Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Politics»લોકસભા ચુંટણીને લીધો આ ર્નિણય મુકુલ વાસનિકે ગુજરાતમાં એન્ટ્રી કરતા જ લીધું મોટું પગલું
    Politics

    લોકસભા ચુંટણીને લીધો આ ર્નિણય મુકુલ વાસનિકે ગુજરાતમાં એન્ટ્રી કરતા જ લીધું મોટું પગલું

    Shukhabar DeskBy Shukhabar DeskSeptember 12, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    લોકસભાની ચૂંટણી માટે ગુજરાત કોંગ્રેસ એક્વિટ થયું છે. નવા પ્રદેશ પ્રમુખ અને નવા પ્રભારીના જાેરે હવે ગુજરાત કોંગ્રેસ લોકસભાની ચૂંટણીમાં ઝંપલાવશે, ત્યારે કોંગ્રેસ દ્વારા લોકસભાની તૈયારીઓ આરંભા દેવાઈ છે. લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસે સહપ્રભારીને પી જવાબદારી સોંપવામાં આવી છે. ગુજરાત કોંગ્રેસ સંગઠન પ્રભારી મુકુલ વસનીકના ત્રણ સહ પ્રભારીમાં લોકસભાની બેઠકોની વહેંચણી કરવામાં આવી છે. એ.આઈ.સી.સી. મંત્રી રામકિશન ઓઝા, બી.એમ. સંદીપ અને ઉષા નાયડુને ગુજરાતની વિવિધ લોકસભા બેઠકોની જવાબદારી સોંપવામાં આવી છે.

    રામકિશન ઓઝા :અમદાવાદ પૂર્વ, અમદાવાદ પશ્ચિમ (એસ.સી.), ખેડા, આણંદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા.

    બી.એમ. સંદીપ: ભાવનગર, અમરેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જુનાગઢ, પોરબંદર, જામનગર, કચ્છ (એસ.સી.)

    ઉષા નાયડુ : પંચમહાલ, દાહોદ (એસ.ટી.), વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, બારડોલી (એસ.ટી.), નવસારી, સુરત, વલસાડ (એસ.ટી.).

    ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક બે દિવસની ગુજરાતની મુલાકાતે છે. તેમની અધ્યક્ષતામાં ગુજરાત કોંગ્રેસ કોર કમિટીની બેઠક મળી હતી. આ બેઠકમાં સંગઠન મજબુત કરવા અંગે વિવિધ સુચનો મેળવાયા હતા. કોર્ડીનેશન સમિતિને મળેલા સુચનોને ધ્યાન પર મુકાયા હતા. કોર કમિટીના વરિષ્ઠ આગેવાનો સાથે આંદોલનાત્મક કાર્યક્રમોની ચર્ચા કરવામાં આવી. લોકસભાની ચૂંટણી સામે સંગઠન અને કાર્યક્રમો કરાશે. લોકપ્રશ્નોને મજબૂતી આપીને અસરકારકતા વધારવા ચર્ચા કરાઇ. જ્યાં નિષ્ક્રિય છે ત્યાં બદલાવ કરી સક્રિય લોકોની નિમણૂક અંગે બેઠકમાં ચર્ચા કરાઈ.

    આ સાથે જ પોતાની જાતના મૂલ્યાંકન માટે પણ પ્રભારીએ તમામ નેતાઓને સલાહ આપી. યુવા કોંગ્રેસ પ્રદેશ અને જિલ્લા સ્તર પર ‘મોહબ્બ્ત કી દુકાન’ બેનર હેઠળ કાર્યક્રમ શરૂ કરવાની ગુજરાત યુવા કોંગ્રેસ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. સાથો સાથ સામાજિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. યુવા કોંગ્રેસ ‘ભારત જાેડો’ યાત્રાનો સંદેશો લોકો સુધી પહોંચાડવા માટે ફોટો પ્રદર્શન અને ‘સ્પીક ઉપ ફોર ભારત જાેડો’ કાર્યક્રમ અને વિવિધસ્તર પર યુવા કોંગ્રેસ રમત ગમત અને રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવશે તેમ પણ માહિતી આપી હતી.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

      Related Posts

      હિંસા બાદ લેહમાં કડક નિયંત્રણો: કલમ 163 હેઠળ જાહેર સભાઓ પર પ્રતિબંધ

      September 24, 2025

      કર્ણાટક હાઈકોર્ટનો સ્પષ્ટ ચુકાદો: ભારતમાં X એ ભારતીય કાયદાઓનું પાલન કરવું પડશે

      September 24, 2025

      US election Russian interference:ગુપ્તચર તપાસમાં રાજકીય દખલ

      July 3, 2025
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.