Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Business»અમેરિકા ભારત પર લગાવી શકે છે 25% સુધીનો નવો ટેરિફ! Make in India અને PLI યોજનાઓ સામે ઉઠાવ્યા સવાલ
    Business

    અમેરિકા ભારત પર લગાવી શકે છે 25% સુધીનો નવો ટેરિફ! Make in India અને PLI યોજનાઓ સામે ઉઠાવ્યા સવાલ

    Rohi Patel ShukhabarBy Rohi Patel ShukhabarNovember 26, 2026No Comments3 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ટ્રમ્પનો ભારતને મોટો ઝટકો? ભારતીય ઉત્પાદનો પર વધારાના ટેરિફની તૈયારી, 17% સુધી મળી શકે રાહત

    ભારત અને અમેરિકા વચ્ચે લાંબા સમયથી ટ્રેડ ડીલને લઈને ચર્ચાઓ ચાલી રહી છે. ક્યારેક આયાત-નિકાસ પર ટેરિફ ઘટાડવાની વાત થાય છે, તો ક્યારેક ભારતીય ઉત્પાદનો પર અમેરિકન શુલ્ક વધારવાની ચર્ચા સામે આવે છે. હવે આ વિવાદમાં નવો વળાંક આવ્યો છે. અમેરિકાએ ભારતની મેન્યુફેક્ચરિંગ નીતિઓ સામે સવાલ ઉઠાવ્યા છે. અમેરિકાનો આરોપ છે કે ભારત સરકારની કેટલીક યોજનાઓને કારણે અનેક ક્ષેત્રોમાં જરૂરિયાત કરતાં વધારે ઉત્પાદન થઈ રહ્યું છે. આ મુદ્દે અમેરિકાએ ભારતીય માલસામાન પર 25 ટકા સુધીનો નવો ટેરિફ લગાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે.

    અમેરિકાએ ભારત પર 25% ટેરિફ લગાવવાનો પ્રસ્તાવ કેમ મૂક્યો?

    25 નવેમ્બર 2026ના રોજ અમેરિકાના ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ એટલે કે USTRની ઓફિસે આ પ્રસ્તાવ રજૂ કર્યો હતો. તેના અનુસાર, ભારતમાંથી અમેરિકામાં આયાત થતા કેટલાક ઉત્પાદનો પર 25 ટકા સુધીનો વધારાનો ટેરિફ લગાવી શકાય છે. જોકે, અગાઉથી લાગુ Section 301 હેઠળના ટેરિફનો પણ તેમાં સમાવેશ થશે અને અમુક ઉત્પાદનોને છૂટ મળી શકે છે. જો ભારત અને અમેરિકા વચ્ચે વેપાર કરાર થાય તો આ દર ઘટીને 17 ટકા થઈ શકે છે. હાલમાં આ માત્ર પ્રસ્તાવ છે, અંતિમ નિર્ણય લેવાયો નથી.

    ભારત એકલું નહીં, અન્ય 13 અર્થવ્યવસ્થાઓ પણ અમેરિકાના નિશાન પર

    અમેરિકાની આ કાર્યવાહી માત્ર ભારત પૂરતી મર્યાદિત નથી. ચીન, યુરોપિયન યુનિયન, જાપાન, દક્ષિણ કોરિયા, વિયેતનામ, બાંગ્લાદેશ, સિંગાપોર, સ્વિટ્ઝર્લેન્ડ, તાઇવાન, થાઇલેન્ડ, ઇન્ડોનેશિયા, મલેશિયા અને કંબોડિયા સહિત કુલ 14 અર્થવ્યવસ્થાઓ સામે પણ કાર્યવાહીનો પ્રસ્તાવ છે. આ યાદીમાં વિયેતનામ પર સૌથી વધુ 35 ટકા સુધીના ટેરિફની દરખાસ્ત છે. ભારત માટે આ દર 25 ટકા સુધી રાખવાની વાત કરવામાં આવી છે. બીજી તરફ ભારત સરકારે અમેરિકાના વધારાના ઉત્પાદન સંબંધિત આરોપોને સખત શબ્દોમાં ફગાવી દીધા છે.

    જરૂરિયાત કરતાં વધારે ઉત્પાદન અમેરિકાને કેમ ખટકી રહ્યું છે?

    અમેરિકા આ સમસ્યાને ‘સ્ટ્રક્ચરલ એક્સેસ કેપેસિટી’ તરીકે ઓળખાવે છે. સરળ ભાષામાં સમજીએ તો જ્યારે કોઈ દેશની ફેક્ટરીઓમાં ઉત્પાદન કરવાની ક્ષમતા સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય માંગ કરતાં ઘણી વધારે હોય ત્યારે વધારાનો માલ બજારમાં ઉપલબ્ધ થાય છે. અમેરિકાનો દાવો છે કે સરકારી સબસિડી અને અન્ય સહાયથી કંપનીઓ જરૂરિયાત કરતાં વધારે ઉત્પાદન કરે છે. ત્યારબાદ આ માલ અન્ય દેશોમાં ઓછા ભાવે વેચવામાં આવે છે. પરિણામે અમેરિકાની સ્થાનિક કંપનીઓ માટે સ્પર્ધા કરવી મુશ્કેલ બને છે અને ત્યાંના ઉદ્યોગો, વ્યવસાય તથા રોજગારી પર અસર પડી શકે છે.

    Make in India અને PLI યોજનાઓ પણ અમેરિકાના સવાલોના ઘેરામાં

    અમેરિકાની રિપોર્ટમાં ભારતની Make in India, આત્મનિર્ભર ભારત અને પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ એટલે કે PLI યોજનાઓનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. USTRના મતે આ યોજનાઓ દ્વારા ભારત સરકાર ઉત્પાદન અને નિકાસ વધારવા માટે પ્રોત્સાહન આપી રહી છે. PLI યોજના હેઠળ 14 ક્ષેત્રો માટે પાંચ વર્ષ દરમિયાન લગભગ 21 અબજ ડોલરની જોગવાઈ કરવામાં આવી હતી. દવાઓ, મેડિકલ ઉપકરણો, સ્ટીલ, સોલર અને ICT ક્ષેત્રોને લઈને અમેરિકાએ ખાસ ચિંતા વ્યક્ત કરી છે. જોકે, રિપોર્ટમાં એ પણ સ્વીકારવામાં આવ્યું છે કે ભારત કદાચ ઉત્પાદન ક્ષમતાના નિર્ધારિત લક્ષ્યાંકો સુધી પહોંચી શક્યું નથી.

    Section 301 શું છે અને ચીન સામે પણ થયો હતો તેનો ઉપયોગ?

    અમેરિકાના પ્રસ્તાવમાં Section 301નો ઉલ્લેખ હોવાથી આ કાયદાને સમજવો પણ જરૂરી છે. Section 301 એ અમેરિકાના ટ્રેડ એક્ટ 1974નો એક ભાગ છે. તેના હેઠળ USTR અન્ય દેશોની એવી વેપાર નીતિઓની તપાસ કરી શકે છે, જે અમેરિકાના ઉદ્યોગો અને વેપારને નુકસાન પહોંચાડતી હોવાનું માનવામાં આવે છે. તપાસ બાદ અમેરિકા ટેરિફ સહિતનાં પગલાં લઈ શકે છે. વર્ષ 2018માં ચીન સાથેના વેપાર વિવાદ દરમિયાન પણ આ કાયદાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તે સમયે લગભગ 370 અબજ ડોલરના ચીની ઉત્પાદનો પર 25 ટકા સુધીનો ટેરિફ લગાવવામાં આવ્યો હતો. હવે ભારત સામેના નવા પ્રસ્તાવથી બંને દેશોની ટ્રેડ ડીલની વાતચીત વધુ મહત્વપૂર્ણ બની ગઈ છે.

    #IndiaUSTradeDeal PLI Scheme US tariff
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Rohi Patel Shukhabar

      Related Posts

      8મું પગાર પંચ: સરકારી કર્મચારીઓના પગારમાં થઈ શકે મોટો વધારો, 2.92થી 4 સુધીના ફિટમેન્ટ ફેક્ટરની માંગ

      November 26, 2026

      ટાટા ગ્રુપમાં મોટો વિવાદ! N. ચંદ્રશેખરનની ફરીથી ચેરમેન તરીકે નિમણૂક સામે ટાટા ટ્રસ્ટ્સ કોર્ટમાં પહોંચ્યા

      November 26, 2026

      1 ડિસેમ્બરથી બદલાઈ જશે પૈસા સંબંધિત આ 6 નિયમો! ક્રેડિટ કાર્ડ, EMI, પેન્શન અને આધાર પર થશે સીધી અસર

      November 26, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.