Tata Group
ટાટા સન્સનું બોર્ડ હવે તેના નવા અને ઉભરતા વ્યવસાયો માટે મૂડી ફાળવણી પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. આ વ્યવસાયોમાં ટાટા ડિજિટલ, એર ઈન્ડિયા અને ટાટા ઈલેક્ટ્રોનિક્સનો સમાવેશ થાય છે. 157 વર્ષ જૂનો ટાટા ગ્રુપ નવી દિશામાં મહત્ત્વપૂર્ણ પરિવર્તનના તબક્કામાં છે. લગભગ ₹28 લાખ કરોડના બજાર મૂલ્ય સાથે, ટાટા ગ્રુપ હાલમાં તેની મુખ્ય આવક 10 મોટી કંપનીઓમાંથી મેળવે છે. ચાલો જાણીએ કે ટાટા ગ્રુપ આ કંપનીઓમાંથી કેટલી આવક મેળવે છે.
કંપની | રેવેન્યુ (₹ કરોડમાં) | ફેરફાર % (એપ્રિલ-ડિસેમ્બર 2023) | નેટ પ્રોફિટ (₹ કરોડમાં) (એપ્રિલ-ડિસેમ્બર 2024) | ફેરફાર % (એપ્રિલ-ડિસેમ્બર 2023) |
---|---|---|---|---|
ટાટા મોટર્સ | 3,20,684 | 1.6% | 14,722 | 3.1% |
TCS | 1,90,845 | 6.2% | 36,504 | 8.6% |
ટાટા સ્ટીલ | 1,61,133 | -4.6% | 1,973 | નુકશાનમાંથી પ્રોફિટમાં ફેરફાર |
ટાટા પાવર | 48,382 | 6.1% | 3,469 | 7.3% |
ટાઇટન | 43,246 | 21.7% | 2,466 | -9.5% |
ટાટા કમેનિવેશન | 17,118 | 13% | 777 | 22.6% |
ટાટા કન્ઝ્યુમર | 13,010 | 15.3% | 973 | -5.8% |
2023-24 માટે ટાટા સન્સના નેટ પ્રોફિટમાં 57% વૃદ્ધિ થઈ છે, જે ₹34,654 કરોડ પર પહોંચ્યું છે. કંપનીની કુલ આવકમાં 25% વધારો થયો છે, જે ₹43,893 કરોડ થઈ ગઈ છે, જ્યારે FY23માં તે ₹35,058 કરોડ હતી.
ટાટા ગ્રુપની સૂચિબદ્ધ કંપનીઓએ છેલ્લા બે નાણાકીય વર્ષમાં 30% આવક વૃદ્ધિ નોંધાવી છે, જે ₹11.23 લાખ કરોડ થઈ ગઈ છે. નેટ પ્રોફિટ 9.4% વધીને ₹86,500 કરોડ પર પહોંચી ગયો છે. FY22થી FY24 વચ્ચે ટાટા મોટર્સ, ટાઇટન, ટાટા પાવર, ટ્રેન્ટ, વોલ્ટાસ અને ઈન્ડિયન હોટેલ્સે 50% થી 100% સુધીની આવક વૃદ્ધિ હાંસલ કરી છે.