stock market : શેર બજારમાં આજે ભારે વધઘટ જોવા મળી હતી. શેરબજાર લીલા નિશાન પર બંધ થયું. ટ્રેડિંગના અંતે સેન્સેક્સ 676 પોઈન્ટ વધીને 73,663 પર જ્યારે નિફ્ટી 203 પોઈન્ટ વધીને 22,403 પર બંધ થયો હતો.
ગુરુવારે સ્થાનિક બજારોની મજબૂત શરૂઆત થઈ હતી. સેન્સેક્સ 300 પોઈન્ટના વધારા સાથે ખુલ્યો અને નિફ્ટી 100 પોઈન્ટના વધારા સાથે ખુલ્યો. જો કે આ પછી બજારમાં ફરી નબળાઈ જોવા મળી. બજાર ઊંચા સ્તરેથી સરકી ગયું. સેન્સેક્સમાં 550 પોઈન્ટ્સ અને નિફ્ટીમાં પણ લગભગ 180 પોઈન્ટ્સનો ઘટાડો નોંધાયો હતો. બેન્ક નિફ્ટી 450 પોઈન્ટ તૂટ્યો હતો.
ગઈકાલે બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો.
અગાઉ ગઈકાલે એટલે કે 15મી મેના રોજ શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 117 પોઈન્ટના ઘટાડા સાથે 72,987 પર બંધ રહ્યો હતો. નિફ્ટીમાં પણ 17 પોઈન્ટનો ઘટાડો થયો હતો. 22,200ની સપાટીએ બંધ રહ્યો હતો.