US dollar : અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયામાં નબળાઈ જોવા મળી રહી છે. સોમવારે 1 ડૉલરનું મૂલ્ય 7 પૈસા ઘટીને 83.41 રૂપિયા થયું હતું. ડૉલર મજબૂત થવાનું કારણ સ્થાનિક ઇક્વિટી માર્કેટમાંથી વિદેશી રોકાણકારોનું વેચાણ છે.
જોકે, ભારતીય શેરબજારના હકારાત્મક સેન્ટિમેન્ટ અને ક્રૂડ ઓઈલના ભાવમાં નરમાઈના કારણે રૂપિયાને નીચલા સ્તરેથી ટેકો મળી રહ્યો છે. વહેલી સવારે ડોલર સામે રૂપિયો 83.34ની સામે 5 પૈસા નબળો પડીને 83.39 પર ખુલ્યો હતો. આ પહેલા શુક્રવારે રૂપિયો 10 પૈસા નબળો પડીને 83.38 પર બંધ થયો હતો.
કાચા તેલમાં નબળાઈ
બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર પણ લગભગ 1 ટકા ઘટીને $88.68 પ્રતિ બેરલ થઈ ગયું છે. વિશ્લેષકોના મતે અર્થતંત્રમાં વૃદ્ધિ અને યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં કાપની અપેક્ષા સાથે મજબૂત વૈશ્વિક વલણોને કારણે ડોલર મજબૂત થઈ રહ્યો છે.