Tata Sons : ટાટા સન્સ ઓપન માર્કેટમાં ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS)માં 0.65 ટકા હિસ્સો વેચવાની યોજના ધરાવે છે. કરાર મુજબ, ટાટા સન્સ રૂ. 4,001ના ભાવે 2.34 કરોડ શેર વેચશે. આધાર કિંમત TCSની અગાઉની બંધ કિંમત કરતાં 3.7 ટકા ઓછી છે અને તે મુજબ ટાટા સન્સ રૂ. 9,362 કરોડ એકત્ર કરી શકશે.
આ મહિને સ્થાનિક બજારમાં આ બીજી મોટી બ્લોક ડીલ હશે. 13 માર્ચે બ્રિટિશ અમેરિકન ટોબેગો (BAT) એ ITCમાં 3.5 ટકા હિસ્સો વેચીને રૂ. 17,485 કરોડ એકત્ર કર્યા હતા. JPMorgan અને Citi એ બે ઇન્વેસ્ટમેન્ટ બેંકો છે જે નવા શેર વેચાણનું સંચાલન કરે છે. TCSનો શેર સોમવારે 1.8 ટકા ઘટીને રૂ. 4,144 પર બંધ થયો હતો અને તે મુજબ સોફ્ટવેર એક્સપોર્ટ કંપનીનું મૂલ્યાંકન ઘટીને રૂ. 15 લાખ કરોડ થયું હતું. હાલમાં, ટાટા સન્સ TCSમાં 72.38 ટકા હિસ્સો ધરાવે છે જેનું મૂલ્ય રૂ. 10.9 લાખ કરોડ છે.
ડિસેમ્બરમાં, ટાટા સન્સે તેના રૂ. 17,000 કરોડના બાયબેક પ્રોગ્રામમાં TCSના શેર વેચીને આશરે રૂ. 12,300 કરોડ ઊભા કર્યા હતા. આ બાયબેક રૂ. 4,150 પ્રતિ શેરના દરે કરવામાં આવ્યું હતું. 2017 થી, ટાટા સન્સે બાયબેક પ્રક્રિયામાં શેર ઓફર કરીને આશરે રૂ. 54,000 કરોડ ઊભા કર્યા છે.
છેલ્લા એક વર્ષમાં TCSના શેરમાં લગભગ 33 ટકાનો વધારો થયો છે, જે નિફ્ટી-50ના 30 ટકાના વધારા કરતાં થોડો વધારે છે. તાજેતરમાં, ટાટા સન્સ બ્રોકરેજ અહેવાલોને પગલે સમાચારમાં છે કે હોલ્ડિંગ કંપનીને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ની શરતોનું પાલન કરવા સપ્ટેમ્બર 2025 સુધીમાં સૂચિબદ્ધ કરવું પડશે.