Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Gujarat»સુરતમાં એમડી ડ્રગ્સની હેરફેરી યથાવત સુરતમાં પ્રતીબંધિત એમડી ડ્રગ્સ સાથે ૩ ઈસમો ઝડપાયા
    Gujarat

    સુરતમાં એમડી ડ્રગ્સની હેરફેરી યથાવત સુરતમાં પ્રતીબંધિત એમડી ડ્રગ્સ સાથે ૩ ઈસમો ઝડપાયા

    Shukhabar DeskBy Shukhabar DeskAugust 8, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    સુરતમાં પ્રતીબંધિત એમડી ડ્રગ્સ સાથે ૩ ઈસમો ઝડપાયા છે. સુરતમાં ખટોદરા પોલીસ અને એલસીબી ઝોન ૪ ની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને ૩ આરોપીઓને ઝડપી પાડ્યા છે. આરોપીઓ પાસેથી પ્રતીબંધિત ૬૭,૬૦૦ રૂપિયાની કિમંતનું ૬.૭૬૦ ગ્રામ એમ.ડી. ડ્રગ્સ, એક ફોરવ્હીલ સહીત કુલ ૭.૯૬ લાખનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે.સુરતમાં બાતમીના આધારે ખટોદરા પોલીસ અને એલસીબી ઝોન ૪ ની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરી ઉધના દરવાજા જૂની સબજેલની બાજુમાં આવેલી સરકારી વસાહત પાસેથી ફોરવ્હીલ કાર લઇ પસાર થઇ રહેલા અરબાઝ અબ્દુલ રહીમ પટેલ, રેહાન મોહમદ યાકુબ મેવાવાલા તથા મોહમદ એઝાઝ મોહમદ ઈમ્તિયાઝ શેખને ઝડપી પાડ્યા હતા.

    પોલીસે આરોપીઓ પાસેથી પ્રતીબંધિત ૬૭,૬૦૦ રૂપિયાની કિમંતનું ૬.૭૬૦ ગ્રામ એમ.ડી. ડ્રગ્સ મળી આવ્યું હતું જેથી પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી એમડી ડ્રગ્સ, અંગઝડતીના રોકડા રૂપિયા ૨૦ હજારની કિમતના ૩ મોબાઈલ, ૭ લાખની કિમતની એક ફોરવ્હીલ કાર મળી કુલ ૭.૯૬ લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો.પોલીસે ઝડપાયેલા આરોપીઓની કડક પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે આરોપીઓ વિરાર મુંબઈ ખાતે રહેતા તેના મિત્રો સાહિલ ઉર્ફે ઈમ્મુ, ઇસ્કાઇલ તથા મોટા નામના વ્યક્તિ પાસેથી એમડી ડ્રગ્સ લાવ્યા હતા. હાલ આરોપીઓ વિરુદ્ધ ખટોદરા પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે તેમજ આ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

    બીજી તરફ આજની યુવા પેઢી ડ્રગ્સથી દુર રહે અને લોકો જાગૃત થાય તે માટે સુરતમાં પોલીસ દ્વારા સે નો ટુ ડ્રગ્સ રેલીનું આયોજન કરવામાં આવ્યું. આ રેલી દ્વારા લોકોમાં અવેરનેસ લાવવા માટે પોલીસકર્મીઓ સાથે વિદ્યાર્થીઓ પણ જાેડાયા હતા. અવેરનેસ બેનરો સાથે આ રેલી કારગીલ ચોકથી નીકળી હતી અને વિવિધ વિસ્તારોમાં ફરી હતી. આ રેલીમાં ખાસ એનસીબીના ઝોનલ ડીરેક્ટર અને સુરત પોલીસ કમિશ્નર ઉપસ્થિત રહ્યા હતા.આ અવેરનેસ કાર્યર્ક્મમાં ડ્રગ્સ અને દારૂ, ગાંજાનું સેવન કરવાથી જીવન કેવી રીતે બરબાદ થાય છે તે અંગેના બેનરો અને લખાણ સાથે આ રેલી યોજવામાં આવી હતી. આ રેલીમાં શાળાના વિદ્યાર્થીઓ અને પોલીસના કર્મચારીઓ દ્વારા જાગૃતિ પ્રચાર કરવામાં આવ્યો હતો અને આજની યુવાપેઢીને નશા અને વ્યસન તેમજ ડ્રગ્સથી દુર રહેવા અપીલ કરી હતી.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

      Related Posts

      GPCB ની તાત્કાલિક તપાસ, કંપની દ્વારા સમસ્યાના કાયમી નિવારણ માટે નવી પાઇપલાઇનની કામગીરી પૂરજોશમાં

      October 18, 2026

      Rain casualty Faridabad:ફરીદાબાદ અકસ્માત, કાનપુરના 6 મજૂરમાં 2ના મોત, 4 ઘાયલ

      July 10, 2025

      Gujarat Bridge Collapse: મહિસાગર નદી પર પુલ તૂટી પડતાં 13નાં મોત, સરકારની તાત્કાલિક કાર્યવાહી

      July 9, 2025
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.