WhatsApp Plus ની એન્ટ્રી: દર મહિને ૨૫૦ રૂપિયામાં મળશે પ્રીમિયમ ફીચર્સ અને કસ્ટમ થીમ્સ
છેલ્લા કેટલાક મહિનાઓની ચર્ચાઓ બાદ હવે કંપનીએ આ ફીચરનું રોલ આઉટ શરૂ કર્યું છે. તે કેટલાક એન્ડ્રોઇડ બીટા ટેસ્ટર્સ માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે, જેનાથી તેની કિંમત અને ખાસિયતો વિશે માહિતી મળી છે.
WhatsApp Plus માં કયા ખાસ ફીચર્સ મળશે?
પેઇડ સબસ્ક્રિપ્શન લેનારા યૂઝર્સને સામાન્ય યૂઝર્સ કરતા ઘણા વધારાના અને એક્સક્લુઝિવ ફીચર્સ મળશે:
કસ્ટમાઇઝેશન: યૂઝર્સને સ્પેશિયલ આઇકોન્સ, 18 થીમ્સ અને અલગ-અલગ કલર્સ પસંદ કરવાનો વિકલ્પ મળશે.
ચેટ પિનિંગ: અત્યારે આપણે મર્યાદિત ચેટ પિન કરી શકીએ છીએ, જ્યારે આ પ્લાનમાં 20 જેટલી ચેટ પિન કરવાની સુવિધા મળશે.
અલગ રિંગટોન: ખાસ ચેટ્સ માટે અલગ રિંગટોન અને નોટિફિકેશન ટોન સેટ કરવાની સુવિધા પણ આપવામાં આવશે.
એક્સક્લુઝિવ સ્ટીકર્સ: પેઇડ યૂઝર્સને ખાસ સ્ટીકર પેક અને પ્રીમિયમ કન્ટેન્ટ એક્સેસ મળશે.

કેટલો ખર્ચ થશે?
ભારતમાં કિંમત અંગે હજુ સત્તાવાર જાહેરાત થઈ નથી, પરંતુ ટેસ્ટિંગ રિપોર્ટ્સ મુજબ, આ પ્લાન માટે દર મહિને આશરે 2.49 યુરો (લગભગ 250 રૂપિયા) ચૂકવવા પડી શકે છે. ભારતમાં લોન્ચિંગ સમયે કિંમતોમાં ફેરફાર શક્ય છે.
શું મફત વ્હોટ્સએપ બંધ થઈ જશે?
ના, આ સબસ્ક્રિપ્શન પ્લાન સંપૂર્ણપણે વૈકલ્પિક (Optional) છે. જે યૂઝર્સ વધારાના ફીચર્સ માંગે છે તેઓ જ આ પ્લાન ખરીદશે. જે લોકો પૈસા નથી ચૂકવવા માંગતા, તેઓ અત્યારની જેમ જ મેસેજિંગ, ઓડિયો-વિડિયો કોલ અને ફાઇલ શેરિંગ જેવી સુવિધાઓનો મફતમાં ઉપયોગ કરી શકશે.
આગામી થોડા અઠવાડિયામાં આ ફીચર એન્ડ્રોઇડ અને આઇફોન બંને યૂઝર્સ માટે ઉપલબ્ધ થઈ શકે છે.

