Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Entertainment»ઉર્ફીના હોઠ સૂજી ગયા છે ઉર્ફી જાવેદે મેકઅપ વિનાના ફોટોઝ સોશિયલ મીડિયા પર શેર કર્યા
    Entertainment

    ઉર્ફીના હોઠ સૂજી ગયા છે ઉર્ફી જાવેદે મેકઅપ વિનાના ફોટોઝ સોશિયલ મીડિયા પર શેર કર્યા

    Shukhabar DeskBy Shukhabar DeskJuly 25, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    હાલમાં જ જાણીતી સેલેબ્રિટી ઉર્ફી જાવેદે તેની આંખોની નીચે ફિલર્સનો ઉપયોગ કરવાનો તેનો ડરામણો અનુભવ શેર કર્યો. તેણે કહ્યું હતું કે તાજેતરમાં જ તેણે તેની આંખોની નીચે ડાર્ક સર્કલ માટે આઇ ફિલર્સ કરાવ્યું હતું, પરંતુ બધું બરાબર થવાને બદલે બધું ખોટું થઈ ગયું. તેની આંખો લાલ થઈ ગઈ હતી. હવે ઉર્ફીએ કહ્યું કે તેણે લિપ ફિલર્સ પણ કરાવ્યું હતું અને આ અનુભવ પણ ઘણો ભયાનક હતો. ઈન્ટરનેટ સેન્સેશન ઉર્ફી જાવેદ આ દિવસોમાં પોતાના અનુભવોને લઈને ચર્ચામાં છે. ઉર્ફીએ ઈન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે મેકઅપ વગર જાેવા મળી રહી છે. ઉર્ફીના હોઠ સૂજી ગયા છે અને આ પોસ્ટમાં તેણે તેની આ જ વાત સંભળાવી છે. ઉર્ફીએ આ પોસ્ટમાં કહ્યું છે કે જ્યારે પણ તમે આવું કંઈક પ્લાન કરો તો હંમેશાં સારા ડોક્ટરોની મદદ લો. ઉર્ફી જાવેદે તેની ઘણી તસવીરો શેર કરી છે, જેમાં તેના સૂજી ગયેલા હોઠ અને ચહેરો પણ વિચિત્ર દેખાઈ રહ્યો છે. તેને શેર કરતાં ઉર્ફીએ લખ્યું, ‘હું મારી લિપ ફિલર્સ જર્ની તમારા બધા સાથે શેર કરી રહી છું.

    હું ૧૮ વર્ષની હતી ત્યારથી લિપ ફિલર્સ કરાવું છું. ત્યારે મારી પાસે એટલા પૈસા નહોતા, પણ મને હંમેશા લાગતું હતું કે મારા હોઠ ઘણા પાતળા છે અને મને મોટા અને ભરેલા હોઠ પસંદ હતા. હું તમને બધાને કહેવા માગતી નથી કે આ ના કરો, પરંતુ મારો કહેવાનો અર્થ એ છે કે ફિલર્સ અથવા સર્જરી સમયે ખૂબ જ સાવચેત રહો. મારી પાસે હજુ પણ લિપ ફિલર્સ છે અને હું જાણું છું કે મારા ચહેરાને શું અનુકૂળ આવે છે. હું એ પણ જાણું છું કે હવે ઓછા ખર્ચાનો મતલબ પણ વધારે છે. હું તમને બધાને કહેવા માગું છું કે કોઈપણ ડૉક્ટર પાસે જતા પહેલા સારી રીતે જાણકારી એકઠી કરો. ‘હું ઈચ્છું છું કે દરેક વ્યક્તિ ફિલર્સ કરાવે, જાે તમને તમારા ચહેરા કે શરીર વિશે કોઈ ઈનસિક્યોરિટી હોય, તો તમારી જાતને અથવા તમારા ચહેરાને નફરત કરવાને બદલે, સર્જરી અથવા ફિલર્સ માટે જાઓ, જાે ડૉક્ટરો સારા હોય તો.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Shweta Tiwari : શ્વેતા તિવારીએ પલકને બચાવવા માટે રાજા ચૌધરી સાથે કરી હતી ખાસ ડીલ

    June 30, 2025

    Ram Kapoor વિરુદ્ધ કાર્યવાહી: અપશબ્દ અને યૌન ટિપ્પણીઓનો વિવાદ

    June 24, 2025

    Sohail Khan and Seema Sajdeh Divorce: સોહેલ ખાન અને સીમા સજદેહના છૂટાછેડા કેમ થયા?

    June 24, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.