Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»દેશવિરોધી ગતિવિધિઓમાં સંડોવણીની શંકા બેંગલુરૂમાંથી પાંચ શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ
    India

    દેશવિરોધી ગતિવિધિઓમાં સંડોવણીની શંકા બેંગલુરૂમાંથી પાંચ શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ

    Shukhabar DeskBy Shukhabar DeskJuly 19, 2023No Comments1 Min Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    બેંગલુરુમાં પોલીસે પાંચ શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ કરી છે. સેન્ટ્રલ ક્રાઈમ બ્રાન્ચે દેશવિરોધી ગતિવિધિઓમાં સંડોવણીની શંકાના આધારે આ ધરપકડ કરી છે. સીસીબીએ સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ વિભાગ સાથે સંયુક્ત ઓપરેશનમાં પાંચ શકમંદોની ધરપકડ કરી છે. તેમની પાસેથી વિસ્ફોટક સામગ્રી પણ મળી આવી છે. સીસીબીએ સીઆઈડી સાથે મળીને સંયુક્ત ઓપરેશનમાં જુનૈદ, સોહેલ, ઉમર સહિત ૫ શકમંદોની ધરપકડ કરી હતી. તેમની પાસેથી મોબાઈલ ફોન મળી આવ્યો હતો જેને તેમનાં સામાન સહિત જપ્ત કરવામાં આવ્યો છે. હાલ સીસીબી માદીવાલા ટેકનિકલ સેલમાં તમામ શંકાસ્પદ આતંકવાદીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. તેમને શંકા છે કે આ શકમંદો સાથે વધુ ૨ શંકાસ્પદ લોકો જાેડાયેલા છે.

    તપાસ એજન્સીને શંકા છે કે આ શકમંદોએ બેંગલુરુમાં વિસ્ફોટ કરવાની યોજના બનાવી હતી. આ પાંચ શકમંદો વર્ષ ૨૦૧૭માં હત્યાના કેસમાં આરોપી હતા અને તેઓ પરપ્પના અગ્રાહરા સેન્ટ્રલ જેલમાં બંધ હતા, જે દરમિયાન તેઓ આતંકવાદીઓના સંપર્કમાં આવ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર ધરપકડ કરાયેલા તમામ શકમંદો બેંગલુરુના રહેવાસી છે. તે આતંકવાદીઓના સંપર્કમાં હતા અને તેમની પાસે આતંકવાદી ગતિવિધિઓની વિગતવાર માહિતી હતી. તેમણે વિસ્ફોટક સહિતની ઘણી ટેકનિકલ તાલીમ લીધી હતી. તમામ શકમંદો એક ટીમ તરીકે કામ કરી રહ્યા હતા. શકમંદોએ બેંગલુરુમાં થયેલા વિસ્ફોટની માહિતી પણ આપી છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

      Related Posts

      લોકશાહી અરાજકતા ફેલાવવાનું લાયસન્સ નથી: વિપક્ષના વિરોધ વચ્ચે રાજનાથ સિંહનો પલટવાર

      October 16, 2026

      મતદાર યાદીમાં મોટો ફેરફાર! ગુજરાત સહિત 17 રાજ્યોમાં ચૂંટણી પંચની નવી પ્રક્રિયા, જાણો સંપૂર્ણ માહિતી

      October 16, 2026

      આસામમાં ડ્રગ્સ માફિયાઓ સામે મોટી કાર્યવાહી! 182 કરોડનું ડ્રગ્સ જપ્ત, અમિત શાહે પોલીસની કરી પ્રશંસા

      October 15, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.