Tata Group
Tata Groupના શેરોમાં આજે જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. ટાટા ઇન્વેસ્ટમેન્ટના શેરમાં 12 ટકાથી વધુનો વધારો થયો છે. ગ્રુપના શેરમાં ઉછાળાનું મુખ્ય કારણ એક મહત્વપૂર્ણ સમાચાર છે, જે રોકાણકારોને ટાટા ગ્રુપની નવી કંપનીમાં રોકાણ કરવાની તક પૂરી પાડી શકે છે. ટાટા ગ્રૂપની NBFC, ટાટા કેપિટલ, IPO લોન્ચ કરી શકે છે. કંપની મૂડી બજારમાંથી રૂ. 15,000 કરોડ એકત્ર કરવાની યોજના બનાવી રહી છે. આ IPOમાં નવા શેર જારી કરી શકાય છે, સાથે જ ઓફર ફોર સેલ (OFS) પણ સામેલ કરી શકાય છે.
ટાટા ગ્રુપે ટાટા કેપિટલનો IPO લાવવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. કોટક ઇન્વેસ્ટમેન્ટ બેંકની તાજેતરમાં IPOનું નેતૃત્વ કરવા માટે નિમણૂક કરવામાં આવી છે, અને અન્ય બેંકર્સની પણ જાન્યુઆરી 2025 સુધીમાં નિમણૂક કરવામાં આવી શકે છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ના નિયમો મુજબ, ટાટા ગ્રુપની બંને NBFC – ટાટા સન્સ અને ટાટા કેપિટલ – સપ્ટેમ્બર 2025 સુધીમાં સ્ટોક એક્સચેન્જમાં સૂચિબદ્ધ થવાની આવશ્યકતા છે. ટાટા સન્સ ટાટા કેપિટલમાં 93 ટકા હિસ્સો ધરાવે છે.
ટાટા કેપિટલનો શેર અનલિસ્ટેડ માર્કેટમાં રૂ. 1,100ની આસપાસ ટ્રેડ કરી રહ્યો છે, જે ગયા વર્ષે ડિસેમ્બરમાં માત્ર રૂ. 450 હતો.ટાટા ગ્રુપે નવેમ્બર 2023માં તેની કંપની ટાટા ટેક્નોલોજીસનો આઈપીઓ લોન્ચ કર્યો હતો. આ IPO રૂ. 500ની ઇશ્યૂ કિંમતે આવ્યો હતો અને શેર 140 ટકાના વધારા સાથે રૂ. 1,200 પર લિસ્ટ થયો હતો. અગાઉ વર્ષ 2003-04માં ટાટા ગ્રૂપની IT કંપની TCSનો પણ IPO આવ્યો હતો.
ટાટા કેપિટલના આઈપીઓના સમાચાર બાદ ટાટા ઈન્વેસ્ટમેન્ટના શેરમાં 12.77 ટકાનો વધારો થયો છે અને શેર 7,365.95 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો છે. ટાટા જૂથની અન્ય કંપનીઓએ પણ સારું પ્રદર્શન કર્યું છે: