first Made in India chip : દેશની પ્રથમ ચિપ આ વર્ષના અંત સુધીમાં તૈયાર થઈ જશે. આ દાવો કેન્દ્રીય આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે કર્યો છે. અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે, પહેલી ‘મેડ ઇન ઇન્ડિયા’ ચિપ ડિસેમ્બર સુધીમાં બજારમાં ઉપલબ્ધ થશે. તેમણે આ વાત 19 માર્ચે એક કાર્યક્રમમાં કહી હતી. તેમણે વધુમાં કહ્યું કે ભારત હવે ઈલેક્ટ્રોનિક્સ હબ બની ગયું છે. અહીંથી લગભગ $100 કરોડ (રૂ. 8293.84 કરોડ)ના ટેલિકોમ સાધનોની નિકાસ કરવામાં આવે છે.
ચિપ કેટલી મહત્વપૂર્ણ છે તેનો અંદાજ એ હકીકત પરથી લગાવી શકાય છે કે તેનો ઉપયોગ તમામ પ્રકારના ઈલેક્ટ્રોનિક્સ ઉત્પાદનો જેમ કે સ્માર્ટફોન, ગેમિંગ કન્સોલ અને મેડિકલ ઈક્વિપમેન્ટ અને વાહનો વગેરેમાં થાય છે. થોડા સમય પહેલા, આ ચિપની અછતને કારણે, ઓટો સેક્ટરને ભારે સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો અને કંપનીઓ વાહનોના બુકિંગ ઓર્ડરને પૂર્ણ કરી શકતી ન હતી.
2029 સુધીમાં ભારત પાંચ સૌથી મોટી ચિપ ઇકોસિસ્ટમમાં સામેલ થશે.
ગયા અઠવાડિયે, કેન્દ્રીય પ્રધાન અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે ટાટા ઇલેક્ટ્રોનિક્સ અને સીજી પાવરના ધોલેરામાં ચિપ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટમાંથી પ્રથમ મેડ ઇન ઇન્ડિયા ચિપ 2026 ના અંત સુધીમાં બજારમાં આવશે. પ્લાન્ટના ઉદ્ઘાટન સમયે તેમણે કહ્યું હતું કે ધોલેરામાંથી પહેલી ચિપ ડિસેમ્બર 2026માં બહાર આવશે. માઈક્રોનના પ્લાન્ટની ચિપ ડિસેમ્બર 2024 સુધીમાં બજારમાં ઉપલબ્ધ થશે. તેમણે દાવો કર્યો હતો કે 2029 સુધીમાં ભારત વિશ્વની પાંચ સૌથી મોટી ચિપ ઇકોસિસ્ટમમાં સામેલ થઈ જશે.