Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Entertainment»ગદરના મેકર્સે સકીનાના રોલ માટે કાજાેલનો સંપર્ક કર્યો હતો ૬ એક્ટ્રેસ સની દેઓલ સાથે નહોતી કરવા માંગતી કામ
    Entertainment

    ગદરના મેકર્સે સકીનાના રોલ માટે કાજાેલનો સંપર્ક કર્યો હતો ૬ એક્ટ્રેસ સની દેઓલ સાથે નહોતી કરવા માંગતી કામ

    Shukhabar DeskBy Shukhabar DeskJuly 28, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ૨૨ વર્ષ પહેલા જ્યારે ‘ગદર ૨’ ની પ્રિક્વલ ‘ગદર’ રિલીઝ થઈ ત્યારે કોઈએ વિચાર્યું ન હતું કે, આ ફિલ્મ ભારતીય દર્શકોના દિલમાં ઘર-ઘરનું નામ બની જશે. તારા સિંહ અને સકીનાના રોલમાં સની દેઓલ અને અમીષા પટેલની હિટ જાેડી ‘ગદર ૨’થી કમબેક કરી રહી છે, પરંતુ અમીષા પટેલ પહેલા સકીનાનો રોલ કેટલીક જાણીતી અભિનેત્રીઓને ઓફર કરવામાં આવ્યો હતો, પરંતુ તેની સાથે કામ ન કરવાની જીદને કારણે સની દેઓલના હાથમાંથી એક મોટી તક સરકી ગઈ. આજે તેને પોતાના ર્નિણય પર પસ્તાવો થઈ શકે છે. સની દેઓલે ખુલાસો કર્યો હતો કે, ટોચની અભિનેત્રીઓ તેના બદલે શાહરૂખ, સલમાન અને હૃતિક રોશન જેવા સુપરસ્ટાર સાથેની ફિલ્મો પસંદ કરતી હતી અને તેની સાથે કામ કરવાની ના પાડી હતી. મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર, ‘ગદર’ના મેકર્સે સકીનાના રોલ માટે કાજાેલનો સંપર્ક કર્યો હતો, પરંતુ તેને સની દેઓલ સાથે કામ કરવામાં રસ નહોતો.

    સની દેઓલે એકવાર ઐશ્વર્યા રાયને એક ફિલ્મમાં કામ કરવાની તક આપી હતી, જેના માટે તે તૈયાર નહોતી. એવું પણ સાંભળવામાં આવ્યું હતું કે, ઐશ્વર્યા રાયને ‘ગદર’ પણ ઓફર કરવામાં આવી હતી, જેના માટે અભિનેત્રી રાજી નહોતી. માધુરી દીક્ષિતે સની દેઓલ સાથે ફિલ્મ ‘ત્રિદેવ’ કરી હતી, પરંતુ જ્યારે તેને ‘ગદર’ની ઑફર મળી ત્યારે તેણે આ ફિલ્મ કરવાની ના પાડી દીધી હતી. આલિયા ભટ્ટની માતા સોની રાઝદાનને પણ ‘ગદર’માં રોલ ઓફર કરવામાં આવ્યો હતો. મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર, અભિનેત્રીને ડેટની સમસ્યા હતી, તેથી તેણે કામ કરવાની ના પાડી દીધી. સની દેઓલે એકવાર શ્રીદેવીને ફિલ્મ ‘ઘાયલ’માં કામ કરવાની ઓફર કરી હતી, જાેકે, અભિનેત્રી તેની સાથે કામ કરવા તૈયાર નહોતી. પંજાબી અભિનેત્રી નિમરત ખૈરાને ‘ગદર ૨’માં રોલ ઓફર કરવામાં આવ્યો હતો. એવું કહેવાય છે કે, ખેડૂત આંદોલનને કારણે તેણે આ ઓફર ફગાવી દીધી હતી. તમને જણાવી દઈએ કે, ૬૫ વર્ષીય સની દેઓલ આ દિવસોમાં તેની કો-સ્ટાર અમીષા પટેલ સાથે ‘ગદર ૨’ના પ્રમોશનમાં વ્યસ્ત છે, જે ૧૧ ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં આવશે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

      Related Posts

      Amitabh Bachchan: અયોધ્યામાં જમીન ખરીદવા અમિતાભ બચ્ચને મોડી રાત્રે કર્યો ફોન, જાણો કેવી રીતે થઈ ₹૧૫ કરોડની એ મેગા ડીલ!

      July 6, 2026

      Samantha Net Worth: સાઉથની સૌથી અમીર અભિનેત્રીઓમાંની એક સામંથા!

      June 20, 2026

      Vijay Once Filed Case Against Parents: રાજકારણ માટે પિતા સામે કેસ કરનાર વિજય હવે સંભાળશે રાજ્યની કમાન

      May 12, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.