જગ્યાએથી ઈડિયાશબ્દને બદલે ભારત શબ્દનો ઉપયોગ કરવામાં આવશે. એનસીઈઆરટીપેનલ સમક્ષ આને લગતો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો, જેને સર્વસંમતિથી સ્વીકારવામાં આવ્યો હતો. પેનલના સભ્યોમાંથી જણાવવામાં આવ્યુ હતું કે આ દરખાસ્ત થોડા મહિના પહેલા જ કરવામાં આવી હતી જેને હવે…

Read More

રાજસ્થાનના ભરતપુરમાં બે પક્ષો વચ્ચે વિવાદિત જમીનને લઈને ઝઘડો થઈ ગયો હતો. જેમાં એક યુવકની ટ્રેક્ટરથી કચડી હત્યા કરી નાખવામાં આવી. હેવાનિયતની તમામ હદો પાર કરતા એક વખત નહીં પરંતુ ૮ વખત યુવકને ટ્રેક્ટરથી કચડ્યો. પરિવારજનોએ યુવકને બચાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ ટ્રેક્ટર વાળાએ તેમની એક વાત ન માની. તે બસ તેજીથી યુવક ઉપર ટ્રેક્ટર ચલાવતો રહ્યો. બીજી તરફ લોકોએ આ સમગ્ર ઘટનાનો વીડિયો બનાવી લીધો. જે હવે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. બંને પક્ષો વચ્ચે જમીન મુદ્દે લડાઈ ચાલુ થઈ હતી. આ લડાઈમાં ૧૨ લોકો ઘાયલ પણ થઈ ગયા છે. આ તમામની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.…

Read More

ભારત અને કેનેડા વચ્ચે છેલ્લા કેટલાય દિવસોથી રાજદ્વારી તણાવ ચાલી રહ્યો છે જેની અસર બંને દેશોમાં નિકાસ-આયાત પર થવા લાગી છે. કેનેડા ભારતમાં સૌથી વધુ મસૂર દાળ નિકાસ કરે છે પરંતુ બંને દેશો વચ્ચે ચાલી રહેલા તણાવને કારણે કેનેડાથી મસૂરની આયાત માટે નવા કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા નથી. ભારત અને કેનેડા વચ્ચે ચાલી રહેલા તણાવની અસર બંને દેશોના વેપાર પર થવા લાગી છે. વેપારીઓને ડર છે કે જે રીતે બંને દેશો વચ્ચે વિવાદ વધી રહ્યો છે તેવામાં કોઈપણ દેશ બદલો લેવાની ભાવનામાં વધારાનો કર લગાવી શકે છે. જાે કે પહેલાથી જ હસ્તાક્ષર થયેલા કરાર હેઠળ જ દાળની જ ખરીદી…

Read More

દિવાળી પહેલા ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે. મોદી સરકારે ખેડૂતોને મોટી રાહત આપી છે. કેન્દ્રીય મંત્રીમંડળે આજે ચાલુ રવી સિઝનમાં ખેડૂતોને વ્યાજબી ભાવે ખાતર આપવા માટે પીએન્ડકેખાતરો પર રૂ. ૨૨,૩૦૩ કરોડની સબસિડી આપવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે મંત્રી મંડળની બેઠક બાદ મીડિયાને આ ર્નિણયની માહિતી આપી છે. મંત્રી મંડળે નાઈટ્રોજન, ફોસ્ફોરસ, પોટાશ અને સલ્ફર જેવા વિભિન્ન માટી પોષક તત્વો પર પોષણ આધારિત સબસિડી આપવાનો ર્નિણય કર્યો છે. આ સબસિડી ૧ ઓક્ટોબર ૨૦૨૩થી ૩૧ માર્ચ ૨૦૨૪ના રવી પાક સિઝન પર લાગુ થશે. અનુરાગ ઠાકુરે કહ્યું કે, ડાઈ-એમોનિયમ ફોસ્ફેટ ખાતર પહેલાની જેમ ૧,૩૫૦ રૂપિયા…

Read More

ઈઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધની અસર ભારતીય શેર બજાર પર પડતી જાેવા મળી રહી છે. આજે ફરી બજાર લાલ નિશાન સાથે બંધ થયું છે. માર્કેટમાં મંદીનો દોર યથાવત છે. સેન્સેક્સ- નિફ્ટી સતત ૫માં દિવસે ઘટાડા સાથે બંધ રહ્યો હતો. નિફ્ટી લગભગ ૪ મહિનાના સૌથી નીચા સ્તરે બંધ થયો છે. મેટલ સિવાય બીએસઈના તમામ સેક્ટર ઈન્ડેક્સ ઘટ્યા છે. આઈટી, રિયલ્ટી, ફાર્મા ઈન્ડાઈસિસમાં દબાણ જાેવા મળ્યું હતું જ્યારે બેન્કિંગ, ઓટો, એનર્જી શેરોમાં વેચવાલી જાેવા મળી હતી. મેટલ, પીએસયુ બેન્ક ઇન્ડેક્સ મામૂલી વધારા સાથે બંધ થયા છે. મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં વેચવાલી જાેવા મળી હતી. ટ્રેડિંગના અંતે સેન્સેક્સ ૫૨૨.૮૨ પોઈન્ટ અથવા ૦.૮૧ ટકાના…

Read More