Stock Market Today: ભારતીય શેરબજારો આજે એટલે કે 20મી ઓગસ્ટે મજબૂત વલણ સાથે ખુલ્યા હતા. મુખ્ય બેન્ચમાર્ક ઈન્ડેક્સ BSE સેન્સેક્સ 297.86 પોઈન્ટ અથવા 0.37%ના વધારા સાથે 80,722.54 ના સ્તર પર ખુલ્યો. તે જ સમયે, નિફ્ટી 50 પણ 76.25 પોઈન્ટ અથવા 0.31% ના વધારા સાથે 24,648.90 ના સ્તર પર ખુલીને ટ્રેડ કરી રહ્યો છે.
ગઈકાલે સેન્સેક્સ 12 પોઈન્ટ અથવા 0.02 ટકા ઘટીને 80,424 પર બંધ થયો હતો અને નિફ્ટી 31 પોઈન્ટ અથવા 0.13 ટકા વધીને 24,572 પર બંધ થયો હતો.
શેરબજારના ડેટા મુજબ વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) મૂડીબજારમાં ચોખ્ખા વેચાણકર્તા હતા. સોમવારે વિદેશી રોકાણકારોએ રૂ. 2,667.45 કરોડના શેરનું વેચાણ કર્યું હતું.