શ્રાવણ મહિનામાં કાશીના સ્ટોન આર્ટિસ્ટના સારા દિવસ આવી ગયા છે. બનારસમાં ઝાંસીના સ્ટોનથી બનેલા શિવલિંગ દેશભરમાં ધૂમ મચાવી રહ્યા છે. બનારસના કારીગરો પાસે અલગ અલગ રાજ્યોથી ડિમાન્ડ આવી રહી છે. સ્ટોન આર્ટિસ્ટની માનીએ તો વારાણસીમાં કાશી વિશ્વનાથ ધામના નિર્માણ પછી અચાનક આની ડિમાન્ડ વધી ગઈ છે અને શ્રાવણ મહિનામાં ઓર્ડર ડબલ થઇ ગયા છે. જાે ઝાંસીના પત્થરોની વાત કરીએ તો તે અન્ય પથ્થરો કરતાં નરમ હોય છે, જેના કારણે કારીગરો શિવલિંગને સરળતાથી આકાર આપી શકે છે. સ્ટોન આર્ટિસ્ટ સંતોષ કસેરાએ જણાવ્યું કે ઝાંસીથી આવ્યા બાદ શિવલિંગની સાઈઝ પ્રમાણે પત્થરો કાપવામાં આવે છે. પછી તેને કર્વ કરવામાં આવે છે.
તેનું કોતરકામ સોય દ્વારા કરવામાં આવે છે અને પોલિશ કર્યા પછી તેને અંતિમ આકાર આપવામાં આવે છે. સ્ટોન આર્ટિસ્ટ જણાવ્યું કે અગાઉ પણ કાશીના શિવલિંગની દેશભરમાં માંગ હતી. પરંતુ હાલમાં તેની માંગ બમણી કરતા પણ વધી ગઈ છે, જેના કારણે આ કામ છોડી ગયેલા કારીગરો પણ પાછા ફરી રહ્યા છે અને આ કામ કરી રહ્યા છે અને બદલામાં તેમને ખૂબ પૈસા મળી રહ્યા છે. તમને જણાવી દઈએ કે વારાણસીમાં બનેલા આ શિવલિંગને લોકો કાશી વિશ્વનાથનું સ્વરૂપ માનીને પૂજા કરે છે. આ શિવલિંગની સૌથી વધુ માંગ દક્ષિણ ભારતના રાજ્યોમાંથી છે.