Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»વીએચપીના ઉપાધ્યક્ષની નિરંજની અખાડાની મુલાકાત ૧૬ થી ૨૪ જાન્યુઆરીની વચ્ચે રામમંદિરમાં મૂર્તિ સ્થાપિત કરાશે.
    India

    વીએચપીના ઉપાધ્યક્ષની નિરંજની અખાડાની મુલાકાત ૧૬ થી ૨૪ જાન્યુઆરીની વચ્ચે રામમંદિરમાં મૂર્તિ સ્થાપિત કરાશે.

    Shukhabar DeskBy Shukhabar DeskAugust 22, 2023No Comments1 Min Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    અયોધ્યામાં રામ મંદિર નિર્માણની જવાબદારી સંભાળી રહેલા વિશ્વ હિન્દુ પરિષદ (વીએચપી)ના આંતરરાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ન્યાસના મહાસચિવ ચંપત રાયે નિરંજની અખાડાની મુલાકાત લીધી હતી અને અખિલ ભારતીય અખાડા પરિષદ (નિરંજની) ના પ્રમુખ શ્રીમંત રવિન્દ્રપુરી મહારાજને મળ્યા હતા. તેમને મંદિરમાં ભગવાન રામની મૂર્તિ સ્થાપન કાર્યક્રમમાં ભાગ લેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું.

    ચંપત રાયે કહ્યું કે જાન્યુઆરી ૨૦૨૪માં ૧૬ થી ૨૪ જાન્યુઆરીની વચ્ચે એક શુભ મુહૂર્તમાં મંદિરના ગર્ભગૃહમાં ભગવાન રામની મૂર્તિ સ્થાપિત કરવામાં આવશે. તેમણે કહ્યું કે બે માળના રામ મંદિરનો ગ્રાઉન્ડ ફ્લોર સંપૂર્ણપણે તૈયાર છે. મૂર્તિની સ્થાપના બાદ ભક્તો મંદિરમાં રામ લાલાના દર્શન કરી શકશે. આ દરમિયાન બીજા માળનું બાંધકામ પણ ચાલુ રહેશે.

    ચંપત રાયે કહ્યું કે હવે સંતોને મૌખિક રીતે આમંત્રણ આપવામાં આવી રહ્યું છે. શુભ મુહૂર્ત બાદ નવેમ્બરમાં સમગ્ર દેશના સંત સમાજને મૂર્તિ સ્થાપન કાર્યક્રમમાં ભાગ લેવા માટે વિધિવત આમંત્રણ આપવામાં આવશે. અખાડા પરિષદના પ્રમુખ શ્રીમહંત રવિન્દ્રપુરી મહારાજે કહ્યું કે વર્ષોની તપસ્યા, બલિદાન અને સંઘર્ષ બાદ અયોધ્યામાં ભગવાન શ્રી રામનું ભવ્ય મંદિર બનાવવાનું હિન્દુ સમાજનું સ્વપ્ન સાકાર થવા જઈ રહ્યું છે. બધા હિન્દુઓએ અયોધ્યા જઈને ભગવાન શ્રીરામના દર્શન કરવા જ જાેઈએ.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

      Related Posts

      લોકશાહી અરાજકતા ફેલાવવાનું લાયસન્સ નથી: વિપક્ષના વિરોધ વચ્ચે રાજનાથ સિંહનો પલટવાર

      October 16, 2026

      મતદાર યાદીમાં મોટો ફેરફાર! ગુજરાત સહિત 17 રાજ્યોમાં ચૂંટણી પંચની નવી પ્રક્રિયા, જાણો સંપૂર્ણ માહિતી

      October 16, 2026

      આસામમાં ડ્રગ્સ માફિયાઓ સામે મોટી કાર્યવાહી! 182 કરોડનું ડ્રગ્સ જપ્ત, અમિત શાહે પોલીસની કરી પ્રશંસા

      October 15, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.