Iran-Israel : વૈશ્વિક બજારમાંથી મળી રહેલા ચિંતાજનક સંકેતોને કારણે ભારતીય બજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે શેરબજારમાં અરાજકતા જોવા મળી રહી છે. બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સ 727 પોઈન્ટ ઘટીને 73,531 પોઈન્ટની સપાટીએ પહોંચી ગયો હતો. ટ્રેડિંગ સેશન દરમિયાન માર્કેટમાં સેલિંગનું વર્ચસ્વ રહે છે. નિફ્ટીમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. નિફ્ટી 200થી વધુ પોઈન્ટ ઘટીને 22,315.20 પર ટ્રેડ કરી રહ્યો હતો. આ ઘટાડા વચ્ચે શેરબજારના રોકાણકારોને લગભગ 5 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.
રોકાણકારોને નુકસાન.
12 એપ્રિલ, 2024 ના રોજ BSE પર સૂચિબદ્ધ તમામ શેર્સની કુલ માર્કેટ કેપ રૂ. 3,99,67,051.91 કરોડ હતી. આજે એટલે કે 15 એપ્રિલ, 2024ના રોજ બજાર ખુલતાની સાથે જ તે 3,94,68,258.03 કરોડ રૂપિયા પર આવી ગયું. મતલબ કે રોકાણકારોની મૂડીમાં રૂ. 4,98,793.88 કરોડનો ઘટાડો થયો છે.
આ શેર્સમાં સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો હતો.
સેન્સેક્સમાં સમાવિષ્ટ કંપનીઓમાં સન ફાર્મા, મારુતિ સુઝુકી, પાવર ગ્રીડ, ટાઇટન, જેએસડબલ્યુ સ્ટીલ, ટેક મહિન્દ્રા, લાર્સન એન્ડ ટુબ્રો અને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના શેરમાં ઘટાડો નોંધાયો હતો. જ્યારે ટાટા મોટર્સ, ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS) અને નેસ્લેના શેર્સ વધારા સાથે બંધ થયા હતા. આ પહેલા ગુરુવારે ઈદ-ઉલ-ફિત્ર નિમિત્તે બજારો બંધ રહી હતી. જ્યારે બુધવારે BSE સેન્સેક્સ 354.45 પોઈન્ટ્સ અથવા 0.47 ટકા વધીને 75,038.15 પોઈન્ટની સર્વકાલીન ટોચે બંધ રહ્યો હતો.
એશિયન બજારની સ્થિતિ.
એશિયન બજારોમાં પણ ચારે બાજુ ઘટાડો જોવા મળી રહ્યો છે. કોસ્પી, હેંગ સેંગ, શાંઘાઈ કમ્પોઝીટ, નિક્કી બધામાં નબળાઈનો લાલ સંકેત છે. ઈરાન-ઈઝરાયેલ તણાવ અને ક્રૂડ ઓઈલમાં વધારાની અસર એશિયન બજારો પર નકારાત્મક અસર કરી રહી છે.
