Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»ઈઝરાયલ અને હમાસ યુદ્ધની અસર ભારતીય શેર બજાર પર શેરબજાર ફરી ઊંધા માથે પટકાયું, રોકાણકારોના બે લાખ કરોડ ડૂબ્યા
    India

    ઈઝરાયલ અને હમાસ યુદ્ધની અસર ભારતીય શેર બજાર પર શેરબજાર ફરી ઊંધા માથે પટકાયું, રોકાણકારોના બે લાખ કરોડ ડૂબ્યા

    Shukhabar DeskBy Shukhabar DeskOctober 25, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ઈઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધની અસર ભારતીય શેર બજાર પર પડતી જાેવા મળી રહી છે. આજે ફરી બજાર લાલ નિશાન સાથે બંધ થયું છે. માર્કેટમાં મંદીનો દોર યથાવત છે. સેન્સેક્સ- નિફ્ટી સતત ૫માં દિવસે ઘટાડા સાથે બંધ રહ્યો હતો. નિફ્ટી લગભગ ૪ મહિનાના સૌથી નીચા સ્તરે બંધ થયો છે. મેટલ સિવાય બીએસઈના તમામ સેક્ટર ઈન્ડેક્સ ઘટ્યા છે. આઈટી, રિયલ્ટી, ફાર્મા ઈન્ડાઈસિસમાં દબાણ જાેવા મળ્યું હતું જ્યારે બેન્કિંગ, ઓટો, એનર્જી શેરોમાં વેચવાલી જાેવા મળી હતી. મેટલ, પીએસયુ બેન્ક ઇન્ડેક્સ મામૂલી વધારા સાથે બંધ થયા છે. મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં વેચવાલી જાેવા મળી હતી. ટ્રેડિંગના અંતે સેન્સેક્સ ૫૨૨.૮૨ પોઈન્ટ અથવા ૦.૮૧ ટકાના ઘટાડા સાથે ૬૪,૦૪૯.૦૬ પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી ૧૫૯.૬૦ પોઈન્ટ અથવા ૦.૮૩ ટકાના ઘટાડા સાથે ૧૯,૧૨૨.૨૦ ના સ્તર પર બંધ થયો હતો.

    આ સપ્તાહે સતત બીજા ટ્રેડિંગ સેશનમાં ભારતીય શેરબજાર મોટા ઘટાડા સાથે બંધ થયું છે. બેન્કિંગ, મિડ-કેપ અને સ્મોલ-કેપ શેરોમાં ભારે વેચવાલીને કારણે ભારતીય શેરબજારમાં સતત છઠ્ઠા ટ્રેડિંગ સેશનમાં ઘટાડો નોંધાયો હતો. ઈઝરાયેલ-હમાસ યુદ્ધના કારણે બજારમાં અસ્થિરતા જાેવા મળી રહી છે. જાે કે સવારે બજાર લીલા નિશાન સાથે ખુલ્યું હતું, પરંતુ બપોરના વેપારમાં બજારમાં મોટો ઘટાડો જાેવા મળ્યો હતો. આજના કારોબારના અંતે બીએસઈસેન્સેક્સ ૫૨૨ પોઈન્ટ ઘટીને ૬૪,૦૪૯ પોઈન્ટ પર બંધ થયો હતો જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ૧૬૦ પોઈન્ટના ઘટાડા સાથે ૧૯,૧૨૨ પોઈન્ટ પર બંધ થયો હતો. ઈઝરાયેલ-હમાસ યુદ્ધ અટકે તેવી કોઈ શક્યતા નથી. આ યુદ્ધ પશ્ચિમ એશિયાના અન્ય દેશોમાં ફેલાઈ જવાનો ડર છે જેના કારણે શેરબજાર અસ્થિરતા જાેવા મળી રહી છે. જાે આમ થશે તો ક્રૂડ ઓઈલના ભાવ વધી શકે છે. તે જ સમયે, અમેરિકન ટ્રેઝરી બોન્ડ્‌સ પર યીલ્ડ ૫ ટકાને વટાવી ગઈ છે. તેના કારણે પણ બજારમાં દબાણ છે. અમેરિકામાં વ્યાજદરમાં વધારો થવાની સંભાવના છે.

    આજના કારોબારમાં આઈટી, બેન્કિંગ, ફાર્મા, એફએમસીજી, એનર્જી, મીડિયા, હેલ્થકેર, ઓઈલ એન્ડ ગેસ અને કન્ઝ્‌યુમર ડ્યુરેબલ્સ સેક્ટરના શેરમાં ઘટાડો જાેવા મળ્યો હતો, જ્યારે માત્ર મેટલ સેક્ટરના શેર જ લીલા નિશાનમાં બંધ રહ્યા હતા. ઁજીેં બેન્કોના ઇન્ડેક્સમાં પણ વધારો જાેવા મળ્યો હતો. જાેકે, નિફ્ટી બેન્કિંગ ઈન્ડેક્સ ૩૨૦ પોઈન્ટ ઘટીને ૪૨,૮૩૨ પર બંધ થયો છે. નિફ્ટી બેન્કના ૧૨માંથી ૮ શેર લાલ નિશાનમાં બંધ થયા હતા. બજારમાં ઘટાડાને કારણે બીએસઈમાર્કેટ મૂડીમાં ફરી ઘટાડો થયો છે. આજે બજાર બંધ થતાં બીએસઈનું માર્કેટ કેપ રૂ. ૩૦૯.૩૩ લાખ કરોડ થયું હતું જ્યારે છેલ્લા ટ્રેડિંગ સેશનમાં રૂ. ૩૧૧.૩૦ લાખ કરોડ હતું એટલે કે આજના વેપારમાં રોકાણકારોને રૂ. ૨ લાખ કરોડનું નુકસાન થયું છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

      Related Posts

      ભારત સમિટ 2026માં રાહુલ ગાંધીનું મોટું નિવેદન, કહ્યું- ‘અમે મોદીને હરાવવા જઈ રહ્યા છીએ’

      November 14, 2026

      રાહુલ ગાંધીએ શેર કર્યો પિતા રાજીવ ગાંધીનો 36 વર્ષ જૂનો પત્ર, PM મોદીને ફરી આપી ડિબેટની ચેલેન્જ

      November 13, 2026

      IBPS Recruitment 2026: બેંકિંગ ક્ષેત્રમાં નોકરી મેળવવાની તક, આજે જ અરજી કરવાની છેલ્લી તારીખ, જાણો પગાર અને લાયકાત

      November 12, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.