અમદાવાદ શહેરની મેટ્રો સેવામાં વધુ બે મેટ્રો ટ્રેન ઉમેરાવા જઇ રહી છે. અમદાવાદના પૂર્વ-પશ્ચિમ અને ઉત્તર-દક્ષિણ બંને કોરિડોરમાં બે વધારાની મેટ્રો રેલ દોડાવવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. લોકોની માગણીને ધ્યાનમાં રાખીને ય્સ્ઇઝ્ર એટલે કે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડના સત્તાધિકારીઓ દ્વારા આ ર્નિણય લેવામાં આવ્યો છે. હાલમાં પ્રાયોગિક ધોરણે નિયમિત કરતા અડધો કલાક વહેલા પ્રથમ ટ્રેન ઉપાડવામાં આવશે.
મીડિયો રિપોર્ટસ અનુસાર અમદાવાદમાં બંને કોરિડોરના તમામ ટર્મિનલ સ્ટેશનથી દિવસ દરમિયાન બે વધુ ટ્રેન દોડાવવાનો ર્નિણય ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા લેવાયો છે. ય્સ્ઇઝ્ર લિમિટેડ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર બંને કોરિડોર પર દિવસની પ્રથમ ટ્રેન સવારે ૬.૨૦ કલાકે ઉપડશે તથા બીજી ટ્રેન ૬.૪૦ કલાકે ઉપડશે. ત્યાર પછી બાકીની અન્ય ટ્રેન રાબેતા મુજબના કાર્યક્રમ પ્રમાણે જ ૭ વાગ્યાથી દોડતી રહેશે.
મહત્વનું છે કે ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૨ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ થલતેજ અને વસ્ત્રાલ વચ્ચે અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ-૧ની શરુઆત કરાવી હતું. જે પછી મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરનારાઓની સંખ્યામાં સતત વધારો થતો જાેવા મળી રહ્યો છે. એટલુ જ નહીં વિદ્યાર્થીઓ અને નોકરી-ધંધાર્થીઓ માટે મેટ્રો ટ્રેન ખૂબ જ સુવિધાજનક રહે છે. જે પછી લોકોએ ટ્રેનની ફ્રિકવન્સી વધારવા રજૂઆત કરી હતી. જેને ધ્યાને લઇને ય્સ્ઇઝ્રએ ૧૫ મિનિટમાં ટ્રેન મળી રહે તેવી સુવિધા ઉભી કરી હતી. ત્યારે હવે ફરીથી અપડાઉન કરનારા લોકો સહિતનાઓએ રજૂઆત કરતા હવે દર ૧૦ થી ૧૨ મિનિટમાં મુસાફરોને નવી મેટ્રો રેલ મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.