ગુજરાત નેફ્રોલોજિસ્ટ એસોસિએશન દ્વારા પીએમજેએવાયડાયાલિસીસના ભાવ કાપના વિરોધમાં તારીખ ૧૪ થી ૧૬ ઓગસ્ટ સુધી પીએમજેએવાયયોજના અંતર્ગત ડાયાલિસીસ આખા ગુજરાતમાં બંધ રાખવામાં આવ્યું હતું. સોમવારે ગુજરાતના બધા શહેરોમાં મોટી સંખ્યામાં દર્દીઓ તેમજ ડાયાલિસીસ ટેકનીશીયનો દ્વારા કલેક્ટર તેમજ મામલતદાર ઓફિસમાં આવેદનપત્ર આપવામાં આવ્યા હતા.દર્દીઓએ એવી રજૂઆત કરી હતી કે, ૮૦% પીએમજેએવાયડાયાલિસીસ પ્રાઇવેટ હોસ્પિટલોમાં કરવામાં આવે છે.
જાે ઘટાડેલા દરના લીધે પ્રાઇવેટ હોસ્પિટલોમાં પીએમજેએવાયડાયાલિસીસ બંધ થઇ જાય તો સરકારી હોસ્પિટલ આ સુવિધા આપી શકશે ?આ ત્રણ દિવસમાં કોઈપણ ડાયાલિસીસ દર્દીને કોઈ તકલીફ ના થાય તેની ગુજરાત નેફ્રોલોજીસ્ટ એસોસિયેશન દ્વારા વિષેશ કાળજી લેવાઈ છે. ઘણા દર્દીઓને રવિવારે જ ડાયાલિસીસ આપી દેવાયું હતું. ૧૦૦ થી પણ વધારે દર્દી ને સોમવારે ફ્રી માં ડાયાલિસીસ આપવામાં આવ્યું. તેમજ ઇમરજન્સી સારવાર ચાલુ રાખવામાં આવી છે.
જાે આ ત્રણ દિવસ માં સરકાર કોઈ ઉકેલ નહિ લાવે તો આખરી વિકલ્પ તરીકે ગુજરાતના તમામ ૧૨૦ નેફ્રોલોજીસ્ટ પીએમજેએવાયયોજનામાંથી તેમનું નામ પાછું ખેંચવાની તૈયારી બતાવી છે.