Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»મૃત્યુના દોઢ વર્ષ પછી આવ્યું મૂસેવાલાનું નવું ગીત મૂસેવાલાનું ગીત રિલીઝના ૧ કલાકની અંદર ૨૦ લાખ લોકોએ જાેયું
    India

    મૃત્યુના દોઢ વર્ષ પછી આવ્યું મૂસેવાલાનું નવું ગીત મૂસેવાલાનું ગીત રિલીઝના ૧ કલાકની અંદર ૨૦ લાખ લોકોએ જાેયું

    Shukhabar DeskBy Shukhabar DeskNovember 13, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    દિવાળીના તહેવાર પર ચાહકોને ચારે બાજુથી સરપ્રાઈઝ મળી રહ્યા છે. બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનની ફિલ્મ ટાઈગર ૩ પણ આજે રિલીઝ થઈ ગઈ છે. તેમજ આ સિવાય હાલમાં જ સાઉથના મેગાસ્ટાર રજનીકાંતની ફિલ્મ લાલ સલામનું ટીઝર પણ રિલીઝ કરવામાં આવ્યું હતું. હવે પંજાબી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ફેન્સ માટે પણ એક ગુડ ન્યૂઝ સામે આવ્યા છે. પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાના મૃત્યુના દોઢ વર્ષ બાદ તેનું નવું ગીત વૉચ આઉટ રિલીઝ કરવામાં આવ્યું છે. દિવાળીના અવસર પર સિંગરનું નવું ગીત વોચ આઉટ ચાહકો માટે રિલીઝ કરવામાં આવ્યું છે.

    સિદ્ધુ મૂસેવાલાની વર્ષ ૨૦૨૨માં મે મહિનામાં ગોળી મારીને મર્ડર કરવામાં આવ્યું હતું. ત્યારથી તેના કેટલાક ગીતો રિલીઝ થઈ રહ્યા છે. હવે દિવાળીના અવસર પર ચાહકો માટે સિદ્ધુ મૂસેવાલા તરફથી આ એક ખાસ ભેટ છે. ગીતનું ટાઇટલ વોચ આઉટ રાખવામાં આવ્યું છે. આ ન્યૂઝ લખાઈ છે ત્યાં સુધીમાં આ ગીતને રિલીઝ થયાને ૨ કલાક પણ નથી થયા અને ૨૨ લાખથી વધુ લોકો તેને જાેઈ ચૂક્યા છે. આ ગીતને લોકો ખૂબ જ ઝડપથી વાયરલ કરી રહ્યા છે. સિદ્ધુ મૂસેવાલાના દમદાર અવાજે ચાહકોને એક અલગ જ ફિલ કરાવ્યું છે. તેમજ ચાહકો પોતાના મનપસંદ ગાયકને યાદ કરીને ભાવુક થતા જાેવા મળ્યા છે.

    ફેન્સ કોમેન્ટમાં સતત પોતાની લાગણી વ્યક્ત કરી રહ્યા છે. એક વ્યક્તિએ લખ્યું- રેસ્ટ ઈન પાવર જટ્ટા. અન્ય વ્યક્તિએ લખ્યું- એક કલાકમાં ૨.૧ મિલિયન વ્યૂઝ. મૃત્યુ પણ વ્યક્તિત્વની ખ્યાતિ વધતા રોકી શકતું નથી. તમને જણાવી દઈએ કે, સિદ્ધુ મૂસેવાલા લોકોમાં એક લોકપ્રિય પંજાબી ગાયક હતા. તેઓ વિશ્વભરના યુવાનોમાં લોકપ્રિય હતા અને અત્યારે પણ છે. મે ૨૦૨૨માં જ્યારે તે થોર ગાડી લઈને પ્રવાસ પર હતો, ત્યારે તેને ગોળી મારીને મર્ડર કરવામાં આવ્યું હતું. આ કેસમાં ગોલ્ડી બ્રારનું નામ સામે આવ્યું હતું. આજે પણ ચાહકો સિદ્ધુ મૂસેવાલાને ન્યાય મળે તેવી આશા લઈને બેઠા છે અને વિનંતી કરી રહ્યા છે. આ ગીત સાંભળી અને જાેઈને તેના ચાહકો ફરી એકવાર ભાવુક થયા છે. તહેવારના દિવસે મૂસેવાલાએ ચાહકોની આંખોમાં આંસુ લાવ્યા છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

      Related Posts

      રાહુલ ગાંધીના ‘વોટ ચોરી’ના આરોપોથી રાજકીય ગરમાવો, રાષ્ટ્રપતિ સાથેની મુલાકાત બાદ ભાજપનો વળતો પ્રહાર

      October 10, 2026

      HAL Recruitment 2026: એન્જિનિયરિંગ યુવાનો માટે 150 જગ્યાઓ, ₹1.20 લાખ સુધી પગાર

      October 8, 2026

      SIR મુદ્દે INDIA ગઠબંધન આક્રમક, રાહુલ ગાંધીએ સાંસદોને આપી મોટી સૂચના

      October 8, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.