Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Business»ક્રિપ્ટો રોકાણમાં યુપી દેશમાં નંબર-1: મુંબઈ અને દિલ્હી જેવા મેટ્રો શહેરોને પણ પાછળ છોડ્યા
    Business

    ક્રિપ્ટો રોકાણમાં યુપી દેશમાં નંબર-1: મુંબઈ અને દિલ્હી જેવા મેટ્રો શહેરોને પણ પાછળ છોડ્યા

    Rohi Patel ShukhabarBy Rohi Patel ShukhabarAugust 21, 2026No Comments3 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    CoinSwitch રિપોર્ટ: દેશના કુલ ક્રિપ્ટો રોકાણમાં ઉત્તર પ્રદેશનો સર્વાધિક 12.9% હિસ્સો, યુવાનોની સૌથી મોટી ભાગીદારી

    ભારતમાં ક્રિપ્ટોકરન્સી રોકાણને લઈને એક ચોંકાવનારો અહેવાલ સામે આવ્યો છે. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે ક્રિપ્ટો જેવા આધુનિક નાણાકીય સાધનોમાં મુંબઈ કે દિલ્હી જેવા મોટા મેટ્રો શહેરોના લોકો વધુ રોકાણ કરતા હશે, પરંતુ વાસ્તવિકતા અલગ છે. દેશના જાણીતા ક્રિપ્ટો પ્લેટફોર્મ કોઇનસ્વિચ (CoinSwitch) ના તાજેતરના રિપોર્ટ અનુસાર, ભારતમાં ક્રિપ્ટોકરન્સી રોકાણના મામલે ઉત્તર પ્રદેશ (UP) સમગ્ર દેશમાં ટોચના સ્થાને પહોંચી ગયું છે.

    કોઇનસ્વિચ પ્લેટફોર્મ પર થયેલા કુલ ક્રિપ્ટો રોકાણમાં એકલા ઉત્તર પ્રદેશનો હિસ્સો ૧૨.૯% નોંધાયો છે. આ આંકડા સાથે યુપીએ દેશની આર્થિક રાજધાની મુંબઈ (મહારાષ્ટ્ર) અને રાષ્ટ્રીય રાજધાની દિલ્હીને પણ પાછળ છોડી દીધા છે.

    Bitcoin All-Time High

    ટોચના રાજ્યો અને બિટકોઇન ની લોકપ્રિયતા

    રોકાણના આંકડા દર્શાવે છે કે મહારાષ્ટ્ર ૧૨.૪% હિસ્સા સાથે બીજા ક્રમે છે. આ યાદીમાં કર્ણાટક ૮.૧% સાથે ત્રીજા અને દિલ્હી ૭.૪% સાથે ચોથા સ્થાને આવે છે. આ ડેટા સ્પષ્ટ કરે છે કે ક્રિપ્ટો રોકાણ હવે માત્ર દેશના મોટા નાણાકીય કેન્દ્રો કે મેટ્રો શહેરો પૂરતું સીમિત નથી રહ્યું, પરંતુ નાના શહેરો અને ટિયર-૨, ટિયર-૩ રાજ્યોમાંથી પણ રોકાણકારો મોટી સંખ્યામાં આગળ આવી રહ્યા છે.

    દેશના ૧૦ સૌથી મોટા ક્રિપ્ટો રોકાણ ધરાવતા રાજ્યોમાંથી ૯ રાજ્યોમાં બિટકોઇન (Bitcoin) રોકાણકારોની પહેલી પસંદ રહ્યો છે. જોકે, આ બાબતમાં આંધ્રપ્રદેશ અપવાદ સાબિત થયું છે, જ્યાં બિટકોઇન ની જગ્યાએ ડોજકોઇન (Dogecoin) સૌથી વધુ પસંદ કરવામાં આવ્યો હતો.

    યુવા વર્ગની સૌથી મોટી ભાગીદારી

    નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિક ગાળા (Q2) માં કોઇનસ્વિચ સાથે જોડાયેલા નવા રોકાણકારોમાં ૧૮ થી ૨૫ વર્ષની વયના યુવાનોનો હિસ્સો ૫૪.૪% જેટલો સિંહફાળો રહ્યો હતો. જ્યારે ૨૬ થી ૩૫ વર્ષની વયજૂથના રોકાણકારોનો હિસ્સો ૨૫.૪% હતો. એટલે કે પ્લેટફોર્મ પર જોડાયેલા દર ૪માંથી ૩ નવા રોકાણકારો ૩૫ વર્ષ કે તેથી ઓછી ઉંમરના હતા.

    જોકે, ખરીદ-વેચાણના વ્યવહારોમાં યુવાનો અને અનુભવી રોકાણકારો વચ્ચે મોટો તફાવત જોવા મળ્યો હતો. ૧૮-૨૫ વર્ષના રોકાણકારોનો ‘બાય-ટુ-સેલ’ (Buy-to-Sell) રેશિયો ૦.૬૫ રહ્યો હતો, જે દર્શાવે છે કે તેઓ નફો રળવા માટે ઝડપથી વેચાણ કરે છે. આની સામે ૪૬ વર્ષથી વધુ ઉંમરના રોકાણકારોનો આ રેશિયો ૧.૧૪ હતો, જે તમામ વયજૂથમાં સૌથી વધુ છે. આ સાબિત કરે છે કે વયસ્ક રોકાણકારો લાંબા ગાળા માટે સંપત્તિ જાળવી રાખવામાં વધુ વિશ્વાસ ધરાવે છે.

    ઉંમર વધવાની સાથે પોર્ટફોલિયોમાં વૈવિધ્ય

    અહેવાલ મુજબ, ઉંમર સાથે ક્રિપ્ટો પોર્ટફોલિયોનું વૈવિધ્યકરણ (Diversification) પણ વધતું જોવા મળ્યું છે. ૧૮ થી ૨૫ વર્ષના ૫૯.૨% રોકાણકારો પાસે માત્ર એક જ ક્રિપ્ટોકરન્સી હતી. જ્યારે ૩૬ થી ૪૫ વર્ષની વયજૂથમાં આ આંકડો ઘટીને ૩૬.૩% થઈ ગયો હતો. આ જ વયજૂથમાં ૧૦ કે તેથી વધુ ક્રિપ્ટોકરન્સી પોતાના પોર્ટફોલિયોમાં ધરાવતા લોકોનો હિસ્સો ૯.૧% હતો.

    તમામ વયજૂથમાં બિટકોઇન અને ડોજકોઇનની જોડી સૌથી વધુ લોકપ્રિય રહી હતી. તે સિવાય બિટકોઇન -શિબા ઇનુ, ડોજકોઇન-શિબા ઇનુ અને બિટકોઇન -ઇથેરિયમની પેર પણ રોકાણકારો દ્વારા પસંદ કરવામાં આવી હતી.

    ટ્રેડિંગનો સમય અને મહિલાઓની ભાગીદારી

    અહેવાલ અનુસાર, સપ્તાહમાં ગુરુવારનો દિવસ ટ્રેડિંગ માટે સૌથી વધુ વ્યસ્ત રહ્યો હતો, જ્યારે રવિવારે બજારની પ્રવૃત્તિ સૌથી ઓછી નોંધાઈ હતી. દિવસ દરમિયાન રાત્રે ૧૦ થી ૧૧ વાગ્યા વચ્ચે સૌથી વધુ ટ્રેડિંગ જોવા મળ્યું હતું. સાંજે ૭ વાગ્યાથી અડધી રાત સુધી ખરીદીનો માહોલ મજબૂત રહેતો હતો, જ્યારે સવારે ૩ થી ૫ વાગ્યાના સમયગાળામાં ટ્રેડિંગ નહિવત હતું.

    આંધ્રપ્રદેશ વિશે વિશેષ વિગત સામે આવી છે કે ત્યાંના કુલ ક્રિપ્ટો રોકાણમાં મહિલાઓની ભાગીદારી ૫૯.૩% રહી હતી, જે દેશના તમામ ટોપ-૧૦ ક્રિપ્ટો માર્કેટ્સમાં મહિલા રોકાણકારોનું સૌથી વધુ પ્રમાણ છે.

    #CryptoInvestment #UttarPradesh bitcoin
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Rohi Patel Shukhabar

      Related Posts

      Salary Slip વગર પણ મળશે Personal Loan! માત્ર આધાર અને PANથી ઘરે બેઠા લોન માટે કરો અરજી, જાણો સંપૂર્ણ પ્રક્રિયા

      November 26, 2026

      PNBની 680 દિવસની સ્પેશિયલ FDમાં મળશે 7.65% સુધી વ્યાજ! ₹5 લાખ અને ₹10 લાખ જમા કરાવવા પર કેટલી થશે કમાણી?

      November 26, 2026

      હવે ઘરે બેઠા માત્ર OTPથી ખોલો NPS ખાતું! ₹250થી શરૂ કરો રિટાયરમેન્ટ માટે બચત, જાણો આખી પ્રક્રિયા

      November 26, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.