ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો ધમાકો: વેનેઝુએલાના તેલ ભંડાર પર યુએસનું વર્ચસ્વ, પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટવાની સંભાવના
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ૨૮ ઓગસ્ટના રોજ વેનેઝુએલા સાથે વિશ્વના ઈતિહાસની સૌથી મોટી ઓઈલ ડીલ (કચા તેલનો કરાર) ની જાહેરાત કરીને સમગ્ર વૈશ્વિક ઉર્જા બજારને ચોંકાવી દીધું છે. ટ્રમ્પે દાવો કર્યો છે કે આ ઐતિહાસિક સમજૂતીથી અમેરિકાની કાચા તેલ સુધીની પહોંચમાં મોટો વધારો થશે, તેલનો પુરવઠો વધશે અને પરિણામે દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડવામાં મદદ મળશે.
સરકાર અને ખાનગી ક્ષેત્રની સહભાગીતા (Private Partnerships) દ્વારા અમેરિકાએ વેનેઝુએલાના ૬૫ અબજ બેરલથી પણ વધુ તેલ ભંડાર પર મોટે ભાગે પોતાનું નિયંત્રણ સ્થાપિત કરી લીધું છે.

ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ (Truth Social) પર લખ્યું કે, “મારા નિર્દેશ પર સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રૂબિયો અને સેક્રેટરી ઓફ વોર પીટ હેગસેથે વેનેઝુએલાના કાર્યકારી પ્રમુખ ડેલસી રોડ્રિગેઝ તેમજ ખાનગી કંપનીઓ સાથે મળીને આ સમજૂતી આખરી કરી છે. અમેરિકાએ વેનેઝુએલાના ૬૫ અબજ બેરલથી વધુના પ્રમાણિત તેલ ભંડાર પર મોટે ભાગે નિયંત્રણ મેળવી લીધું છે. સૌથી ખાસ વાત એ છે કે આ વિશાળ કરાર માટે અમેરિકી કરદાતાઓ (Taxpayers) ના ખિસ્સામાંથી એક પણ પેની ખર્ચવામાં આવી નથી.”
આ ડીલથી અમેરિકાને શું ફાયદો થશે?
પ્રમુખ ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે આ સમજૂતી અમેરિકાની ઉર્જા સુરક્ષા અને પુરવઠા માટે એક મોટું વરદાન સાબિત થશે. તેમના જણાવ્યા મુજબ:
આ કરારથી અમેરિકા પાસે ઉપલબ્ધ કુલ તેલ ભંડાર “બમણા કરતાં પણ વધુ” થઈ જશે.
વૈશ્વિક બજારમાં કાચા તેલનો જથ્થો વધવાથી અમેરિકામાં સામાન્ય નાગરિકો માટે ઈંધણ અને પેટ્રોલિયમ ઉત્પાદનોના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થશે.
અમેરિકી કંપનીઓને ઉર્જા ક્ષેત્રે વિશાળ રોકાણ અને સંચાલનની નવી તકો સાંપડશે.
વેનેઝુએલાએ ડીલનું કર્યું ભવ્ય સ્વાગત
બીજી તરફ, વેનેઝુએલાના કાર્યકારી પ્રમુખ ડેલસી રોડ્રિગેઝે પણ આ ઐતિહાસિક કરારનું હૃદયપૂર્વક સ્વાગત કર્યું છે. તેમણે જણાવ્યું હતું કે આ સમજૂતીથી યુદ્ધ અને આર્થિક સંકટનો સામનો કરી રહેલા વેનેઝુએલાના સરકારી ખજાનામાં જંગી આવક થશે.
રોડ્રિગેઝના જણાવ્યા અનુસાર, આ ડીલથી વેનેઝુએલામાં ખાસ કરીને ઓઈલ ઈન્ડસ્ટ્રીના માળખાકીય સુવિધાઓ (Infrastructure) ને ફરીથી ઊભી કરવા અને આધુનિક બનાવવા માટે મોટું વિદેશી રોકાણ આવશે.

તેમણે ઉમેર્યું, “ખાનગી કંપનીઓની મદદથી તેલનું ઉત્પાદન ઝડપથી વધારવામાં આવશે. આ પ્રોજેક્ટમાં ૧૭ અત્યંત મહત્વપૂર્ણ ઓઈલ ફિલ્ડ્સનો વિકાસ સામેલ છે, જેની પાસે આશરે ૬૫ અબજ બેરલનો પ્રમાણિત જથ્થો છે. આ યોજનાઓથી દેશમાં ૧૦૦ અબજ ડોલરથી વધુનું રોકાણ આવવાની અને વેનેઝુએલા સરકારને ટેક્સ પેટે ૨૦૯ અબજ ડોલરથી વધુની આવક થવાની પૂરેપૂરી શક્યતા છે.”
ઓઈલ ભંડારથી વેનેઝુએલા બદલશે પોતાનું ભવિષ્ય
વેનેઝુએલાના કાર્યકારી પ્રમુખે દેશના ભવિષ્ય અંગેનો રોડમેપ રજૂ કરતા કહ્યું કે, તેમનો દેશ પોતાના આ વિશાળ તેલ ભંડારનો ઉપયોગ વિશ્વનો એક અગ્રણી ઉર્જા ઉત્પાદક દેશ બનવા માટે કરશે.
આ કરાર થકી દેશમાં લાખો નવી રોજગારીની તકો ઊભી થશે, કર્મચારીઓની આવકમાં સુધારો થશે અને સામાન્ય નાગરિકોનું જીવનધોરણ ઊંચું આવશે. વેનેઝુએલા હવે પોતાના લોકો માટે આર્થિક સુધારો, ઝડપી વિકાસ, સુરક્ષા અને સમૃદ્ધિના એક નવા યુગની શરૂઆત કરવા જઈ રહ્યું છે.
