Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Entertainment»આર્યા ૩નું ટીઝર રિલીઝ સિંહણની જેમ ગર્જના કરવા તૈયાર છે સુષ્મિતા સેન
    Entertainment

    આર્યા ૩નું ટીઝર રિલીઝ સિંહણની જેમ ગર્જના કરવા તૈયાર છે સુષ્મિતા સેન

    Shukhabar DeskBy Shukhabar DeskOctober 10, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    સુષ્મિતા સેન તાજેતરમાં તેની સીરિઝ ‘તાલી’ના કારણે ચર્ચામાં હતી. આ સીરિઝમાં તેની શાનદાર એક્ટિંગે દર્શકોથી લઈને ચાહકો સુધી દરેકને તેના વખાણ કર્યા હતા. ‘તાલી’ની ગડગડાટ હજુ શમી નહોતી કે સુષ્મિતા સેન વધુ એક દમદાર પાત્ર સાથે પડદા પર વાપસી કરવા તૈયાર છે. આજે અભિનેત્રીની પોપ્યુલર વેબ સીરીઝ ‘આર્યા’ની ત્રીજી સીઝનનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ટીઝર રિલીઝ થયા બાદ સોશિયલ મીડિયા પર લોકપ્રિય થઈ ગયું છે.

    દર્શકોને અભિનેત્રીની પહેલા કરતા વધુ નીડર સ્ટાઇલ પસંદ આવી રહી છે. આર્યની સીઝન ૧ અને સીઝન ૨ બંનેને ખૂબ જ લોકપ્રિયતા મળી. સીઝન ૩ ના ટીઝરને જાેતા એવું લાગે છે કે આ વખતે શો પાછલી બે સીઝન કરતા એક લેવલ ઉપર જવાનો છે. ૩૦ સેકન્ડના આ ટીઝરમાં સુષ્મિતા સેન ર્નિભયપણે સિગાર પીતી અને હાથમાં પિસ્તોલ પકડેલી જાેવા મળે છે. અભિનેત્રીની આ વેબ સિરીઝ ૩ નવેમ્બરથી ર્ં્‌્‌ પ્લેટફોર્મ ડિઝની પ્લસ હોટસ્ટાર પર સ્ટ્રીમ કરવા માટે તૈયાર છે. સુષ્મિતા સેને તેના ઈન્ટરવ્યુમાં ઘણી વખત કહ્યું છે કે તે ‘આર્યા’માં તેના પાત્ર સાથે ઘણું બધું રિલેટ કરી શકે છે, કારણ કે વાસ્તવિક જીવનમાં તે એક માતા પણ છે જે પોતાના પરિવારની સુરક્ષા માટે કંઈ પણ કરી શકે છે અને કોઈપણ હદ સુધી જવા માટે તૈયાર છે.

    વેબ સિરીઝ ‘આર્યા’ સુષ્મિતા સેન માટે ખૂબ જ ખાસ છે કારણ કે જૂન ૨૦૨૦ ના મહિનામાં, અભિનેત્રીએ આ સીરિઝ સાથે તેના ર્ં્‌્‌ ડેબ્યૂ કર્યું હતું અને તેણીએ તેના ડેબ્યૂ સાથે ર્ં્‌્‌ પર પ્રભુત્વ જમાવ્યું હતું. આ સીરિઝમાં તે એક મજબૂત મહિલાના રોલમાં જાેવા મળે છે જે પોતાના પરિવારને દરેક મુશ્કેલીમાંથી બચાવે છે. આ સિરીઝમાં અનુપમ ખેરના પુત્ર સિકંદર ખેરે પણ મહત્વની ભૂમિકા ભજવી છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

      Related Posts

      Amitabh Bachchan: અયોધ્યામાં જમીન ખરીદવા અમિતાભ બચ્ચને મોડી રાત્રે કર્યો ફોન, જાણો કેવી રીતે થઈ ₹૧૫ કરોડની એ મેગા ડીલ!

      July 6, 2026

      Samantha Net Worth: સાઉથની સૌથી અમીર અભિનેત્રીઓમાંની એક સામંથા!

      June 20, 2026

      Vijay Once Filed Case Against Parents: રાજકારણ માટે પિતા સામે કેસ કરનાર વિજય હવે સંભાળશે રાજ્યની કમાન

      May 12, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.