Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Business»ડિજિટલ યુગમાં ડેટા સુરક્ષા સામે મોટો પ્રશ્ન: PAN અને UAN થી સેન્સિટિવ ડેટા મેળવતી ખાનગી કંપનીઓ અંગે સુપ્રીમ કોર્ટ લાલઘૂમ
    Business

    ડિજિટલ યુગમાં ડેટા સુરક્ષા સામે મોટો પ્રશ્ન: PAN અને UAN થી સેન્સિટિવ ડેટા મેળવતી ખાનગી કંપનીઓ અંગે સુપ્રીમ કોર્ટ લાલઘૂમ

    Rohi Patel ShukhabarBy Rohi Patel ShukhabarAugust 25, 2026No Comments3 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    નાગરિકોની ખાનગી માહિતી સામે ખતરો: EPFO અને ITR ડેટા સુધી ખાનગી કંપનીઓની પહોંચ અટકાવવા Supreme Court નો આદેશ

    આજના ડિજિટલ યુગમાં વ્યક્તિગત ડેટા જ દરેક નાગરિકની સૌથી મોટી સંપત્તિ ગણાય છે. પરંતુ જો માત્ર એક પાન કાર્ડ (PAN Number) અથવા યુએએન (UAN Number) ની મદદથી તમારી નોકરી, પગાર અને આવકની તમામ ખાનગી વિગતો કોઈપણ ખાનગી કંપનીના હાથમાં પહોંચી જાય, તો તે સ્થિતિ અત્યંત ગંભીર બની જાય છે. સુપ્રીમ કોર્ટે (Supreme Court) આ જ સંવેદનશીલ મુદ્દા પર ગંભીરતાથી સંજ્ઞાન લીધું છે. સર્વોચ્ચ અદાલતે એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO) અને ઈન્કમ ટેક્સ રિટર્ન (ITR) જેવા મહત્વપૂર્ણ સરકારી ડેટાબેઝ સુધી ખાનગી ફર્મોની સરળ પહોંચ અંગે ભારે ચિંતા વ્યક્ત કરી છે અને કેન્દ્ર સરકારને આ ડેટાનો દુરુપયોગ રોકવા માટે આકરા સુરક્ષા પગલાં લેવા નિર્દેશ આપ્યા છે.

    ખતરામાં નાગરિકોની અંગત જાણકારી

    ચીફ જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ જોયમાલ્યા બાઘચી અને જસ્ટિસ વી મોહનાની ખંડપીઠે આ અંગે દાખલ કરાયેલી એક જાહેર હિતની અરજી (PIL) પર સુનાવણી કરતી વખતે આ ખતરાની ગંભીરતા સ્વીકારી હતી. સુનાવણી દરમિયાન બહાર આવ્યું કે હાલમાં એવું વ્યાપારી ટેકનોલોજી સિસ્ટમ (Commercial Tech Infrastructure) વિકસી રહ્યું છે, જે સરળતાથી પીએફ અને ટેક્સ રેકોર્ડમાંથી ખાનગી વિગતો ખેંચી લે છે. અરજદારના જણાવ્યા અનુસાર, જ્યારે કોઈ વ્યક્તિ પોતાની ઓળખ વેરિફાઈ કરવા માટે માત્ર પાન કે યુએએન નંબર આપે છે, ત્યારે સંબંધિત પ્રાઈવેટ સિસ્ટમ તેના રોજગાર અને આવકની આખી ‘કુંડળી’ કોઈપણ અવરોધ વગર મેળવી લે છે.

    સિક્યોરિટી સિસ્ટમમાં મોટી ખામીઓ

    આ આખી પ્રક્રિયામાં સૌથી ડરામણી બાબત એ છે કે જ્યારે ખાનગી કંપનીઓ દ્વારા ડેટા એક્સેસ કરવામાં આવે છે, ત્યારે યુઝરના મોબાઈલ પર કોઈ વેરિફિકેશન OTP (One Time Password) આવતો નથી, કે યુઝર પાસેથી કોઈ સ્પષ્ટ સંમતિ (Consent) લેવામાં આવતી નથી.

    અરજદારે સ્પષ્ટ કર્યું હતું કે આ કેસ સરકારી એજન્સીઓ દ્વારા ડેટા લીક કરવાનો નથી, પરંતુ વિવિધ કાયદાઓ હેઠળ સરકારને આપવામાં આવેલી ખાનગી માહિતીની અસુરક્ષિત સ્થિતિનો છે. પૂરતા સિક્યોરિટી પ્રોટોકોલ વગર જ ખાનગી કંપનીઓ આ સેન્સિટિવ ડેટાબેઝ સુધી પહોંચી રહી છે.

    સુપ્રીમ કોર્ટનું વલણ અને કેન્દ્ર સરકારને નિર્દેશ

    અરજદાર પીયૂષ શર્મા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુપ્રીમ કોર્ટે સીધો આદેશ આપવાનો ઈનકાર કર્યો હતો, કારણ કે આ વિષય મુખ્યત્વે સરકારની નીતિ (Policy Dynamic) નો ભાગ છે. જોકે, કોર્ટે સ્પષ્ટ માન્યું કે સરકારી રેકોર્ડ્સમાં રહેલા સામાન્ય નાગરિકોના ડેટાનો વ્યવસાયિક ઉપયોગ કરવો બિલકુલ યોગ્ય નથી.

    ખંડપીઠે કેન્દ્ર સરકારને સૂચન કર્યું છે કે તેમણે સાયબર અને ટેકનોલોજી નિષ્ણાતોની મદદ લઈને એક એવું મજબૂત માળખું તૈયાર કરવું જોઈએ, જેથી ખાનગી કંપનીઓ દ્વારા પર્સનલ ડેટાના થતા દુરુપયોગને સંપૂર્ણપણે અટકાવી શકાય. ઈપીએફઓ અને ટેક્સ ડેટા માટે કાયદાકીય નિયમો હોવા છતાં, ખાનગી કંપનીઓ દ્વારા ડેટા એક્સેસ કરવાનું આ નવું વલણ અત્યંત જોખમી છે અને હવે તેની જવાબદારી કેન્દ્ર સરકારના શિરે છે.

    #DataPrivacy #SupremeCourt Cybersecurity
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Rohi Patel Shukhabar

      Related Posts

      નાણાકીય સ્થિરતા વચ્ચે સાયબર અને જીઓપોલિટિકલ જોખમો સામે સતર્ક રહેવા RBIનો એલર્ટ

      October 3, 2026

      RBI એ સુધાકર મલ્લીને સોંપી મોટી જવાબદારી, સંભાળશે નિરીક્ષણ વિભાગનું કામકાજ

      October 3, 2026

      આવકવેરા વિભાગના નોટિસની ઉપેક્ષા મોંઘી પડી: આઈટીએટી (ITAT) દ્વારા મહિલા કરદાતાને રાહત આપતો આદેશ

      October 3, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.