Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»દિવાળી પહેલા ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા પીએન્ડકે ખાતરો પર રૂ. ૨૨,૩૦૩ કરોડની સબસિડીના પ્રસ્તાવને મંજૂરી
    India

    દિવાળી પહેલા ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા પીએન્ડકે ખાતરો પર રૂ. ૨૨,૩૦૩ કરોડની સબસિડીના પ્રસ્તાવને મંજૂરી

    Shukhabar DeskBy Shukhabar DeskOctober 25, 2023No Comments1 Min Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    દિવાળી પહેલા ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે. મોદી સરકારે ખેડૂતોને મોટી રાહત આપી છે.
    કેન્દ્રીય મંત્રીમંડળે આજે ચાલુ રવી સિઝનમાં ખેડૂતોને વ્યાજબી ભાવે ખાતર આપવા માટે પીએન્ડકેખાતરો પર રૂ. ૨૨,૩૦૩ કરોડની સબસિડી આપવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે મંત્રી મંડળની બેઠક બાદ મીડિયાને આ ર્નિણયની માહિતી આપી છે.

    મંત્રી મંડળે નાઈટ્રોજન, ફોસ્ફોરસ, પોટાશ અને સલ્ફર જેવા વિભિન્ન માટી પોષક તત્વો પર પોષણ આધારિત સબસિડી આપવાનો ર્નિણય કર્યો છે. આ સબસિડી ૧ ઓક્ટોબર ૨૦૨૩થી ૩૧ માર્ચ ૨૦૨૪ના રવી પાક સિઝન પર લાગુ થશે. અનુરાગ ઠાકુરે કહ્યું કે, ડાઈ-એમોનિયમ ફોસ્ફેટ ખાતર પહેલાની જેમ ૧,૩૫૦ રૂપિયા પ્રતિ બોરીના દરે ખેડૂતોને આપવામાં આવશે. બીજી તરફ પોટાશ મ્યૂરિએટના દરોમાં ઘટાડો કરવામાં આવશે.

    સરકારે નાઈટ્રોજન પર ૪૭.૦૨ રૂપિયા પ્રતિ કિલોગ્રામ, ફોસ્ફોરસ પર ૨૦.૮૨ રૂપિયા પ્રતિ કિલોગ્રામ અને પોટાશ પર તે ૨.૩૮ રૂપિયા પ્રતિ કિલોગ્રામ સબસિડી મંજૂર કરી છે. બીજી તરફ સલ્ફર માટે સબસિડી ૧.૮૯ રૂપિયા પ્રતિ કિલોગ્રામ મંજૂર કરવામાં આવી છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

      Related Posts

      ભારત સમિટ 2026માં રાહુલ ગાંધીનું મોટું નિવેદન, કહ્યું- ‘અમે મોદીને હરાવવા જઈ રહ્યા છીએ’

      November 14, 2026

      રાહુલ ગાંધીએ શેર કર્યો પિતા રાજીવ ગાંધીનો 36 વર્ષ જૂનો પત્ર, PM મોદીને ફરી આપી ડિબેટની ચેલેન્જ

      November 13, 2026

      IBPS Recruitment 2026: બેંકિંગ ક્ષેત્રમાં નોકરી મેળવવાની તક, આજે જ અરજી કરવાની છેલ્લી તારીખ, જાણો પગાર અને લાયકાત

      November 12, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.