Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Business»Vedanta Demerger: વેદાંત લિમિટેડનો ઐતિહાસિક નિર્ણય: 1 મેથી ડીમર્જર યોજના લાગુ થશે
    Business

    Vedanta Demerger: વેદાંત લિમિટેડનો ઐતિહાસિક નિર્ણય: 1 મેથી ડીમર્જર યોજના લાગુ થશે

    Rohi Patel ShukhabarBy Rohi Patel ShukhabarApril 20, 2026No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    Vedanta Demerger: અનિલ અગ્રવાલની મોટી જાહેરાત: વેદાંતનું 1 મેથી વિભાજન, જાણો તમને કેટલા શેર મળશે?

    માઈનિંગ ક્ષેત્રની દિગ્ગજ કંપની વેદાંત લિમિટેડ ના બોર્ડે સોમવાર, 20 એપ્રિલના રોજ જાહેરાત કરી છે કે તેમની મહત્વાકાંક્ષી ડીમર્જર યોજના 1 મે થી અમલમાં આવશે. બોર્ડે આ તારીખને જ ‘રેકોર્ડ ડેટ’ તરીકે નક્કી કરી છે, જેનો અર્થ છે કે આ દિવસે શેર ધરાવતા રોકાણકારો જ ડીમર્જર હેઠળ મળનારા નવા શેર માટે પાત્ર ગણાશે.

    ચાર નવી કંપનીઓનું લિસ્ટિંગ

    ડીમર્જર યોજના હેઠળ, વેદાંત લિમિટેડ પોતાના વિવિધ બિઝનેસને અલગ કરી ચાર નવી કંપનીઓને શેરબજારમાં લિસ્ટ કરશે:

    1. વેદાંત એલ્યુમિનિયમ મેટલ લિમિટેડ (VAML)

    2. તલવંડી સાબો પાવર લિમિટેડ (TSPL)

    3. માલ્કો એનર્જી લિમિટેડ (MEL)

    4. વેદાંત આયર્ન એન્ડ સ્ટીલ લિમિટેડ (VISL)

    શેરધારકો માટે 1:1 નો રેશિયો

    એક્સચેન્જ ફાઇલિંગ મુજબ, વેદાંતના શેરધારકોને દરેક ચાર વ્યવસાયોમાં 1:1 ના રેશિયોમાં શેર મળશે. એટલે કે, તમારી પાસે વેદાંત લિમિટેડનો જેટલો 1 શેર હશે, તેની સામે દરેક નવી કંપનીનો 1-1 શેર ફાળવવામાં આવશે:

    • એલ્યુમિનિયમ બિઝનેસ (VAML): વેદાંતના 1 શેર સામે VAML નો ₹1 ફેસ વેલ્યુ વાળો 1 શેર.

    • મર્ચન્ટ પાવર બિઝનેસ (TSPL): વેદાંતના 1 શેર સામે TSPL નો ₹10 ફેસ વેલ્યુ વાળો 1 શેર.

    • ઓઈલ અને ગેસ બિઝનેસ (MEL): વેદાંતના 1 શેર સામે MEL નો ₹1 ફેસ વેલ્યુ વાળો 1 શેર.

    • આયર્ન ઓર બિઝનેસ (VISL): વેદાંતના 1 શેર સામે VISL નો ₹1 ફેસ વેલ્યુ વાળો 1 શેર.

    નૉન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સ અને BALCO ટ્રાન્સફર

    કંપનીએ સ્પષ્ટ કર્યું છે કે એલ્યુમિનિયમ વ્યવસાય સાથે જોડાયેલા કેટલાક નૉન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સ (NCDs) પણ વેદાંત એલ્યુમિનિયમ મેટલને ટ્રાન્સફર કરવામાં આવશે. આ ઉપરાંત, ભારત એલ્યુમિનિયમ કંપની (BALCO) માં વેદાંતનો હિસ્સો હવે VAML ને સોંપવામાં આવશે. નોંધનીય છે કે BALCO નો ટર્નઓવર ₹15,909 કરોડ છે, જે વેદાંતના કુલ ટર્નઓવરના અંદાજે 10% જેટલો છે.

    શેર વેચાણ સમજૂતી અને સમયરેખા

    વેદાંત અને VAML વચ્ચે શેર વેચાણની સમજૂતી 30 એપ્રિલ 2026 સુધીમાં સાઈન થવાની અપેક્ષા છે. VAML દ્વારા ઇન્કમ ટેક્સના નિયમો મુજબ ‘કમ્પલસરી કન્વર્ટિબલ ડિબેન્ચર્સ’ પણ જારી કરવામાં આવશે, જેની કિંમત BALCO ની ફેર માર્કેટ વેલ્યુને આધારે નક્કી થશે.

    Vedanta Demerger
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Rohi Patel Shukhabar

      Related Posts

      RBIનો મોટો નિર્ણય: રૂપિયાના ઓફશોર માર્કેટ (NDF) પરના પ્રતિબંધો હટાવ્યા

      April 20, 2026

      Top 3 Analyst Pick Stocks: શેરબજારમાં સુસ્તી વચ્ચે આ 3 શેરો કરાવી શકે છે કમાણી: જાણો ટાર્ગેટ અને સ્ટોપ લોસ

      April 20, 2026

      Anil Ambani: CBIની મોટી કાર્યવાહી: રિલાયન્સ કમ્યુનિકેશન્સના બે વરિષ્ઠ અધિકારીઓની ધરપકડ

      April 20, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.