Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Business»Telegram Ban: ભારતમાં ટેલિગ્રામ પર પ્રતિબંધ: દિલ્હી હાઈકોર્ટનો મોટો નિર્ણય અને તેના દૂરગામી પ્રભાવ
    Business

    Telegram Ban: ભારતમાં ટેલિગ્રામ પર પ્રતિબંધ: દિલ્હી હાઈકોર્ટનો મોટો નિર્ણય અને તેના દૂરગામી પ્રભાવ

    Rohi Patel ShukhabarBy Rohi Patel ShukhabarJune 20, 2026No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    Telegram Ban: ટેલિગ્રામ પર કેમ લાગ્યો પ્રતિબંધ? ૧૫ કરોડ વપરાશકર્તાઓ પર શું થશે અસર?

    ભારતમાં ટેલિગ્રામના વપરાશકર્તાઓ માટે એક મહત્વપૂર્ણ સમાચાર છે. ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય દ્વારા IT એક્ટની કલમ 69A હેઠળ ટેલિગ્રામ પર 22 જૂન, 2026 સુધીનો કામચલાઉ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. આ નિર્ણય પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય તાજેતરમાં NEET-UG 2026 પરીક્ષામાં થયેલી ગેરરીતિઓ અને પેપર લીક જેવી ગંભીર ઘટનાઓને અટકાવવાનો છે.

    દિલ્હી હાઈકોર્ટનો આકરો અભિગમ

    ટેલિગ્રામ કંપનીએ સરકારના આ આદેશને દિલ્હી હાઈકોર્ટમાં પડકાર્યો હતો અને તેને ‘અયોગ્ય’ ગણાવ્યો હતો. જોકે, કોર્ટે કંપનીની અરજીને ફગાવી દેતા સ્પષ્ટ કર્યું કે, દેશની સુરક્ષા અને અખંડિતતા તેમજ ઈમરજન્સીની સ્થિતિમાં કોઈપણ ડિજિટલ પ્લેટફોર્મને બ્લોક કરવાનો સરકાર પાસે સંપૂર્ણ અધિકાર છે. કોર્ટે સરકારના નિર્ણયને મનમાની ગણવાનો ઈન્કાર કરી ટેલિગ્રામને મોટો ઝટકો આપ્યો છે. સરકારે માત્ર ટેલિગ્રામ એપ જ નહીં, પરંતુ 30 જૂન સુધી તેના ‘મેસેજ-એડિટિંગ’ ફીચરને પણ નિષ્ક્રિય કરવાનો આદેશ આપ્યો છે.

    ભારત ટેલિગ્રામનું સૌથી મોટું માર્કેટ

    ભારતમાં ટેલિગ્રામના 10.4 કરોડથી લઈને 15 કરોડ સુધીના સક્રિય વપરાશકર્તાઓ છે, જે તેને સમગ્ર વિશ્વમાં કંપનીનું સૌથી મોટું બજાર બનાવે છે. જો પ્રતિબંધ માત્ર 22 જૂન સુધી જ સીમિત રહે, તો કંપનીને સંભવતઃ મોટું નુકસાન ન થાય, પરંતુ આ સમયગાળા દરમિયાન ભારતમાંથી મળતી તમામ ઈન-એપ જાહેરાતોની આવક સંપૂર્ણપણે બંધ થઈ ગઈ છે. ઉપરાંત, નવા સબસ્ક્રિપ્શન પર રોક લાગવાથી કંપનીના કેશ-ફ્લો પર નકારાત્મક અસર પડી રહી છે.

    રોકાણકારોનો વિશ્વાસ અને આર્થિક પડકારો

    ટેલિગ્રામ પહેલેથી જ નાણાકીય સંઘર્ષમાંથી પસાર થઈ રહી છે. 2025ની શરૂઆતમાં અંદાજે 870 મિલિયન ડોલરની આવક હોવા છતાં, કંપનીને 220 મિલિયન ડોલરથી વધુનું નુકસાન થયું હતું. ભારત જેવા વિશાળ માર્કેટમાં પ્રતિબંધ લાગવાથી વૈશ્વિક રોકાણકારો વચ્ચે કંપનીની વિશ્વસનીયતા પર સવાલ ઉભા થયા છે. ભવિષ્યમાં ફંડિંગ મેળવવામાં મુશ્કેલીઓ આવી શકે છે, જેની સીધી અસર કંપનીના માર્કેટ વેલ્યુએશન પર પડશે.

    સીઈઓ પાવેલ ડુરોવની પ્રતિક્રિયા

    આ પ્રતિબંધ અંગે ટેલિગ્રામના સીઈઓ પાવેલ ડુરોવે તીખી પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, “આ પ્રતિબંધની સજા 15 કરોડ નિર્દોષ વપરાશકર્તાઓને ભોગવવી પડી રહી છે, નહીં કે તે લેભાગુ તત્વોને જેમણે પેપર લીક કર્યું છે.” ડુરોવના મતે, એપ પર પ્રતિબંધ મૂકવાથી પેપર લીકની ઘટનાઓ અટકશે નહીં, કારણ કે આવા સ્કેમર્સ ખૂબ જ ઝડપથી અન્ય સુરક્ષિત પ્લેટફોર્મ્સ પર શિફ્ટ થઈ જશે.

    Telegram Ban
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Rohi Patel Shukhabar

      Related Posts

      જીઓ ક્રેડિટ લિમિટેડમાં બેંક ઓફ અમેરિકાનું મોટું રોકાણ: $૧.૯ અબજના સોદાથી ભારતીય લોન માર્કેટમાં ધમાકો

      August 13, 2026

      શું UPI પેમેન્ટ હવે પેઇડ થશે? ‘ટેક્સેશન બિલ 2026’ બાદ નાણાં મંત્રી નિર્મલા સીતારામણે આપી મોટી સ્પષ્ટતા

      August 13, 2026

      8th Pay Commission: સરકારે સંસદમાં આપી સ્પષ્ટતા, જાણો મે 2027 સુધીમાં ભલામણો રજૂ કરવા અંગેની વિગતો

      August 12, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.