ઘૂમર અને રેમો ડિસૂઝાની અનટાઈટલ્ડ ફિલ્મ સહિતના આગામી પ્રોજેક્ટ સાથે અભિષેક બચ્ચન પ્રોફેશનલ લાઈફમાં વ્યસ્ત છે. એક્ટર હોવાની સાથે-સાથે તે સ્પોર્ટ્સ આંત્રપ્રિન્યોર પણ છે. પરંતુ શનિવાર સવારથી ઘણા રિપોર્ટ્સમાં તેવો દાવો કરવામાં આવ્યો હતો કે, અભિષેક તેના પેરેન્ટ્સ અમિતાભ બચ્ચન અને જયા બચ્ચનના પગલે-પગલે એક્ટિંગ બાદ હવે ખૂબ જલ્દી રાજકારણમાં પણ પગ મૂકવાનો છે. ભારત સમાચારના એક રિપોર્ટ પ્રમાણે, તે અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટીમાં જાેડાવાનો છે અને તેના પિતાની જેમ અલાહાબાદ મતવિસ્તારમાંથી ચૂંટણી લડશે. એક્સક્લુઝિવ માહિતી પ્રમાણે ‘જે કંઈ વાત વહેતી થઈ છે તે એકદમ ખોટી છે’. આ સાથે જ તે સ્પષ્ટ થઈ ગયું છે કે જે કંઈ અટકળો અને રિપોર્ટસ ઓનલાઈન ચાલી રહ્યા છે તે ખોટા છે.
આ કહાણીમાં કંઈ સત્ય નથી. ૨૦૧૩માં આપેલા એક ઈન્ટરવ્યૂમાં અભિષેકે રાજકારણમાં કરિયર બનાવવા વિશે વાત કરી હતી. તેણે કહ્યું હતું કે ‘મારા માતા-પિતા રાજકારણમાં રહ્યા છે પરંતુ હું મારી જાતને તે કામ કરતાં જાેઈ શકતો નથી. હું ઓનસ્ક્રીન નેતાનો રોલ ભજવી શકું છું પરંતુ રિયલ લાઈફ માટે ના છે. હું તેમા ક્યારેય નહીં જાઉ. આ દરમિયાન અભિષેક બચ્ચન પ્રોફેશનલ લાઈફમાં વ્યસ્ત ચાલી રહ્યો છે. તેની પાસે પાઈપલાઈનમાં બેક-ટુ-બેક પ્રોજેક્ટ છે. એક્સક્લુઝિવ વાતચીત કરતાં એક્ટરે કહ્યું હતું કે ‘વર્ષના પહેલા છે મહિનામાં મેં બે ફિલ્મો કરી હતી. છેલ્લા ત્રણ-ચાર વર્ષથી ભગવાનની દયાથી હું વ્યસ્ત છું. અમે જીજીજી૭ નામની ફિલ્મ પ્રોડ્યૂસ કરી હતી, જેમાં મેં પર્સનલ એક્સર્સાઈઝ તરીકે વધારે કર્યું હતું. કારણ કે મને લાગતું હતું કે, ફ્રેમમાં એકમાત્ર એક્ટર બનવું વધારે પડકારજનક હશે. આવું કામ હિંદી સિનેમામાં છેલ્લા ૪૦-૫૦ વર્ષથી થયું હતું. મને લાગે છે કે આવું કામ દત્ત સાહેબે કર્યું હતું.
મને ચોક્કસ તારીખ યાદ નથી. હું ચેન્નઈ ગયો હતો અને ત્યાં ફિલ્મનું શૂટિંગ કર્યું હતું. હાલ તેના પોસ્ટ પ્રોડક્શનનું કામ ચાલી રહ્યું છે અને અમે રિલીઝની તારીખ જલ્દી જાહેર કરીશું. આ સિવાય ‘ઘૂમર’ પણ રિલીઝ માટે તૈયાર છે. આ વર્ષની શરૂઆતમાં મેં તેનું કામ પૂરું કર્યું હતું. થોડા મહિનામાં તે પણ તૈયાર થઈ જશે. મેં હાલમાં જ રેમો ડિસૂઝાની ફિલ્મનું શૂટિંગ પતાવ્યું છે. ઓગસ્ટમાં હું સૂજિત સરકાર સાથેની આગામી ફિલ્મનું શૂટિંગ શરૂ કરીશ. આવતા વર્ષે મારી ઘણી ફિલ્મો રિલીઝ થશે. જણાવી દઈએ કે, અભિષેક બચ્ચને બોલિવુડમાં કરિયરની શરૂઆત વર્ષ ૨૦૦૦માં ફિલ્મ ‘રેફ્યૂજી’થી કરી હતી. ૨૩ વર્ષ દરમિયાન તે ઘણી ફિલ્મો કરી ચૂક્યો છે. પરંતુ તેની ગણીગાંઠી ફિલ્મો જ હિટ રહી છે.