Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Business»Trump: અમેરિકા ફાર્માસ્યુટિકલ્સ અને સેમિકન્ડકટર આયાત પર 25% ડ્યૂટી લગાવશે
    Business

    Trump: અમેરિકા ફાર્માસ્યુટિકલ્સ અને સેમિકન્ડકટર આયાત પર 25% ડ્યૂટી લગાવશે

    SatyadayBy SatyadayFebruary 20, 2025No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Donald Trump
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    Trump

    મંગળવારે એક ટીવી ચેનલને આપેલી મુલાકાતમાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફાર્માસ્યૂટિકલ્સ તથા સેમીકન્ડકટર આયાત પર પ્રારંભમાં ૨૫ ટકા ડયૂટી લાગુ કરી પછી તેને તબક્કાવાર વધારવાનો ઈરાદો વ્યકત કર્યો છે.

    ટ્રમ્પ આ ટેરિફ લાગુ કરશે તો, ભારતમાં સૌથી વધુ માઠી અસર ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓ-ઉદ્યોગ પર પડવાની દહેશત છે. ભારતીય ફાર્માસ્યુટિકલ્સ ઉદ્યોગ દ્વારા તેની કુલ નિકાસના ૩૮ ટકાથી વધુ દવાઓની નિકાસ અમેરિકામાં થાય છે. ભારતની એવી કેટલીક મોટી ફાર્મા કંપનીઓ છે, જે તેમની મોટી નિકાસ અમેરિકામાં કરીને આવક મેળવે છે.

    ટ્રમ્પ તેનો આક્રમક મિજાજ બતાવતા રહી હવે ટેરિફનો હાઉ બતાવતા રહી સતત વિશ્વના ઘણા દેશોને ડિલ ટેબલ પર આવવા મજબૂર કરી રહ્યા છે. અમેરિકામાં ફાર્મા આયાત પર જો ૨૫ ટકા રેસિપ્રોકલ ડયૂટી લાગુ કરાશે તો તેનાથી ભારતના ફાર્મા ઉદ્યોગને ફટકો પડી શકે છે. ભારતના મોટાભાગના જેનેરિક દવા ઉત્પાદકો અમેરિકાને પોતાની સૌથી મોટી બજાર ગણાવી રહ્યા છે.

    નાણાં વર્ષ ૨૦૨૪માં અમેરિકામાં ભારતની ફાર્મા નિકાસનો આંક ૮.૭૦ અબજ ડોલર અથવા તો ફાર્માની કુલ નિકાસના ૩૧ ટકા જેટલી રહી હતી એમ ફાર્માસ્યૂટિકલ્સ એકસપોર્ટ પ્રમોશન કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના સુત્રોએ જણાવ્યું હતું.

    અમેરિકાની બજારમાં ભારતના જેનેરિક  દવાના નિકાસકારો ખર્ચાળ દવાનો સસ્તો વિકલ્પ પૂરો પાડે છે.

    એક અંદાજ પ્રમાણે ૨૦૨૨માં  અમેરિકામાં લખાયેલા જેનેરિક પ્રીસ્ક્રિપ્સનમાંથી પચાસ ટકા જેટલા પ્રીસ્ક્રિપ્સન ભારત દ્વારા પૂરા પડાયા હતા અને આને કારણે અમેરિકાની આરોગ્યસંભાળ પદ્ધતિમાં ૪૦૮ અબજ ડોલરની બચત થવા પામી હતી.

    સન ફાર્મા, ઝાયડસ, ડો. રેડ્ડીસ, સિપ્લા, લ્યુપિન સહિતની કેટલીક ભારતીય ફાર્મા કંપનીઓ અમેરિકામાં મોટી બજાર ધરાવે છે.

    Trump
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Satyaday
    • Website

    Related Posts

    Travel industry: આગામી ૧૫ વર્ષમાં આ સેક્ટર કરશે મિડલ ક્લાસ માટે મોટા બદલાવ અને મોટા નફા આપશે

    July 3, 2025

    Mukesh Ambani: આઈપીઓ પહેલા થવા જઈ રહ્યું છે મોટું

    July 3, 2025

    Anil Ambani ને મોટો ઝટકો, લોન એકાઉન્ટ પર SBI કાર્યવાહી કરશે

    July 2, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.