Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»UCC પર NDAમાં મંથન: અમિત શાહની જાહેરાત બાદ JD(U), TDP અને અન્ય સહયોગી પક્ષોના વલણથી ગરમાયું રાજકારણ
    India

    UCC પર NDAમાં મંથન: અમિત શાહની જાહેરાત બાદ JD(U), TDP અને અન્ય સહયોગી પક્ષોના વલણથી ગરમાયું રાજકારણ

    Rohi Patel ShukhabarBy Rohi Patel ShukhabarSeptember 15, 2026No Comments3 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    2029 પહેલાં લાગુ થશે UCC? જાણો કયા મુદ્દે TDPએ આપ્યું સમર્થન અને JD(U)એ શા માટે વ્યક્ત કરી અસહમતિ

    કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વર્ષ 2029ની લોકસભા ચૂંટણી પહેલાં NDA શાસિત તમામ 21 રાજ્યોમાં યુનિફોર્મ સિવિલ કોડ (UCC) લાગુ કરવાની જાહેરાત કર્યા બાદ ગઠબંધનના સહયોગી પક્ષોના પ્રતિક્રિયાઓ સામે આવવા લાગ્યા છે. એનડીએના મોટાભાગના સહયોગી પક્ષોએ આ વિચારને સમર્થન આપ્યું છે, જ્યારે કેટલાક પક્ષો આ મુદ્દે સાવધાનીપૂર્વક આગળ વધી રહ્યા છે.

    TDPનું સમર્થન અને બદલાયેલું રાજકીય વલણ

    લોકસભામાં 16 સાંસદો ધરાવતા આંધ્રપ્રદેશના શાસક પક્ષ તેલુગુ દેશમ પાર્ટી (TDP)એ UCCનું સમર્થન કરવાનો નિર્ણય લીધો છે. TDPના લોકસભા નેતા લાવુ કૃષ્ણ દેવરાયાલુએ જણાવ્યું હતું કે તેમની પાર્ટી આ કાયદાના સમર્થનમાં છે, પરંતુ નિર્ણય લેતા પહેલાં તમામ હિતધારકો સાથે વિસ્તૃત ચર્ચા જરૂરી છે.

    આંધ્રપ્રદેશમાં વર્ષ 2011ની વસતી ગણતરી મુજબ આશરે 10 ટકા (80.8 લાખ) મુસ્લિમ વસતી છે. વર્ષ 2024ની લોકસભા ચૂંટણી પહેલાં પાર્ટી ચીફ એન. ચંદ્રબાબુ નાયડુએ મુસ્લિમ સમુદાયની ચિંતાઓને ધ્યાન પર લેવાની વાત કરી હતી, જેથી TDPનું આ બદલાયેલું વલણ રાજકીય દ્રષ્ટિએ ખૂબ મહત્વનું માનવામાં આવે છે.

    બિહારમાં JD(U) અને LJP નો અલગ અભિગમ

    બિહારમાં ભાજપના મુખ્ય સહયોગી પક્ષ જનતા દળ યુનાઇટેડ [JD(U)] એ UCC અંગે મિશ્ર વલણ અપનાવ્યું છે. પાર્ટી નેતા શ્યામ રજકે સ્પષ્ટ કર્યું છે કે JD(U) રાષ્ટ્રીય સ્તરે કાયદાના વિચારને સમર્થન આપે છે, પરંતુ તેને બિહારમાં લાગુ કરવાના પક્ષમાં નથી. મુખ્યમંત્રી નીતિશ કુમારના વલણ મુજબ આ વિષય પર દેશભરમાં વ્યાપક સર્વસંમતિ સાધવી જરૂરી છે. પાર્ટી આ મુદ્દે ભાજપના કેન્દ્રીય નેતૃત્વ સાથે મુલાકાત કરશે.

    બીજી તરફ, લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ) એ જણાવ્યું છે કે UCCનો આખરી ડ્રાફ્ટ અને કાનૂની જોગવાઈઓ સામે આવ્યા બાદ જ તેઓ પોતાની આખરી સ્થિતિ સ્પષ્ટ કરશે.

    પશ્ચિમ બંગાળમાં રાજકીય હલચલ અને વસતીનું સમીકરણ

    પશ્ચિમ બંગાળમાં પણ ભાજપે સરકાર બન્યા બાદ UCC લાગુ કરવાના સંકેત આપ્યા છે. રાજ્ય ભાજપ અધ્યક્ષ શમિક ભટ્ટાચાર્યના જણાવ્યા મુજબ UCC પાર્ટીની પ્રાથમિકતાઓમાં સામેલ છે.

    ઉલ્લેખનીય છે કે પશ્ચિમ બંગાળમાં વર્ષ 2011ની વસતી ગણતરી મુજબ 27 ટકાથી વધુ (આશરે 2.47 કરોડ) મુસ્લિમ વસતી છે. આથી બંગાળમાં UCCનો મુદ્દો સામાજિક અને રાજકીય બંને સ્તરે અત્યંત સંવેદનશીલ અને નિર્ણાયક સાબિત થઈ શકે છે.

    શિવસેના અને HAM(S)નું ખુલ્લું સમર્થન

    એનડીએના અન્ય સહયોગી પક્ષોમાં એકનાથ શિંદેની શિવસેનાએ UCCને સમાનતા, ન્યાય અને રાષ્ટ્રીય એકતાનું પ્રતીક ગણાવીને તેનું સ્વાગત કર્યું છે. શિવસેના સાંસદ શ્રીકાંત શિંદેએ જણાવ્યું કે આ તેમની પાર્ટીની મૂળ વિચારધારા મુજબ છે. આ સિવાય બિહારની હિન્દુસ્તાની અવામ મોર્ચા – સેક્યુલર [HAM(S)] ના રાષ્ટ્રીય અધ્યક્ષ સંતોષ કુમાર સુમને પણ ગૃહમંત્રીના નિવેદનને આવકારીને સંપૂર્ણ સમર્થન આપ્યું છે.

    NDA માટે સહયોગીઓનું સમર્થન કેમ મહત્વપૂર્ણ છે?

    સંસદના સમીકરણો જોઈએ તો લોકસભામાં TDP પાસે 16, શિવસેના પાસે 13, JD(U) પાસે 12, LJP (રામવિલાસ) પાસે 5 અને HAM(S) પાસે 1 બેઠક છે. રાજ્યસભામાં પણ TDP, JD(U) અને શિવસેનાના સભ્યો મહત્વની ભૂમિકા ધરાવે છે. તેથી UCC જેવા મોટા અને સંવેદનશીલ કાયદાને પસાર કરાવવા માટે કેન્દ્ર સરકાર માટે સહયોગી પક્ષોની સહમતિ અત્યંત નિર્ણાયક બની રહેશે.

    #IndianPolitics #NDAGovernment #UniformCivilCode
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Rohi Patel Shukhabar

      Related Posts

      સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો: ટ્રાયલમાં અસામાન્ય વિલંબ થાય તો આરોપીને મળી શકે જામીન, વિશેષ કાયદા પણ બંધારણથી ઉપર નહીં

      November 6, 2026

      ઓવૈસીનો મોટો નિર્ણય: હૈદરાબાદની 1,600 ઉર્દૂ માધ્યમના વિદ્યાર્થીઓની પરીક્ષા ફી ભરશે AIMIM, મોદી સરકાર પર પણ કર્યા પ્રહાર

      November 5, 2026

      ઓવૈસીના ‘બીવી પાગલુ’ નિવેદનથી રાજકીય વર્તુળોમાં ચર્ચા, રાહુલ ગાંધીના ‘એન્ટી ઇન્ડિયા પાગલુ’ મુદ્દે આપ્યો રમૂજી જવાબ

      November 4, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.