Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Uncategorized»મશીનો વડે ઘઉં બનાવવાના દાવાને પોકળ ગણાવ્યો છે શું તમારી થાળીમાં પિરસાઇ રહ્યા પ્લાસ્ટિકના કચરાથી બનેલા ઘઉં?
    Uncategorized

    મશીનો વડે ઘઉં બનાવવાના દાવાને પોકળ ગણાવ્યો છે શું તમારી થાળીમાં પિરસાઇ રહ્યા પ્લાસ્ટિકના કચરાથી બનેલા ઘઉં?

    Shukhabar DeskBy Shukhabar DeskOctober 30, 2023No Comments1 Min Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    આજના સમયમાં કોઈ પણ વસ્તુ અસલી કે નકલી હોવાની કોઈ ગેરંટી નથી. તમે બજારમાંથી અસલી ચીજવસ્તુઓ ખરીદી ખાઇ રહ્યા છો કે નહીં તેની ગુણવત્તાની ચકાસણી ખૂબ જ મુશ્કેલ છે. સોશિયલ મીડિયા સાઈટ ઈન્સ્ટાગ્રામ પર આવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે પ્લાસ્ટિકના કચરામાંથી ઘઉં બનાવી શકાય છે. ઇન્સ્ટાગ્રામ પર miss_divsni_cute (cutest girl-) નામની ID સાથે અપલોડ કરાયેલા વીડિયોમાં જાેવા મળે છે કે એક વ્યક્તિ પ્લાસ્ટિકનો કચરો મશીનમાં ભરી રહ્યો છે. ત્યાર બાદ મશીનમાંથી પ્લાસ્ટિકની ભૂકીના રૂપમાં કચરો બહાર આવે છે.

    ભૂકીને એક વાસણમાં ધોવામાં આવે છે, ત્યારબાદ તેને અલગ પ્રકારના મશીનમાં નાખવામાં આવે છે અને વધુ સારી રીતે ધોવામાં આવે છે. તે પછી તેને પાઇપ દ્વારા દિવાલ પર ફેંકવામાં આવે છે જેથી તે સંપૂર્ણપણે સુકાઈ જાય. આ સૂકી ભૂકીને બીજા મશીનમાં નાખીને બારીક પાવડરમાં રૂપાંતરિત કરવામાં આવે છે. તે પછી નકલી ઘઉં બનાવવાની પ્રક્રિયા શરૂ થાય છે. જાે કે આ મશીનો વડે ઘઉં બનાવવાના દાવાને પોકળ ગણાવ્યો છે. આ વીડિયોની સત્યતા તપાસ્યા બાદ ઘણી ન્યૂઝ એજન્સીઓ અને યુટ્યુબર્સે કહ્યું કે આ વીડિયો ખોટો છે. કારણ કે આ મશીનોથી ઘઉં કે ચોખાના દાણા બનાવી શકતા નથી પરંતુ પ્લાસ્ટિકને રિસાઈકલ કરવામાં આવી રહ્યું છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

      Related Posts

      US Iran War: ઈરાન પતનની અણી પર? ડોનાલ્ડ ટ્રમ્પનો હોર્મુઝ જળમાર્ગ અંગે મોટો દાવો

      April 28, 2026

      મોટોરોલાનો ધમાકો: 6500mAh બેટરી અને દમદાર ફીચર્સ સાથે લોન્ચ થયો Motorola Edge 70 Pro

      April 22, 2026

      Tata Investments નો શેર બન્યો રોકેટ: રોકાણકારોને પ્રતિ શેર ₹3.40 ડિવિડન્ડની ભેટ

      April 22, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.