ગુજરાત યુનિવર્સિટીમા ઉત્તરવહી ગુમ થવાના કેસમાં કથિત રીતે છમ્ફઁ ના વિદ્યાર્થી નેતા સની ચૌધરીનીસંડોવણી સામે આવી છે. આ કૌભાંડમાં ABVP એ કુલપતિને મળીને દોષિતો સામે કડક અને તટસ્થ કાર્યવાહી કરવા રજૂઆત કરી. જ્યારે સની ચૌધરી મુદ્દે ABVP એ સ્પષ્ટતા કરતા કહ્યું કે તે અમારી સાથે જાેડાયેલો નથી. ABVP એ સ્પષ્ટતા કરી કે સની ચૌધરી સંગઠનમાં કોઈ હોદ્દા પર રહ્યો નથી.
ABVP મહામંત્રી ઉમંગ મોજીત્રાએ કહ્યું કે વિદ્યાર્થી સંગઠનને બદનામ કરવા માટે એના ફોટા વાયરલ કરવામાં આવ્યા છે. નર્સિંગના ચોથા વર્ષની પરીક્ષાની કેટલીક ઉત્તરવહીઓ ગુમ થઈ હતી. આ વિદ્યાર્થીઓના નિવેદનમાં સની ચૌધરીની એજન્ટ તરીકે ભૂમિકા સામે આવી છે.