Stock Market Opening
Stock Market Opening: આજે સંસદના ચોમાસુ સત્રની શરૂઆતમાં ભારતીય શેરબજારમાં ધીમી અને સુસ્તી જોવા મળી રહી છે. સેન્સેક્સ અને નિફ્ટીમાં ઘટાડા સાથે કારોબારની શરૂઆત થઈ.
Stock Market Opening: ભારતીય શેરબજારમાં આજે સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે અને ચોમાસા સત્રની શરૂઆતમાં ધીમી શરૂઆત થઈ છે. બેન્ક નિફ્ટી સહિત આઈટી અને ઓટો શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સંસદનું ચોમાસુ સત્ર સવારે 11 વાગ્યે શરૂ થશે અને નાણામંત્રી નિર્મલા સીતારમણ બપોરે 1 વાગ્યે લોકસભામાં આર્થિક સર્વે રજૂ કરશે. રાજ્યસભામાં આર્થિક સર્વે રજૂ કરવાનો સમય બપોરે 2 વાગ્યાનો રાખવામાં આવ્યો છે.
બજારની શરૂઆત કેવી રહી?
બીએસઈનો સેન્સેક્સ 195.75 પોઈન્ટ અથવા 0.24 ટકાના ઘટાડા સાથે 80,408 પર ખુલ્યો હતો અને એનએસઈનો નિફ્ટી 85.15 પોઈન્ટ અથવા 0.35 ટકાના ઘટાડા સાથે 24,445 પર ખુલ્યો હતો.
BSE નું માર્કેટ કેપિટલાઇઝેશન
BSEનું માર્કેટ કેપિટલાઇઝેશન 444.56 લાખ કરોડ રૂપિયા થયું છે અને યુએસ ડૉલરમાં તે 5.32 ટ્રિલિયન ડૉલર પર પહોંચી ગયું છે. BSE પર 3215 શેરનું ટ્રેડિંગ થઈ રહ્યું છે, જેમાંથી માત્ર 1005 શેર જ વધીને ટ્રેડ થઈ રહ્યા છે. 2044 શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને 166 શેર કોઈપણ ફેરફાર વગર ટ્રેડ થઈ રહ્યા છે. 118 શેર પર અપર સર્કિટ અને 120 શેર પર લોઅર સર્કિટ લાદવામાં આવી છે.
સેન્સેક્સ અને નિફ્ટી શેરની સ્થિતિ
સેન્સેક્સના 30 શેરોમાંથી 11માં વધારો અને 19માં ઘટાડો જોવા મળી રહ્યો છે. નિફ્ટીના 50 શેરોમાંથી 24માં વધારો અને 26માં ઘટાડો જોવા મળી રહ્યો છે. નિફ્ટીમાં અલ્ટ્રાટેક સિમેન્ટ, બીપીસીએલ, એનટીપીસી, પાવરગ્રીડ અને એચડીએફસી બેંકના શેરમાં સૌથી વધુ ફાયદો થયો છે અને વિપ્રો, કોટક મહિન્દ્રા બેંક, રિલાયન્સ, જેએસડબ્લ્યુ સ્ટીલ, આઈશર મોટર્સના શેરમાં સૌથી વધુ ઘટાડો છે.
બજાર ખુલ્યાના 15 મિનિટ પછી શેરબજારની મુવમેન્ટ
BSE સેન્સેક્સ 221.25 પોઈન્ટ અથવા 0.27 ટકાના ઘટાડા સાથે 80,383 ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે. નિફ્ટીમાં 55.05 પોઈન્ટ અથવા 0.22 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે અને તે 24,475 પર આવી ગયો છે.
આજે આર્થિક સર્વે રજૂ કરવામાં આવશે
નાણામંત્રી નિર્મલા સીતારમણ બજેટના એક દિવસ પહેલા એટલે કે 22 જુલાઈએ દેશ સમક્ષ આ વર્ષનો આર્થિક સર્વે રજૂ કરશે. કેન્દ્ર સરકારે કઈ વસ્તુઓ પર કેટલા નાણાં ખર્ચ્યા અને તેની દેશના જીડીપી અને અન્ય વિકાસ દર પર શું અસર પડી તેનું સ્પષ્ટ ચિત્ર બહાર આવશે.