Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Politics»ઈન્ડિયાના તમામ પક્ષોનો મોટો ર્નિણય ઈન્ડિયાના નેતા ૧૪ ટેલિવિઝન એન્કરના શૉમાં ભાગ નહીં લે
    Politics

    ઈન્ડિયાના તમામ પક્ષોનો મોટો ર્નિણય ઈન્ડિયાના નેતા ૧૪ ટેલિવિઝન એન્કરના શૉમાં ભાગ નહીં લે

    Shukhabar DeskBy Shukhabar DeskSeptember 16, 2023No Comments1 Min Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    વિપક્ષી દળોનું ગઠબંધન ઈન્ડિયન નેશનલ ડેવલપમેન્ટ ઈન્ક્‌લૂઝિવ એલાયન્સ (ઈન્ડિયા)ના તમામ પક્ષોએ મોટો ર્નિણય લેતાં કહ્યું કે હવે તેમના પ્રતિનિધિઓ દેશમાં સંચાલિત ૧૪ જેટલા ટેલિવિઝનના એન્કરના કાર્યક્રમોમાં ભાગ નહીં લે. જાેકે આ મામલે ન્યૂઝ બ્રોડકાસ્ટર્સ એન્ડ ડિજિટલ એસોસિએશન (એનબીડીએ)એ કહ્યું કે આ ર્નિણય ઘાતક મિસાઈલ સાબિત થશે. તે લોકતંત્રના મૂલ્યો વિરુદ્ધ છે.

    જ્યારે આ મામલે સત્તાધારી ભાજપે વિપક્ષના ગઠબંધન સામે નિશાન તાકતાં તેમના આ ર્નિણયની તુલના ભૂતપૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધી સરકાર દરમિયાન દેશ પર લદાયેલી કટોકટી સાથે કરી હતી. ઉલ્લેખનીય છે કે ઈન્ડિયાગઠબંધનની મીડિયા સંબંધિત સમિતિની બેઠકમાં આ ર્નિણય લેવાયો હતો. એક નિવેદન જાહેર કરીને જણાવાયું કે ૧૩ સપ્ટેમ્બર, ૨૦૨૩ના રોજ યોજાયેલી બેઠકમાં ઈન્ડિયાકોઓર્ડિનેશન કમિટી દ્વારા લેવાયેલા ર્નિણયો મુજબ વિપક્ષી ગઠબંધનના પક્ષો આ ૧૪ એન્કરના શો અને કાર્યક્રમમાં તેમના પ્રતિનિધિને નહીં મોકલે.

    વિપક્ષી દળોના ગઠબંધનને આ ર્નિણય પાછો ખેંચી લેવાનો આગ્રહ કરતાં એનબીડીએએ કહ્યું કે ઈન્ડિયાની મીડિયા સમિતિના અમુક પત્રકારો / એન્કરોના શો અને કાર્યક્રમોમાં તેમના પ્રતિનિધિઓને નહીં મોકલવાના ર્નિણયથી તે વ્યથિત અને ચિંતિત છે. આ એક ખતરનાક ઉદાહરણ બનશે. કોંગ્રેસ મીડિયા વિભાગના પ્રમુખ અને ઈન્ડિયાની મીડિયા સમિતિના સભ્ય સભ્ય પવન ખેડાએ કહ્યું કે રોજ સાંજે પાંચ વાગ્યે અમુક ચેનલ પર નફરતની દુકાનો લગાવાતી હતી. અમે નફરતના બજારના ગ્રાહક નહીં બનીએ. અમારો ઉદ્દેશ્ય નફરત મુક્ત ભારતનો છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

      Related Posts

      હિંસા બાદ લેહમાં કડક નિયંત્રણો: કલમ 163 હેઠળ જાહેર સભાઓ પર પ્રતિબંધ

      September 24, 2025

      કર્ણાટક હાઈકોર્ટનો સ્પષ્ટ ચુકાદો: ભારતમાં X એ ભારતીય કાયદાઓનું પાલન કરવું પડશે

      September 24, 2025

      US election Russian interference:ગુપ્તચર તપાસમાં રાજકીય દખલ

      July 3, 2025
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.