Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»પશ્ચિમ બંગાળમાં ટ્રેન દુર્ઘટના બે માલગાડીઓની ટક્કર થઈ અને ટ્રેક પર પલટી
    India

    પશ્ચિમ બંગાળમાં ટ્રેન દુર્ઘટના બે માલગાડીઓની ટક્કર થઈ અને ટ્રેક પર પલટી

    Shukhabar DeskBy Shukhabar DeskJune 25, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    પશ્ચિમ બંગાળના બાંકુરામાં ઓંડા રેલવે સ્ટેશન પર રવિવારે સવારે બે માલગાડીઓ એકબીજા સાથે અથડાઈ ગઈ હતી. આ દુર્ઘટનાને કારણે ટ્રેનોના ઘણા ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. જાેકે, ટ્રેનોની ટક્કરથી ટ્રેક બંધ કરી દેવો પડ્યો હતો અને આ રૂટ પરની ટ્રેનોને અસર થઈ હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર ખડગપુર-બાંકુરા-આદ્રા લાઇન પર ટ્રેનની કામગીરી સ્થગિત કરી દેવામાં આવી છે. અત્યારે રેલવે અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે અને ટ્રેક સાફ કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ટૂંક સમયમાં ટ્રેનોનું સંચાલન શરૂ થઈ જાય એવું અનુમાન લગાવાઈ રહ્યું છે.
    ઓંડા સ્ટેશનના સિક્યોરિટી ઓફિસર દિબાકર માઝીનું કહેવું છે કે પ્રાથમિક માહિતી અનુસાર એક માલગાડી જ્યારે બીજી માલગાડી સાથે અથડાઈ ગઈ હતી. હવે આ કેવી રીતે થયું એની તપાસ કરવામાં આવી રહી છે.
    રેલવે અધિકારીઓએ જણાવ્યું કે માલગાડીઓ સવારે લગભગ ૫.૨૦ વાગ્યાની આસપાસ એકબીજા સાથે અથડાઈ ગઈ હતી. તેવામાં તાત્કાલિક છડ્ઢઇછ વિજિજનમાં ઓન્ડા એસટીએન પર પાટા પરથી ઉતરી જવાને કારણે તમામ અપ અને ડાઉન દિશામાં ટ્રેનની અવરજવર બંધ કરી દેવામાં આવી છે.
    તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ ઓડિશાના બાલાસોરમાં એક ટ્રેન અકસ્માત થયો હતો. આ ઘટનામાં ત્રણ ટ્રેનો અથડાઈ હતી. બંગાળના ઘણા લોકો પણ આ ટ્રેન દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા હતા. તેવામાં આ અકસ્માતમાં અત્યારસુધીમાં ૨૯૨ લોકોના મોત થયા છે. હજુ પણ ઘણા લોકોની સારવાર ચાલી રહી છે.
    ઓડિશાના બાલાસોરમાં ત્રિપલ ટ્રેન અકસ્માત થયો હતો જેમાં કોરોમંડલ ટ્રેનને સૌથી વધારે નુકસાન પહોંચ્યું છે. અત્યારે તે ટ્રેનની અંદરનો એક કથિત વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં અકસ્માત પહેલાની અંતિમ ક્ષણો કેમેરામાં કેદ થઈ હતી.
    આ વીડિયો ટ્રેન દુર્ઘટના પહેલાનો હોવાનું જાણવા મળી રહ્યું છે. જેને સંભવતઃ કોરોમંડલ ટ્રેનના કોઈ એક પેસેન્જરે ઉતાર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. જાેકે આ વીડિયોની પુષ્ટી હજુ સુધી થઈ શકી નથી. આ વાયરલ વીડિયોમાં જાેવા મળી રહ્યું છે કે જ્યારે અકસ્માત થયો ત્યારે કોચમાં શું થઈ રહ્યું હતું. આ કથિત વીડિયો છઝ્ર કોચનો હોઈ શકે છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

      Related Posts

      યુનિયન બેંક ઓફ ઈન્ડિયામાં ભરતી: અરજી કરવાની છેલ્લી તારીખ લંબાવાઈ, જાણો કેવી રીતે કરશો એપ્લાય

      August 13, 2026

      રાહુલ ગાંધીનું મોટું નિવેદન: “RSSની અભિવ્યક્તિની આઝાદી પર હુમલો થશે તો હું તેમની પણ રક્ષા કરીશ”

      August 13, 2026

      રાહુલ ગાંધીનો કેન્દ્ર સરકાર પર પ્રહાર: “સિસ્ટમ જનતાનો અવાજ સાંભળવાને બદલે તેના પર હુકમ થોપી રહી છે”

      August 13, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.