Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં ભીષણ માર્ગ દુર્ઘટના અજાણ્યા વાહનની ટક્કરે દંપતી સહિત પાંચનાં મોત
    India

    ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં ભીષણ માર્ગ દુર્ઘટના અજાણ્યા વાહનની ટક્કરે દંપતી સહિત પાંચનાં મોત

    Shukhabar DeskBy Shukhabar DeskJune 23, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં ભીષણ માર્ગ દુર્ઘટના ઘટી છે. સેહરામઉ દક્ષિણી વિસ્તારના દિલાવરપુર ગામ નજીક હરદોઈ-શાહજહાંપુર હાઈવે પર શુક્રવારે સવારે લગભગ ૫ વાગે અજાણ્યા વાહને બાઈકને ટક્કર મારી દીધી. ઘટનામાં બાઈક સવાર દંપતી સહિત પાંચના મોત થઈ ગયા જ્યારે એક બાળકી ઈજાગ્રસ્ત થઈ ગઈ. આ તમામ એક જ બાઈક પર સવાર હતા. હરદોઈના શાહાબાદથી ઘરે પાછા ફરી રહ્યા હતા.
    જૈતીપુર વિસ્તારના ગામ સલેમપુર નિવાસી રઘુવીર, પત્ની જ્યોતિ, પુત્ર કૃષ્ણા અને અભિ, સાળી જૂલી અને તેમની પુત્રી આરાધ્યા સાથે શાહાબાદના દલેલનગર નિવાસી શ્યામ સિંહની પુત્રી ગુડ્ડીના લગ્ન સમારોહમાં સામેલ થવા ગયા હતા. શુક્રવારે સવારે તમામ લોકો એક જ બાઈક પર સવાર થઈને ઘરે પાછા ફરી રહ્યા હતા. આ દરમિયાન સેહરામઉ દક્ષિણી વિસ્તારમાં અજાણ્યા વાહને બાઈકને ટક્કર મારી દીધી.
    ઘટનામાં રઘુવીર, જ્યોતિ, કૃષ્ણા, અભિ અને જૂલીનુ મોત નીપજ્યુ જ્યારે જૂલીની પુત્રી આરાધ્યા ઈજાગ્રસ્ત થઈ છે. ગ્રામીણોએ ઘટનાની માહિતી પોલીસને આપી. ઘટના સ્થળે પહોંચેલી પોલીસે મૃતકો પાસેથી મળેલા ડોક્યુમેન્ટના આધારે તેમની ઓળખ કરી. ઘટનાની માહિતી મળતા જ રઘુવીર અને જૂલીના પરિવારોમાં હાહાકાર મચી ગયો. રોતા-રોતા મૃતકોના પરિજન હોસ્પિટલ પહોંચી ગયા.
    ઘટના બાદ હાઈવે પર મોડે સુધી ટ્રાફિક જામ રહ્યો. પોલીસે મૃતદેહોને હટાવીને ટ્રાફિક જામ દૂર કર્યો. આ ભીષણ દુર્ઘટનાને લઈને પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. બાઈકને કયા વાહને ટક્કર મારી છે, આ વિશે પોલીસ જાણકારી મેળવી રહી છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

      Related Posts

      યુનિયન બેંક ઓફ ઈન્ડિયામાં ભરતી: અરજી કરવાની છેલ્લી તારીખ લંબાવાઈ, જાણો કેવી રીતે કરશો એપ્લાય

      August 13, 2026

      રાહુલ ગાંધીનું મોટું નિવેદન: “RSSની અભિવ્યક્તિની આઝાદી પર હુમલો થશે તો હું તેમની પણ રક્ષા કરીશ”

      August 13, 2026

      રાહુલ ગાંધીનો કેન્દ્ર સરકાર પર પ્રહાર: “સિસ્ટમ જનતાનો અવાજ સાંભળવાને બદલે તેના પર હુકમ થોપી રહી છે”

      August 13, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.