Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»બંને ઘણા સમયથી રિલેશનશિપમાં હતા સ્કૂલની શિક્ષિકા સાથે ભાગી ગઈ ૧૭ વર્ષની વિદ્યાર્થિની
    India

    બંને ઘણા સમયથી રિલેશનશિપમાં હતા સ્કૂલની શિક્ષિકા સાથે ભાગી ગઈ ૧૭ વર્ષની વિદ્યાર્થિની

    Shukhabar DeskBy Shukhabar DeskJuly 4, 2023No Comments3 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ચાર દિવસ પહેલા ૧૭ વર્ષીય છોકરી બિકાનેરના શ્રીડુંગરગઢ પોલીસ સ્ટેશનના હદમાં આવેલી સ્કૂલમાં ભણાવતી તેની ૨૧ વર્ષીય શિક્ષિકા સાથે ભાગી જતાં જબરદસ્ત હોબાળો થયો હતો. રવિવારના રોજ છોકરીના પરિવાર અને સ્થાનિકોએ ધરણા કર્યા હતા. શિક્ષિકા લઘુમતી સમાજમાંથી આવતી હોવાથી ધરણા કરનારે આ કેસને ‘લવ જેહાદ’ ગણાવ્યો હતો. ૩૦ જૂને ધોરણ ૧૨માં આર્ટ્‌સ સ્ટ્રીમમાં ભણતી વિદ્યાર્થિની ગુમ થયા બાદ તેના માતા-પિતાએ ફરિયાદ નોંધાવી હતી, જેમાં તે તેની શિક્ષિકા સાથે ભાગી ગઈ હોવાનું કહ્યું હતું.

    જે બાદ મોટી સંખ્યામાં સ્થાનિક લોકો પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા અને ગમે તેમ કરી છોકરીને શોધી લાવવા કહ્યું હતું. આ સાથે શિક્ષિકાની ધરપકડ કરવા માટે પણ ડિમાન્ડ કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે, છોકરી ૩૦ જૂને સ્કૂલે ગઈ હતી અને સાંજ સુધી ઘરે પરત ફરી નહોતી. તેના માતા-પિતાએ સંબંધીઓ તેમજ મિત્રોના ઘરે જઈને શોધખોળ કરી હતી પરંતુ રાત પડી ત્યાં સુધી તેની કોઈ ભાળ મળી નહોતી. પ્રાથમિક તપાસના રિપોર્ટમાં, તેમણે શિક્ષિકા પર છોકરીનું અપહરણ કરવાનો આરોપ લગાવ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે, તપાસ સૂચવે છે કે છોકરી અને તેની શિક્ષિકા ઘણા લાંબા સમયથી રિલેશનશિપમાં હતી અને દેખીતી રીતે બંને ભાગી ગયા હતા. અમે શિક્ષિકા સામે અપહરણનો કેસ નોંધ્યો છે. છોકરી સગીરા છે અને તેની ઉંમર ૧૭ વર્ષ અને પાંચ મહિના છે.

    જાે તે શિક્ષિકા સાથે પોતાની મરજીથી ગઈ હોય તો પણ તે કાયદામાં માન્ય નથી. તેથી અમે શિક્ષિકા સામે અપહરણનો ગુનો નોંધ્યો છે, તેમ બિકાનેર એસપી તેજસ્વીની ગૌતમે જણાવ્યું હતું. પોલીસની ટીમ શિક્ષિકાના પિતા અને પરિવારના અન્ય સભ્યોની પૂછપરછ કરી રહી છે અને તે તેની વિદ્યાર્થિની સાથે ક્યાં ગઈ હોઈ શકે તે વિશે જાણવાનો પ્રયાસ કરી રહી છે. ‘અમારી ટીમ રેડ પાડી રહી છે અને બાતમીના આધારે કામ કરી રહી છે. છોકરીને ખૂબ જલ્દીથી શોધી લઈશું તેવી આશા છે. અફવા ફેલાવી સમાજમાં શાંતિ ડહોળવાનો પ્રયાસ કરનારા સામે પણ અમે કાર્યવાહી કરીશું’, તેમ તેમણે ઉમેર્યું હતું.

    બીજી તરફ પ્રદર્શનકારીઓમાંથી એકે પોલીસ પર દોષી સામે જરૂરી કાર્યવાહી કરવામાં વિલંબનો આરોપ લગાવ્યો હતો અને કહ્યું હતું કે ‘અમે પાંચ સભ્યોની કાર્યવાહી સમિતિની રચના કરી છે. અમે એક બેઠક કરીશ. બાદમાં પોલીસ અધિકારીઓ સાથે પણ બેઠક કરી આગળ શું કરવું છે તે નક્કી કરીશું’. તો છોકરીના પિતાએ જણાવ્યું હતું કે, તેમની દીકરી ગુમ થઈ ત્યારથી તેઓ શોધખોળ કરી કર્યા છે. ઘટનાના બે દિવસ બાદ રવિવારે જયપુર રેલવે સ્ટેશન પર એક સીસીટીવી કેમેરામાં આરોપી શિક્ષિકા અને તેમની દીકરી જાેવા મળી હતી. બંને રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર ૧ પર દેખાઈ ગઈ. જે બાદ બંને ક્યાં ગઈ તેનો કોઈ કડી મળી રહી નથી. આ સાથે તેમણે અપહરણમાં શિક્ષિકાના બંને ભાઈઓનો પણ હાથ હોવાનું કહ્યું હતું.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Government Job: RRB NTPC UG ભરતી 2025: અરજી પ્રક્રિયા શરૂ, 27 નવેમ્બર સુધીમાં અરજી કરો

    October 28, 2025

    IAS Transfer: યોગી સરકારનું મોટું પગલું: 46 IAS અધિકારીઓના પોસ્ટિંગમાં ફેરફાર, વહીવટી કડક થવાના સંકેત

    October 28, 2025

    Job 2025: કારકિર્દીમાં પ્રગતિ માટે સુવર્ણ તક, 103 સ્પેશિયાલિસ્ટ ઓફિસરની જગ્યાઓ

    October 28, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.