મહારાષ્ટ્રમાં મરાઠા અનામતનો મુદ્દો ગરમાયો છે. તેની લપેટમાં હવે ધારાસભ્ય પણ આવી ગયા છે. અહેવાલ અનુસાર મરાઠા અનામતના આંદોલનકારીઓએ બીડ જિલ્લામાં સ્થિત એનસીપીના ધારાસભ્ય પ્રકાશ સોલંકેના નિવાસને આગચાંપી દીધી હતી. માહિતી અનુસાર ડેપ્યુટી સીએમ અજિત પવારના સમર્થક અને તેમના જૂથના ધારાસભ્ય પ્રકાશ સોલંકેના ઘરે દેખાવકારોએ પથ્થરમારો કરી દીધો હતો. તેના પછી તેમણે ઘરમાં ઘૂસીને તોડફોડ મચાવ્યા બાદ આગ ચાંપી દીધી હતી. એનસીપીના ધારાસભ્ય પ્રકાશ સોલંકેએ કહ્યું કે જ્યારે મારા ઘરે દેખાવકારોની ભીડે હુમલો કર્યો. તે સમયે તે પોતાના ઘરમાં હાજર હતા. તેમણે કહ્યું કે આ ઘટના દરમિયાન મારા પરિવારનો કોઈ સભ્ય કે કર્મચારી ઘાયલ થયો નહોતો. અમે બધા સુરક્ષિત છીએ…
Author: Shukhabar Desk
ઈપ્સોસ ગ્લોબલ ટ્રસ્ટવર્દીનેસ ઇન્ડેક્સ ૨૦૨૩ નો ડેટા જાહેર થયો. આ ડેટા અનુસાર ભારતમાં ટીચર સૌથી વધુ ભરોસાપાત્ર છે. જયારે પૂરી દુનિયામાં ડોક્ટરને સૌથી વધુ ભરોસાપાત્ર જણાવ્યા હતા. દેશમાં શિક્ષકો બાદ આર્મી ફોર્સના જવાન અને ત્રીજા નંબરે ડોકટરનો સમાવેશ થાય છે. અ સિવાય ભારતીયોને જજ અને વૈજ્ઞાનિકો પર ખુબ ઓછો ભરોસો છે. ભારત સહીતના ૩૧ દેશોમાં ૨૨,૮૧૬ લોકોના સેમ્પલના આધારે આ ડેટા તૈયાર કરવામાં આવ્યો છે. ભારતના શિક્ષકો પર ૫૩%, સશસ્ત્ર બળ પર ૫૨%, ડોક્ટર પર ૫૧% લોકોએ ભરોસો બતવ્યો હતો. આ સિવાય વૈજ્ઞાનિક પર ૪૯%, જજ પર ૪૬%, સામાન્ય પુરુષ અને મહિલાઓ પર ૪૬% અને બેન્કર પર ૪૫% લોકોએ ભરોસો…
ભારત ૨૦૪૭માં આઝાદીના ૧૦૦ વર્ષ પૂર્ણ કરશે. આ વર્ષમાં આઝાદીના ૧૦૦ વર્ષની ઉજવણીની સાથે ભારતીય અર્થવ્યવસ્થા પણ ખૂબ જ વિકસી હશે. ૨૦૪૭માં ભારતની અર્થવ્યવસ્થા ૩૦ ટ્રિલિયન ડોલર સુધીનો વિકાસ કરી ભારતને એક વિકસિત રાષ્ટ્ર બનાવશે. નીતિ આયોગ દ્વારા ડ્રાફ્ટ વિઝન ડોક્યુમેન્ટ તૈયાર કરવામાં આવ્યું છે જેને ત્રણ મહિનાની અંદર વડાપ્રધાન રજૂ કરી શકે છે. આ ડ્રાફ્ટ વિઝન ડોક્યુમેન્ટમાં ઘણી વાતનો ઉલેખ્ખ કરવાની તૈયારીઓ ચાલી રહી છે અને ડીસેમ્બર ૨૦૨૩ સુધીમાં તેને લોકો સામે મૂકવામાં આવશે. નીતિ આયોગના સીઈઓસુબ્રમણ્યમ દ્વારા આ જાણકરી આપવામાં આવી હતી. તેમણે કહ્યું કે, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, વેલફેર, વાણિજ્ય અને ઉદ્યોગ, ટેક્નોલોજી અને ગવર્નન્સ સંબંધિત વિવિધ મંત્રાલયોના ૧૦ સેક્ટરલ…
એક પછી એક ટ્રેન દુર્ઘટનાઓ વધતી જ જઈ રહી છે ત્યારે આંધ્રપ્રદેશમાં રવિવારે મોડી સાંજે સર્જાયેલી ટ્રેન દુર્ઘટનામાં મૃતકાંક વધીને ૧૩ને વટાવી ગયો છે. તેમાં ત્રણ ડઝનથી વધુ લોકો ઘાયલ થયા હતા અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. દરમિયાન વિપક્ષે આ અકસ્માતને લઈને સવાલો ઉઠાવ્યા છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સવાલ ઉઠાવ્યો છે કે રેલવે ક્યારે ઊંઘમાંથી બહાર આવશે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે દેશમાં અવારનવાર આ પ્રકારના ટ્રેન અકસ્માતોની ઘટનાઓ ખૂબ જ ચિંતાજનક છે. મમતા બેનર્જીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કર્યું કે વધુ એક વિનાશક અકસ્માત, આ વખતે આંધ્રપ્રદેશના વિજયનગર જિલ્લામાં જેમાં બે…
સ્થાનિક શેર બજારમાં આજે મંદીનો માહોલ જાેવા મળ્યો હતો, સ્થાનિક બજારો સપ્તાહની શરૂઆતના પ્રથમ દિવસે જ દબાણ સાથે ખુલ્યા હતા, જાેકે, કારોબારી દિવસના અંતે બન્ને ઇન્ડેક્સમાં જાેરદાર તેજીનો પૂવન ફૂંકાયો હતો. વૈશ્વિક બજારોના નકારાત્મક સંકેતોની વચ્ચે આજે ભારતીય શેર બજારના બંને મુખ્ય સ્થાનિક સૂચકાંકો બીએસઈસેન્સેક્સ અને એનએસઈનિફ્ટીએ સોમવારે સારા માહોલમાં નિશાનમાં ટ્રેડિંગ કરી રહ્યાં હતા. આજે ભારતીય શેર બજારમાં દિવસના અંતે મંદી હટી અને તેજીનો માહોલ શરૂ થયો હતો, કારોબારી દિવસના અંતે બજારના બન્ને સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટી ઉપર ચઢીને બંધ થયા હતા. બીએસઇ ઇન્ડેક્સ સેન્સેક્સ આજે કારોબારી દિવસના અંતે ૦.૫૨ ટકાના વધારા સાથે ૩૨૯.૮૫ પૉઇન્ટ અપ રહ્યો અને ૬૪,૧૧૨.૬૫ના…
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે છે. પીએમ નરેન્દ્ર મોદીએ મહેસાણામાં લગભગ રૂ. ૫૮૦૦ કરોડની રેલ, રોડ, પીવાનું પાણી અને સિંચાઈને લગતી વિવિધ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું હતું. પીએમ મોદીએ આજે આજે અંબાજી મંદિરમાં પૂજા અને દર્શન કર્યા હતા. ત્યારબાદ તેમણે મહેસાણામાં અનેક વિકાસ પરિયોજનાઓનું ઉદ્ધાટન કર્યું હતું. પીએમ નરેન્દ્ર મોદીએ મહેસાણાના ખેરાલુમાં ચંદ્રયાન-૩ અને જી-૨૦ની સફળતાથી ચર્ચા કરી છે. પીએમ મોદીએ કહ્યું કે, વિશ્વનો કોઈ દેશ અત્યાર સુધી ચંદ્રના જે વિસ્તારમાં પોતાનું યાન ન ઉતારી શક્યો ત્યાં ભારત સફળતા પૂર્વક પહોંચ્યું. પીએમ મોદીએ કહ્યું કે, વિશ્વના લોકો અને નેતાઓ ભારતની સફળતાથી અચંબિત થઈ ગયા છે. પીએમ…
નાગરિકની સુરક્ષાની વાતો કરતી પોલીસ પણ હવે સુરક્ષિત નથી, આનુ ઉદાહરણ આજે સુરતમાંથી સામે આવ્યુ છે. સુરતમાં વરિયાવ પોલીસ ચોકીમાં જ ચોર ત્રાટક્યા છે. માહિતી પ્રમાણે, અહીં કાદીર શેખ નામના ચોરે પોલીસ ચોકીમાં ઘૂસીને પોલીસનું જ લેપટૉપ અને રસીદની બેગની ઉઠાંતરી કરી હતી, આ પછી આ લેપટૉપને વેચી પણ મારવામાં આવ્યુ હતુ. મળતી માહિતી પ્રમાણે, સુરત શહેરમાં પોલીસ તંત્ર હવે સુરક્ષિત નથી, તેવુ લાગી રહ્યું છે. શહેરના વરિયાવ પોલીસ ચોકીમાં ચોર ત્રાટક્યા છે. જ્યારે પોલીસ પેટ્રૉલિંગ કરી રહી હતી, ત્યારે ધોળેદહાદે કાદીર શેખ નામના ચોરે વરિયાવ ચોકીમાં ચોરી કરી હતી, ચોરે ચોકીમાં ઘૂસ્યા બાદ કબાટમાંથી લેપટૉપ અને દંડની રસીદની બેગ…
રાજ્યમાં હાર્ટ અટેકથી મોતના પ્રમાણમાં સતત વધારો થઇ રહ્યો છે. વડોદરામાં વધુ એક યુવાનનું હાર્ટ અટેકના કારણે મોત થયું છે. ૨૯ વર્ષીય કરણ પવારનું હાર્ટ અટેકથી મોત થયું હતું. કરણ પવાર સ્કૂલ વાન ચલાવતો હતો. કારેલીબાગના અશોક વાટીકામાં રહેતા કરણને ગત શનિવારે છાતીમા દુઃખાવો ઉપડતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જાેકે એસ.એસ.જી.હોસ્પિટલ પહોંચતા મોત થયુ હતું. અગાઉ પવારની હાથની નસો ખેંચાતા સારવાર કરાવી હતી. લો બ્લડ પ્રેશરના કારણે નસો ખેંચાવાની સમસ્યા થઇ હતી. અન્ય એક ઘટનામાં વડોદરાના યુવાનનું કુવૈતમાં હાર્ટ અટેકથી મોત થયું હતું. કુવૈતમાં ૪૦ વર્ષીય પ્રકાશ ચૌહાણ નામના યુવાનનું હાર્ટ અટેકથી મોત થયું હતું. તેને કુવૈતમાં…
આજના સમયમાં કોઈ પણ વસ્તુ અસલી કે નકલી હોવાની કોઈ ગેરંટી નથી. તમે બજારમાંથી અસલી ચીજવસ્તુઓ ખરીદી ખાઇ રહ્યા છો કે નહીં તેની ગુણવત્તાની ચકાસણી ખૂબ જ મુશ્કેલ છે. સોશિયલ મીડિયા સાઈટ ઈન્સ્ટાગ્રામ પર આવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે પ્લાસ્ટિકના કચરામાંથી ઘઉં બનાવી શકાય છે. ઇન્સ્ટાગ્રામ પર miss_divsni_cute (cutest girl-) નામની ID સાથે અપલોડ કરાયેલા વીડિયોમાં જાેવા મળે છે કે એક વ્યક્તિ પ્લાસ્ટિકનો કચરો મશીનમાં ભરી રહ્યો છે. ત્યાર બાદ મશીનમાંથી પ્લાસ્ટિકની ભૂકીના રૂપમાં કચરો બહાર આવે છે. ભૂકીને એક વાસણમાં ધોવામાં આવે છે, ત્યારબાદ તેને અલગ પ્રકારના મશીનમાં નાખવામાં…
હવે બેંકોમાં મશીનો દ્વારા નોટો ગણાય છે, પરંતુ એક વ્યક્તિ એ વાત પર મક્કમ હતો કે તે બેંક સ્ટાફના હાથે ગણીને જ રુપિયા લેશે. વાસ્તવમાં, એક કરોડપતિ વ્યક્તિએ બેંકમાંથી લગભગ ૬ કરોડ રૂપિયા ઉપાડી લીધા, પરંતુ બેંક અને તેના સ્ટાફ પ્રત્યે તેનો ગુસ્સો એટલો હતો કે તેણે જાણી જાેઈને બેંક સ્ટાફને કહ્યું કે પોતે હાથથી ગણેલા રુપિયા જ લેશે. આ ઘટના ચીનની છે, જ્યાં બેંકના સુરક્ષા કર્મચારીઓ સાથેની દલીલ બાદ એક અમીર વ્યક્તિએ શાંઘાઈ બેંકમાંથી ૫.૬૯ કરોડ રૂપિયા ઉપાડી લીધા અને બેંક કર્મચારીઓને તેને જાતે ગણવા કહ્યું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ઘટના ૨૦૨૧ની એટલે કે બે વર્ષ જૂની છે. ઈન્સાઈડરના…