Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Entertainment»મોશન પોસ્ટર સાથે શેર કરી રિલીઝ ડેટ “જીગરા”માં એક્શન અવતારમાં આલિયા ભટ્ટ મચાવશે ધમાલ
    Entertainment

    મોશન પોસ્ટર સાથે શેર કરી રિલીઝ ડેટ “જીગરા”માં એક્શન અવતારમાં આલિયા ભટ્ટ મચાવશે ધમાલ

    Shukhabar DeskBy Shukhabar DeskSeptember 27, 2023No Comments1 Min Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    બોલીવુડ અભિનેત્રી આલિયા ભટ્ટ પોતાના આગામી પ્રોજેક્ટ્‌સને લઈને ચર્ચામાં છે. ફિલ્મ રોકી ઔર રાની કી પ્રેમ કહાનીમાં ધૂમ મચાવ્યા બાદ આલિયા ભટ્ટ હવે તેની આવનાર ફિલ્મ જીગરામાં જાેવા મળશે. આ ફિલ્મમાં અભિનેત્રી આલિયા ભટ્ટ પહેલીવાર એક્શન અવતારમાં જાેવા મળશે. આ ફિલ્મનું મોશન પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. જેમાં આલિયા ભટ્ટ પોતાના ખભા પર બેગ લઈને ઊભેલી જાેવા મળી રહી છે.

    આ ફિલ્મને કરણ જાેહર, આલિયા ભટ્ટ અને અપૂર્વ મહેતા પ્રોડ્યુસ કરી રહ્યા છે.ફિલ્મ જીગરાના મોશન પોસ્ટરની સાથે આલિયા ભટ્ટની ફિલ્મની રિલીઝ ડેટ પણ જાહેર કરવામાં આવી છે. આલિયા ભટ્ટ અભિનીત આ ફિલ્મ આવતા વર્ષે ૨૭ સપ્ટેમ્બરે રિલીઝ થશે. જીગરાના આ મોશન પોસ્ટરમાં આલિયા ભટ્ટ શર્ટ અને પેન્ટ પહેરીને રસ્તાની વચ્ચે ઉભી જાેવા મળે છે.

    આ વિડીયો શેર કરતા અભિનેત્રી આલિયા ભટ્ટે કેપ્શનમાં લખ્યું છે કે, “ધર્મા પ્રોડક્શનમાં ડેબ્યુ કરવાથી લઈને તેમની સાથે ફિલ્મ પ્રોડ્યુસ કરવામાં એવું લાગે છે કે જ્યાંથી શરૂઆત કરી હતી ત્યાંથી પાછી આવી છું.” સાથે જ તેણે લખ્યું છે કે આ ફિલ્મ વિશે વધુ વિગતો શેર કરવા માટે હું ખૂબ જ ઉત્સાહિત છું.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

      Related Posts

      Amitabh Bachchan: અયોધ્યામાં જમીન ખરીદવા અમિતાભ બચ્ચને મોડી રાત્રે કર્યો ફોન, જાણો કેવી રીતે થઈ ₹૧૫ કરોડની એ મેગા ડીલ!

      July 6, 2026

      Samantha Net Worth: સાઉથની સૌથી અમીર અભિનેત્રીઓમાંની એક સામંથા!

      June 20, 2026

      Vijay Once Filed Case Against Parents: રાજકારણ માટે પિતા સામે કેસ કરનાર વિજય હવે સંભાળશે રાજ્યની કમાન

      May 12, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.