Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Technology»Mobile Recharge માં મોટી રાહત: વરિષ્ઠ નાગરિકો અને ગ્રામીણ ગ્રાહકો માટે TRAI નો મોટો નિર્ણય
    Technology

    Mobile Recharge માં મોટી રાહત: વરિષ્ઠ નાગરિકો અને ગ્રામીણ ગ્રાહકો માટે TRAI નો મોટો નિર્ણય

    Rohi Patel ShukhabarBy Rohi Patel ShukhabarApril 24, 2026No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ટેલિકોમ સેક્ટરમાં 20 વર્ષનો સૌથી મોટો ફેરફાર: કોલિંગ અને SMS માટે હવે નહીં ખર્ચવા પડે વધુ રૂપિયા

    ટેલિકોમ રેગ્યુલેટર TRAI એ તમામ ટેલિકોમ કંપનીઓ (Jio, Airtel, Vi) ને 28 એપ્રિલ 2026 સુધીની સમયમર્યાદા આપી છે. આ સમય સુધીમાં કંપનીઓએ તેમના દરેક વેલિડિટી પીરિયડ માટે ‘વોઈસ અને SMS-ઓનલી’ પ્લાન રજૂ કરવા પડશે. અત્યાર સુધી ગ્રાહકોએ ફરજિયાતપણે ડેટા સાથેના મોંઘા બંડલ પ્લાન ખરીદવા પડતા હતા, પરંતુ હવે આ સ્થિતિ બદલાશે.

    કેમ લેવાયો આ નિર્ણય?

    TRAI ના મતે દેશમાં મોટી સંખ્યામાં એવા ગ્રાહકો છે (ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો, ગ્રામીણ વિસ્તારો અને ઓછી આવક ધરાવતા લોકો) જેમને ઇન્ટરનેટ કે ડેટાની જરૂર હોતી નથી. તેમ છતાં, તેમણે કોલિંગ ચાલુ રાખવા માટે મોંઘા ડેટા પ્લાન લેવા પડે છે. નવા નિયમ મુજબ, ડેટા વગરના આ પ્લાન પ્રમાણસર સસ્તા હશે.

    ગ્રાહકોને શું ફાયદો થશે?

    • ખર્ચમાં ઘટાડો: જેમને ડેટા નથી જોઈતો તેમને હવે સસ્તા ભાવે કોલિંગની સુવિધા મળશે.

    • પસંદગીની આઝાદી: ગ્રાહક પોતાની જરૂરિયાત મુજબ માત્ર કોલિંગ અથવા ડેટા-કોલિંગ કોમ્બો પસંદ કરી શકશે.

    • પારદર્શિતા: કંપનીઓએ તેમની વેબસાઇટ અને એપ પર આ પ્લાન્સને સ્પષ્ટપણે દર્શાવવા પડશે.TRAI

    શું ડેટા પ્લાન મોંઘા થશે?

    આ સિક્કાની બીજી બાજુ છે. ટેલિકોમ એક્સપર્ટ્સ માને છે કે જો વોઈસ પ્લાન સસ્તા થશે, તો કંપનીઓ તેમની આવક જાળવી રાખવા માટે ડેટા પ્લાનની કિંમતમાં વધારો કરી શકે છે. જે ગ્રાહકો ઇન્ટરનેટ અને કોલિંગ બંનેનો ઉપયોગ કરે છે, તેમના માટે માસિક ખર્ચ વધી શકે છે.

    20 વર્ષ પછી પહેલીવાર સીધો હસ્તક્ષેપ

    ભારતમાં 2004 થી “ટેરિફ ફોરબીયરન્સ” (Tariff Forbearance) ની નીતિ અમલમાં છે, જે અંતર્ગત કંપનીઓને પ્લાનની કિંમતો નક્કી કરવાની આઝાદી હતી. પરંતુ 20 વર્ષ બાદ TRAI એ ગ્રાહકોના હિતમાં આઝાદી પર લગામ લગાવીને સીધો હસ્તક્ષેપ કર્યો છે. આ નિર્ણયથી ડિજિટલ ઇન્ડિયાના વિસ્તાર અને ટેલિકોમ કંપનીઓના રોકાણ પર શું અસર પડશે તે આવનારો સમય જ કહેશે.

    TRAI
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Rohi Patel Shukhabar

      Related Posts

      BSNL ના ધમાકેદાર પ્રીપેડ પ્લાન્સ: ઓછી કિંમતમાં વધુ વૅલિડિટી અને ડેટાની ભેટ

      August 22, 2026

      નવું SIM લેવા માટે હવે બાયોમેટ્રિક ફરજિયાત: DoT ના નવા અને કડક સિક્યોરિટી નિયમો

      August 22, 2026

      DoT ના નવા નિયમો: ૨૪ ઓગસ્ટથી ૧૦મું SIM કાર્ડ મેળવવું બન્યું અશક્ય

      August 22, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.